કાંસકાનાં આ પાંચ પ્રકાર જાણી લો – એટલે લોકો તમારી હેર સ્ટાઈલનાં દીવાના થઇ જશે..

મોટાભાગની મહિલાઓને બ્યુટી પાર્લરમાં જવાનો ખૂબ શોખ હોય છે. આમ તો બ્યુટી પાર્લરમાં જવું અને લૂકને લઈને સેન્સેટીવ રહેવું એ સામાન્ય છે. આ વાતમાંથી પુરુષો પણ કાંઈ બાકાત નથી!! હાઈ પ્રોફાઈલ સલૂનમાં જવું શોખ સિવાય એકજાતનું સ્ટેટસ પણ ગણાય છે.

બ્યુટી પાર્લરની તકનીકમાં પણ ઘણીખરી ઇલેક્ટ્રિક મશીનરી આવી ગઈ છે. ઘણાં કોસ્મેટીક આવી ગયા છે. તુરંત રીઝલ્ટ આપતાં પ્રસાધનો સહેલાઈથી માર્કેટમાંથી જ મળી જાય છે. સલૂન કે પાર્લર માટેની એક એવી વસ્તુ છે જેનાં વિના કોઈ વ્યક્તિઓને ચાલે જ નહીં. પછી ભલે એ સલૂન કે પાર્લર એવરેજ હોય કે એકદમ જકાસસસ….

એ યાદગાર અને બહુઉપયોગી વસ્તુ એટલે “કાંસકો”. આજકાલનાં સમયથી નહીં, અગાઉનાં સમયથી કાંસકાનો ઉપયોગ થતો આવે છે. આજે “ફક્ત ગુજરાતી” ની લેખક ટીમે નવી માહિતી એકઠી કરી છે. જેમાં કાંસકાનાં પાંચ પ્રકાર વિશેની જાણકારી લખી છે. પછી તમારા હેર સ્ટાઈલનાં લૂકમાં થશે ફેરફાર. કેમ કે, હવેથી તમે કાંસકા વિશે જાણતા થઇ જશો. આમ તો મોટે ભાગે આપણે અજાણ નથી છતાં થોડી માહિતી એક્ષ્ટ્રા.

જેમ હેર સ્ટાઈલ અલગ અલગ પ્રકારની ઓળવવામાં આવે છે, એ રીતે કાંસકાનો ઉપયોગ પણ તે અનુસાર થાય છે. કાંસકા પણ અનેક પ્રકારનાં હોય છે. સૌ પ્રથમ કાંસકા લાકડામાંથી બનાવવામાં આવતા. હવે, મેટલ અને પ્લાસ્ટિકમાંથી બનતાં વધુ જોવા મળે છે. અહીં આવી જ માહિતીને વધુ આગળ જાણીએ.

૧. મોટા દાંતાનો કાંસકો

આ કાંસકાનો ઉપયોગ ઘટાદાર વાળમાંથી ગૂંચ કાઢવા માટે થાય છે. આ કાંસકાના ઉપયોગથી ગૂંચ કાઢતાં ઓછા વાળ તૂટે છે અને વગર તાણથી સહેલાઈથી માથાના વાળને ઓળવી શકાય છે.

૨. ફાઈન ટૂથ ટેલ કોમ્બ

આ કાંસકો દેખાવથી તો સામાન્ય કાંસકા જેવો જ હોય છે. પરંતુ આ કાંસકાનો એક ખાસ ઉપયોગ છે. જયારે વાળને સીધા ઓળવવા હોય ત્યારે આ કાંસકો ઉપયોગી છે. તથા વાળને બે ભાગમાં વહેંચવામાં પણ ઉપયોગી છે.

૩. ટેજિંગ કોમ્બ

વાળને છુટા રાખવા અને વિખાયેલ હોય એ પ્રકારના ઓળવવા માટે આ ટેજિંગ કોમ્બ કાંસકાનો ઉપયોગ થાય છે.

૪. કટિંગ કોમ્બ

લેડીઝ કે જેન્ટ્સ પાર્લરમાં વાળ કપાવતી વખતે તમે આ કાંસકો જોયો હશે. વાળનાં કટિંગ માટે જે ખૂબ ઉપયોગી છે. અલગ અલગ પ્રકારની હેર સ્ટાઈલ ને સેટ કરવા ખાસ આ કાંસકો જોઈએ. નાના વાળની હેર સ્ટાઈલ બનાવવા માટે પણ આ જ કાંસકાનો ઉપયોગ થાય છે.

૫. પીક્સ

વાળને એકદમ ઉપરની તરફ ઓળવવા આ પ્રકારનાં કાંસકાનો ઉપયોગ થાય છે. પુરુષોનાં વાળને ખાસ ઉપરની તરફ ઓળવવા આ કાંસકો ઉપયોગી સાબિત થાય છે.

તો આ છે પાંચ પ્રકારના કાંસકા – જેને રેગ્યુલર લાઈફમાં આપણે ઉપયોગ કર્યા હોય છે. હજું પણ આવી જાણકારીનું લીસ્ટ લાંબુ છે. પરંતુ એ માટે ફરીથી અમે તમને મળીશું. એ પહેલાં તમે આજે જ અમારું નામચીન એફ.બી. પેઇઝ “ફક્ત ગુજરાતી” ને લાઇક કરી દો.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – Ravi Gohel

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment