અયોધ્યા ના બે મિત્રો, એક હિંદુ અને બીજો મુસ્લિમ; નોકરી છૂટી ગઈ એટલે ટિફિન નો ધંધો ચાલુ કર્યો, આજે ત્રણ રેસ્ટોરન્ટ ના માલિક છે અને કમાણી પણ પગાર કરતાં બેગણી છે

Image sorce

 ત્રણ ડઝન લોકો ને રોજગારી પૂરી પાડી છે જેમાંથી કેટલાક એવા લોકો છે જે તેની સાથે ટેલિકોમ માં જ કામ કરતા હતા અને બેરોજગાર થઈ ગયા હતાં. શરૂઆત મા દસ લાખ રૂપિયા નું રોકાણ કર્યું અને પછી લોન પણ લેવી પડી, ફર્નિચર વીજળી ના નામનું બીલ હજુ પણ તેઓ ચૂકવી રહ્યા છે.

વાત ઓગસ્ટ ૨૦૧૮ ની છે. અયોધ્યાના મિત્રો. નામ સુલતાન અને રોહિત હતું. તેજ વર્ષે ભારત ની મોટી ટેલિકોમ કંપનીઓ વોડાફોન અને આઈડિયા નું વિલીનીકરણ થયું ત્યારે ઘણા લોકો ની નોકરી પર સંકટ આવ્યું. ૧૨ વર્ષ થી વોડાફોન કંપની માં કામ કરતા સુલાતન ખાન ટોચ ના રજૂઆત કર્તા હતા. સુલતાન અને તેની સાથે કામ કરનાર તેનો મિત્ર રોહિત નો પણ એ લીસ્ટ માં સમાવેશ થઈ ગયો જેને નોકરી માંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. થોડા દિવસો તો એ બન્ને એજ વિચારતા રહ્યા કે અંતે હવે કરવું શું?

પછી તેમણે અયોધ્યામાં ઘરે થી જ ટિફિન નો ધંધો ચાલુ કર્યો અને હવે બે વર્ષ પછી તેઓ ત્રણ રેસ્ટોરન્ટ ના માલિક છે. સુલતાન અને રોહિત ની જોડી થી હવે અયોધ્યા અને ફૈઝાબાદ માં બે હજાર ચો.ફૂટ માં તેમના ત્રણ રેસ્ટોરન્ટ છે. તેઓએ ત્રણ ડઝન લોકો ને રોજગારી પૂરી પાડી છે જેમાંથી કેટલાક લોકો એવા છે જે તેમની સાથે ટેલિકોમ કંપની મા જ કામ કરતા હતા.

બધી બચત ખર્ચ કરી અને લોન લેવી પડી

સુલતાન કહે છે કે- અમે અમારા ટિફિન સેન્ટર નું નામ રાખ્યું છે ” ઘર જેવું “. શરૂઆત મુશ્કેલ હતી. અમે લોકો ને મળી ને તેને સમજાવતા હતા. પછી ક્યાંક જઇને ઓર્ડર મળતાં હતા. અમે અમારી બધી બચત કામ શરૂ કરવામાં લગાવી દીધી હતી. શરૂઆત માં પ્રતિસાદ બહુ સારો મળતો નહતો. અમારી બચત પણ પૂરી થઈ રહી હતી. ઘરનો મહિનાનો ખર્ચ પણ કાઢવાનો હતો. મિત્રો પાસે પણ મદદ લેવી પડી. બંને મિત્રો એ શરૂઆત મા પોતાના ધંધા માં દસ લાખ રૂપિયા નું રોકાણ કર્યું. પછી તેઓને લોન પણ લેવી પડી. ફર્નિચર – વીજળી વગેરે નું કામ મિત્રો પાસે કરાવ્યું જેના બીલ હજી સુધી ધીમે ધીમે ચૂકવે છે.

सुल्तान और रोहित की जोड़ी के अब अयोध्या-फैजाबाद में दो हज़ार वर्गफीट में तीन रेस्त्रां हैं। उन्होंने तीन दर्जन लोगों को रोजगार दिया है।

Image source

ટેલિકોમ કંપની મા સુલતાન અને રોહિત બંને સારા પગાર માં કામ કરતા હતા. તેઓ કંપની મા મેનેજર ના હોદ્દા પર હતા. પોતાની આવક વિશે સુલતાન કહે છે કે, ‘ અમારો જેટલો પગાર હતો તેનાથી અત્યારે વધારે કમાઈએ છીએ. પરંતુ, સાચી ખુશી એ વાત ની છે કે અમે ડઝનો લોકો ને રોજગારી પૂરી પાડી. તેવા લોકો ને કામ પર લગાવ્યા જેમના કામ છૂટી ગયા હતા.’

ટિફિન સર્વિસ માં અનુભવ લઈને સુલતાન અને રોહિતે ઘર જેવું નામ પર થી જ પોતાનું પહેલું રેસ્ટોરન્ટ ચાલુ કર્યું. તે ફૈઝાબાદ ના નાકા રોડ પર ૮૦ ચો.ફૂટ ની એક દુકાન માં હતું. અહી આજુબાજુ કોઈ રેસ્ટોરન્ટ પણ નહતું. સુલતાન કહે છે કે, ‘ આ વિસ્તાર ટ્રાન્સપોર્ટ ના નામે જાણીતો છે. અહી ફક્ત ખટારા ઊભા રહેતા હતા. અમારે અમારી ઓળખાણ બનાવવામાં ખૂબ જ મહેનત કરવી પડી. તેઓ કહેતા હતા કે,’ અમે સર્વિસ ઉદ્યોગ માંથી આવ્યા છીએ અને જાણતા હતા કે જો સારી સર્વિસ આપીશું તો ધંધા ને આગળ વધારી શકીશું. એટલે અમે બધું જોર બ્રાંડિંગ અને સર્વિસ માં લગાવી દીધું.’

સોશીયલ મીડિયા પર નું બ્રાંડીંગ

રોહિત પોતાની સફળતા નો શ્રેય સોશીયલ મીડિયા ને આપે છે. તેઓ કહેતા હતા કે ,’ અમે ક્રિએટિવ રીતે સોશીયલ મિડીયા પર પોતાના રેસ્ટોરન્ટ ને પ્રોત્સાહિત કરવાની વ્યૂહરચના બનાવી. અમે અમારા મિત્રો પાસે પોસ્ટ કરાવી. જ્યારે અમે લોકો ને દેખાવા લાગ્યા ત્યારે ગ્રાહકો પણ આવવા લાગ્યા.

Image source
સોશીયલ મીડિયા પર બ્રાન્ડ પ્રમોશન ની વ્યૂહરચના પર સુલતાન કહે છે કે,’ અમે ફેસબૂક પર પેજ બનાવ્યું. મિત્રો ને વિનંતી કરીને રેસિપી શેર કરાવી. ગૂગલ બિઝનેસ પર પોતાની જાતની નોંધણી કરાવી. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરાવ્યો. આનાથી અમારું રેસ્ટોરન્ટ સોશીયલ મીડિયા ઉપર લોકો ને દેખાવા લાગ્યું.

સુલતાન અને રોહિત નું શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ ખોલવાનું પણ એક ખાસ કારણ હતું. તેઓ કહે છે કે, ‘ અમે જોયું કે લોકો માંસાહાર શોખ થી ખાય છે અને ઘણી વાર તેઓ માંસાહાર ખાવા માટે જ ઘરે થી બહાર જાય છે. પરંતુ, લોકો માંસાહાર રોજ નથી ખાતા અને બધા લોકો માંસાહાર નથી ખાતા. એવામાં અમે નક્કી કર્યું કે અમે શાકાહારી ભોજન ને એવી રીતે પિરસિસુ કે લોકો ખાવા માટે જ ઘર ની બહાર નીકળે.’

યુટયુબ પર થી રેસીપી શીખી અને નવા પ્રયોગો કર્યા. 

તેઓ કહે છે કે,’ દિલ્લી અને પંજાબ માં સોયા ચાપ ખૂબ જ લોકપ્રિય છે. પરંતુ અમારા અયોધ્યા અને ફૈઝાબાદ માં કોઈ સોયા ચાપ વહેચતુ નહતું. અમે સોયા ચાપ માં મુગલાઈ સ્વાદ આપવાનો પ્રયોગ કર્યો. આ ફ્યુજન ફૂડ લોકો ને ખુબ જ પસંદ આવ્યું. અમે આઠ રાજયો ના ભોજન ને અલગ રીતે પરિચય કરાવ્યો.’

Image sorce
સુલતાન અને રોહિત બંને ને ભોજન ઉદ્યોગ નો કોઈ પણ પ્રકારનો અનુભવ નહતો. તેની આ કમજોરી જ તેની સૌથી મોટી તાકાત બની ગઈ. તેઓએ આ ઉદ્યોગ ને સમજવા માટે ઘણું સંશોધન કર્યું. કહે છે કે, ‘ અમે યુટયુબ પર થી રેસીપી જોઈ. તેને બનાવવાની કોશિશ કરી અને તેમાં પોતાની રીતે થોડા બદલાવ લાવ્યા જે લોકો ને ખુબ જ પસંદ આવ્યું. શરૂઆત માં અમે ચાર લોકો ને કામ પર રાખ્યા હતા. તેમાંથી બે લોકો એવા હતા જે અમારી કંપની મા હતા ને હાલમાં જ બેરોજગાર થયા હતાં. તેઓ બ્રાંડીગ કરવાનું જાણતા હતા. તેઓ રેસ્ટોરન્ટ માં કામ ની સાથે અમારું બ્રાંડીગ પણ કરતા હતા. તેનાથી પણ અમને ઓળખાણ બનાવવામાં મદદ મળી.

પહેલું રેસ્ટોરન્ટ ચાલી ગયા પછી રોહિત અને સુલતાન ની જોડી એ જે બે નવા રેસ્ટોરન્ટ ખોલ્યા તેમાં અેમ્બીએસ અને અનુભવ પર વધુ ભાર મુકવામાં આવ્યો. સુલતાન કહે છે કે, ‘અમે એવી જગ્યા બનાવવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં જઈને લોકો સારો સમય વિતાવી શકે. અમે સેલ્ફી ઝોન બનાવ્યો અને લોકો ને ફોટા સોશીયલ મીડીયા ઉપર મૂકવા માટે પ્રોતસાહિત કર્યા.’

સુલતાન અને રોહિત ની જોડી ના રેસ્ટોરન્ટ બહુ ચાલતા હતા ત્યાં લોકડાઉન આવી ગયું. તેઓ કહેતા હતા કે, ‘અમારી સામે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ હતી. અનલૉક એક થયું ત્યારે અમને પેકિંગ અને વિતરણ માટે ની અનુમતિ મળી ગઈ. અમારો ધંધો સરખો ચાલવા લાગ્યો. હવે અમે પહેલા જેવી જ સ્થિતિ મા આવી ગયા.’

બેરોજગાર ને કામ આપવાની ખુશી
રોહિત બતાવે છે કે, ” અમારા ત્રણે રેસ્ટોરન્ટ માં ત્રણ ડઝન લોકો કામ કરે છે. એમાંથી કેટલાક એવા છે જે અમારી જૂની કંપની મા કામ કરતા હતા અને બેરોજગાર થઈ ગયા હતાં. મહેનત નો કોઈ વિકલ્પ નથી. હું સવારે દસ વાગ્યે થી રાત્રે એક વાગ્યા સુધી કામ કરું છું. હું મુશ્કેલીથી પાંચ – છ કલાક જ સુઈ શકુ છું. પરંતુ થાકતો નથી ઊલટાનું મજા આવે છે.”

હિંદુ અને મુસ્લિમ મિત્રો ના સાથ થી આશ્ચર્ય 

‘-[

Image source
સુલતાન અને રોહિત ના ધર્મ ને લઇ ને ઘણી વાર લોકો સવાલ કરે છે. લોકો ને સારું પણ લાગે છે કે એક હિંદુ અને એક મુસલમાન મિત્રો સાથે મળીને કામ કરે છે. રોહિત કહે છે કે, ” ઘણી વાર લોકો અમારી ભાગીદારીથી આશ્ચર્ય થઈ જાય છે. પરંતુ સત્ય તો એ છે કે અયોધ્યા અને ફૈઝાબાદ ધાર્મિક સુમેળ નું શહેર છે. જ્યારે લોકો ને અમારા નામ ખબર પડે છે ત્યારે તેઓને સારું લાગે છે. ઘણીવાર લોકો એમ પણ પૂછે છે કે અમે સાથે કઈ રીતે છીએ.”

સુલતાન કહે છે કે, ” અમારી વચ્ચે વિશ્વાસ અને પ્રેમ છે. આજ સાચો ધર્મ છે. નાત જાત ના ધર્મ થી ઉપર માણસાઈ અને ભાઈચારો છે. અમારા રેસ્ટોરન્ટ માં કામદારોને પ્રાર્થના કરવા માટે એક નાનકડું મંદિર પણ છે. અમે એક બીજાના ધર્મ નું સન્માન કરીએ છીએ.

તેઓ હવે પોતાના ધંધા ને અયોધ્યા થી બહાર લઈ જવાની તૈયારી કરે છે. તેઓ તેમની શાખા ના મોડલ પર જઈને બીજા રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. તેઓ કહે છે કે, ” અમે અમારી સફળતા બીજા સાથે વહેચવા માંગે છે. બીજા લોકોને રોજગાર દેવા માંગે છે. એટલા માટે હવે અને અયોધ્યા થી બહાર નીકળવા ની યોજના બનાવી રહ્યા છીએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment