કોઈ પણ માણસ માટે વિકલાંગ હોવું સરળ નથી હોતું. જયારે શરીરનો કોઈ ભાગ ઠીકથી કામ ના કરતો હોઈ ત્યારે રોજબરોજ ના કાર્ય કરવા ખુબ જ કઠીન થઈ જાય છે. આપણે માણસ તો બીજા માણસ નો આશરો પણ લઈ શકીએ પણ વિચારો બિચારા મૂંગા જાનવરો ની શું હાલત થાઈ કે તે જયારે કોઈ કારણવશ વિકલાંગ હોઈ. આજે અમે તમને એક એવો કિસ્સો સંભળાવવા જઈ રહ્યા છીએ જેના વિશે જાણી તમને માણસાઈ પર થી ભરોસો ઉઠી જશે.
આમને મળો, આ છે 15 વર્ષનો Pedro નામનો કાચબો. આ કાચબાને પાછળના બે પગ નથી. જેના લીધે તે ચાલી ના શકતો. જો કે આ કાચબાની માલકિન Sandra Traylor થી આ જોઈ ના શકાયું અને તેણે એક એવો જુગાડ લગાવ્યો કે કાચબો ના ફક્ત હવે ચાલે છે પરંતુ સૌથી તેજ દોડી પણ શકે છે. સેન્ડ્રા જણાવે છે કે પહેલા આ કાચબાને ત્રણ પગ હતા પરંતુ બાદમાં તેનો ત્રીજો પણ પણ ચાલ્યો ગયો.
Meet Pedro the 🐢. He’s rolling through life thanks to doctors and students at @LSUVetMed.
More: https://t.co/5u9MnddlDo#FiercefortheFuture pic.twitter.com/ToYnF08L6T— LSU (@LSU) June 20, 2019
કાચબાની આ સમસ્યાને હલ કરવા સેન્ડ્રાએ Louisiana State University’s Veterinary Teaching ના વિદ્યાર્થી અને ડોકટરોની સલાહ લીધી. તે એ લોકોએ મળી, પહેલા તેનો ઈલાજ કર્યો અને ત્યારબાદ કાચબાના પાછળના ભાગમાં એક સ્પેશિયલ વ્હીલ ચેર લગાવી દીધી. એવામાં કાચબો કોઈ મદદ વગર જ ચાલવા લાગ્યો.
આ સ્પેશિયલ વ્હીલ ચેરવાળો કાચબાનો વિડીઓ હવે ઈન્ટરનેટ પર ખુબ જ તેજી થી વાયરલ થઈ રહ્યો છે. એક યુજર તેના વખાણ કરતા લખે છે કે ‘ખુશી મળી એ જોઇને કે દુનિયામાં હજું પણ સારા લોકો રહે છે.’ બીજા એ એવું લખ્યું કે ‘ભગવાન તમારું ભલું કરે’
નોંધનીય છે કે કાચબા લગભગ તેની ધીમી ગતીથી જાણવામાં આવે છે, એવામાં પૈડાવાળી સ્પેશિયલ વ્હીલ ચેર લાગી જવાથી આ વિકલાંગ કાચબાની ચાલ ખુબ જ તેજ થઈ ગઈ છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team