વ્યક્તિની બોડી લેંગ્વેજ ઘણું બધું જાહેર કરે છે એવી રીતે વ્યક્તિની ‘સ્ટાઈલ’ પણ ઘણું બધું જાહેર કરે છે. વ્યક્તિ કેવા વાતાવરણમાં રહે છે એ બાબતનો અંદાજો પહેરવેશની સ્ટાઈલ પરથી લગાવી શકાય છે. ખાસ તો જે વ્યક્તિ સમય સાથે ‘અપડેટ’ થઇ શકે તેને વ્યક્તિઓના સમૂહમાં અનેરું સ્થાન મળે છે. તો એ માટે ખાસ કે તમે કેવી સ્ટાઈલનો ટેગ લઈને જીવો છો એ અતિ મહત્વનું છે.પહેરવેશથી કોઈ વ્યક્તિ અપડેટ હોય અને વિચારમાં સંકુચિતતા ગઈ ન હોય તો એ પણ નકામું. અલબત, એ તો એક અલગ વિષય છે. આપણા આજના લેખનો વિષય, સ્વેગ સ્ટાઈલ આઇકોન કેવી રીતે સિલેક્ટ કરવો એ છે. તો જોઈએ વધુ માહિતી આગળ…
ટોપ, શર્ટ કે ટી-શર્ટ શું પહેરવું? હજારોમાં અલગ દેખાવવા માટે અપનાવો નવો સ્ટાઈલ સ્વેગ…
• ઠંડીની મૌસમમાં સ્ટાઈલ આઇકોન :
જો ઠંડીની મૌસમ હોય તો ઘણા એવા કપડા છે જેને તમે ‘બોડી ફીટ’ થવાને કારણે સાઈડમાં મૂકી દીધા છે તો તેનો ઉપયોગ કરી શકાય છે. સાથે જે કપડા સામાન્ય દિવસોની અંદર નથી ગમતા તેનો ઉપયોગ ઠંડીની મૌસમ દરમિયાન કરી શકાય છે.
અત્યારે તો વેસ્ટ કપડામાંથી ‘બેસ્ટ ક્લોથ’ બનાવવાની ઘણી એવી ટેકનીક છે, જેની મદદથી વેસ્ટ કપડાને પણ પહેરવા માટે ઉપયોગ કરી શકો છો. ઠંડીની મૌસમમાં ઠંડીથી બચવા માટે ડબલ ક્લોથનો ઉપયોગ કરી શકાય છે, જેમાં શર્ટ કે ટી-શર્ટ પર મોડીયમ લોંગ કોટ ટાઈપના પહેરવેશથી અલગ સ્વેગ બનાવી શકાય છે.
• ગરમીની મૌસમમાં સ્ટાઈલ આઇકોન :
ગરમીમાં અકળામણથી કંટાળી જવાય છે ત્યારે બોડીને ફ્રી રાખી શકાય તેવા કપડા વધુ માફક આવે છે. તો આ સમયમાં જો અમુક એવા કપડા હોય જે સહેજ મોટી સાઈઝ હોવાને કારણે પહેરતા નથી તો ઉનાળાની સીઝનમાં આવા કપડા ખાસ કામ આવી શકે છે.
વધુમાં ઇન્ડોર કામ રહેતું હોય તો ‘ટી-શર્ટ’ ઉનાળા માટેનો બેસ્ટ ઓપ્શન બની શકે છે અને એ માટે સહેજ ખુલતી સાઈઝ પણ ચાલે. ગરમીથી હળવાશ અનુભવાય છે અને ખાસ તો ‘કોટન ક્લોથ’ પણ ઉનાળા માટે ધી બેસ્ટ રહે છે. ઉનાળાની સીઝનમાં તમે પણ આ રીતે સ્ટાઈલનો અલગ સ્વેગ યુઝ કરીને લોકોને ઈમ્પ્રેસ કરી શકો છો.
• ચોમાસાની મૌસમમાં સ્ટાઈલ આઇકોન :
ચોમાસું એટલે વેસ્ટ કપડાને પહેરવા માટેનો યોગ્ય સમય…કારણ કે નવા કપડાને ખરાબ કરવા કરતા રેગ્યુલર માટે એવા કપડાનો ઉપયોગ કરી શકાય કે જે ‘વેસ્ટ’ થઇ ગયા હોય. અત્યારે તો એક ફેશન બની ગઈ છે કે શર્ટ-પેન્ટ કે ટી-શર્ટ-પેન્ટના કલરમાં ખાસ મેચિંગ કરવાની જરૂર પડતી નથી.
બધાથી અલગ દેખાવવા માટે તમને સ્યૂટ કરે એવા કપડાનું કોમ્બીનેશન પણ અલગ સ્વેગ બની શકે છે. તમે ઘણી સેલિબ્રિટીઓની નોંધ લીધી હશે; જેમાં તે અલગ કલર અને ડાર્ક કલરના કોમ્બિનેશનથી અલગ સ્વેગ ક્રિએટ કરે છે.
સાથે અન્ય સ્ટાઈલના સ્વેગ માટે એવું પણ કરી શકાય કે, અમુક ડે માં ફૂલ કલર સિંગલ ટોનમાં પહેરી શકાય છે, જે પણ અલગ સ્ટાઈલ અપાવશે. જેમ કે, જે દિવસે બ્લેક કલર ઉપર હદયનો ઉભરો આવી જાય ત્યારે કપડાના કલરમાં બ્લેકને યુઝ કરીને અલગ સ્ટાઈલ સ્વેગ ક્રિએટ કરી શકો છો.
ખાસ કરીને કપડાની વાત નીકળી છે તો હંમેશા યાદ રાખો કે, કપડા લોકોને દેખાડવા માટે નહીં; પણ ખુદને સારું લાગે અને ખુદને ગમે એવા પહેરવા જોઈએ, જેને પણ એક પ્રકારનો ‘સ્ટાઈલ સ્વેગ’ જ કહેવાય.
રસપ્રદ માહિતીનું રસપાન કરાવતું ફેસબુક પેજ “ફક્ત ગુજરાતી”ને લાઈક કરવાનું ભૂલશો નહીં.
Author : Ravi Gohel