જીવનમાં દુ:ખ અને સુખ હંમેશા સમાન અવસ્થામા હોય છે. દુખને કારણે જીંદગી સાથે ક્યારેય નફરત ન કરવી જોઈએ. બની શકે તો બીજાના દુખને સમજીને મનથી તેની મદદ કરવાનો પ્રયાસ કરજો. આવું કરવાથી તમારા મનને પણ શાંતી મળશે. આજે અમે તમને એક એવો કિસ્સો જણાવા જઈ રહ્યા છે. કે જે સાંભળીને તમને અંદાજો આવશે કે કોઈના પણ દુ:ખમાં સહભાગી કેવી રીતે બની શકાય
એક ખેડૂત હંમેશા દુખી રહેતો હતો કારણકે તેની પાસે એટલા રૂપિયા નહોતા રહેતા કે જેનાથી તે પોતાનું ઘર પણ ચલાવી શકે. સાથેજ તે કોઈના દુ:ખમાં સહભાગી પણ બનતો ન હતો. કે ન તો તે કોઈના સુખમાં સહભાગી બનતો હતો. તેણે તેના ઘરે તેણે એક કુતરી પાળી રાખી હતી. જેણે એક દિવસ 4 બચ્ચાને જન્મ આપ્યા. તેની પાસે તેટલા રૂપિયા ન હતા. કે તે બીજા 4 ગલુડિયાને સાચવી શકે જેથી તેણે તે બચ્ચા વેચવાનું વિચાર્યું
ખેડૂતે ઘરની બહાર બોર્ડ માર્યું ત્યારે 2 દિવસ સુધી તેના ઘરે કોઈ બચ્ચા ખરીદવા ન આવ્યું. ત્રીજા દિવસે એક 10 વર્ષનો બાળક તેના ત્યા આવ્યો અને તેણે કહ્યું કે મારે એક ગલુડિયું જોઈએ છે હું તેને પાળીશ. ખેડૂંતે કહ્યું કે એક ગલુડીયાના 1000 રૂપિયા છે રૂપિયા લાવ્યો છે. ત્યારે બાળકે કહ્યું કે મારી પાસે માત્ર 200 રૂપિયા છે. પણ મારે ગલુડિયુ તો જોઈએ છે.
ત્યારે ખેડૂત તેને એવો જવાબ આપ્યો કે રૂપિયા તો પૂરા આપવા પડશે ત્યારે છોકરાએ તેને કહ્યું કે હુ તમને હાલ 200 રૂપિયા આપી દઈશ. બાદમાં તમને મહીને મહીને 200 રૂપિયા આપીને તમને હજાર રૂપિયા આપી દઈશ. ખેડૂતના ત્યા એમ પણ રૂપિયાની તંગી હતી. જેથી તેણે વિચાર્યું કે મહિને મહિને 200 રૂપિયા મળશે તે વધારે સારુ રહેશે.
ખેડૂત માની ગયો અને તેણે ઘરમાંથી ગલુડિયા કાઢ્યા હતા. તેણે જેવો આવજ આપ્યો કે ત્રણ ગલુડિયા દોડતા આવ્યા. ખેડૂતે કહ્યું જે ગલુડિયુ ગમે તે લઈ લે. તેટલામાં ચોથું ગલુંડિયુ લંગડાતું લંગડાતું ત્યા આવ્યું બાળકે જોયું કે તે ગલુંડિયું લંગડાઈ રહ્યું છે. તેના મનમાં શુ વિચાર આવ્યો કે તેણે ખેડૂત પાસે તેજ ગલુડિયું માગ્યું. ખેડૂતે કહ્યું કે તે લંગડુ છે બીજું કોઈ ગલુંડિયું પસંદ કરી લે.
બાળકે ખેડૂતને કહ્યું ભલે લંગડું છે મારે તો આજ ગલુંડિયું જોઈએ છે. બાળકની વાત પર ખેડૂત હેરાન થઈ ગયો. પરંતુ તેણે કહ્યું કે આ ગલુંડિયું જોઈતુ હોય તો આ લઈ જા મારે રૂપિયા પણ નથી જોઈતા. ત્યારે બાળકે કહ્યું ના રૂપિયા તો હુ એટલાજ આપીશ જેટલા તમે માગ્યા છે. સાથેજ તેણે કહ્યું કે આ ગલુડિયું પણ બધાના જેમજ છે ખાલી તેના પગે તકલીફ છે એટલા માટે તે કઈ બધાથી અલગ નથી.
બાળક ખેડૂતને રૂપિયા આપે છે અને ગલુડિયાને લઈને ત્યાથી જાય છે. પરંતુ ખેડૂત બાળકને જતા જોવે છે ત્યારે તે હેરાન રહી જાય છે. કારણકે કે તે બાળક પણ લંગડો હતો અને તેનો એક પગ કૃત્રિમ હતો. ખેડૂત સમજી જાય છે. કે તે બાળક તે ગલુડિયાનું દુ:ખ સમજી શકે છે. જેના કારણે તેણે તેજ ગલુંડિયું પસંદ કર્યું હતું. સાથેજ તે ગલુડિયુ લઈને તે બાળક ઘણો ખુશ પણ હતો.
આ દ્રશ્યો જોયા બાદ તે ખેડૂત પણ દરેકના દુ:ખમાં દિલથી સહભાગી થવા લાગે છે. સાથેજ તે લોકો સાથે સંબંધ પણ રાખવા લાગે છે. ધીમે ધીમે તેની ગરીબી પણ દુર થઈ જાય છે. તે પેલા બાળક જોડે પણ સંબંધ બનાવે છે અને તેની પણ સાથે ઘણી વખત તે સમય પસાર કરવા લાગે છે. કારણકે તેના કારણેજ તેનું જીવન બદલાયું હતું,
મિત્રો આ કિસ્સા પરથી એટલું કહી શકાય કે જીવનમાં હંમેશા કોઈના દુ:ખમાં સહભાગી બનશો તો વધારે સારુ રહેશે. પરંતુ જ્યારે કોઈને દુ:ખમાં માત્ર નામ પુરતો દિલાસો આપશો તે તમને એટલું કામ નહી લાગે. જીવનમાં હંમેશા દુખ આવતા હોય છે. પરંતું દુખમાં પોતાની જાતને એકલા રાખ્યા વગર લોકો સાથે વાતચીત કરવી તે વધારે જરૂરી છે. કારણકે જીવનમાં ઉતાર ચઢાવ હંમેશા આવતા હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “કોઈના દુ:ખને સમજીને તેના દુ:ખમાં સહભાગી બનો…દિલાસો તો દરેક વ્યક્તિ આપતું હોય છે”