હળદર એક મહત્વપૂર્ણ ઔષધી છે. તેનો ઉપયોગ રસોઈઘરથી લઈ માંગલિક કાર્યો સુધી કરવામાં આવે છે. ઘરેલું ઉપચાર ના રૂપમાં પણ તેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે. હળદરથી કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા દુર થાય છે તે જાણીએ આવો ..
ચોટ લાગે તો હળદર લગાવો –
જો કોઈ કારણથી શરીરના અંદર કે બહારના ભાગમાં ચોટ લાગે તો પ્રભાવિત વ્યક્તિને હળદરવાળું દૂધ આપો. તે તેના એન્ટી બેક્ટેરીયલ અને એન્ટીસેપ્ટિક ગુણોના લીધે બેક્ટેરિયાને દુર રાખે છે.
ડાયાબિટીસમાં લાભકારી –
હળદર ડાયાબિટીસના રોગીયો માટે ખુબ જ લાભકારી છે. તેના માટે હળદરને એક ચમસી આંબળાના રસ, એક ચમસી મધ અને એક ચમસી ગીલોયના રસ સાથે મેળવી પીવો.
દૂધ સાથે હળદરનું સેવન –
હળદર, મંજિષ્ઠા, ગેરુ, મુલતાની માટી, ગુલાબજળ, એલોવેરા અને કાચા દૂધને મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરો. તેને ચેહરા પર લગાવવાથી ત્વચામાં નીખાર આવે છે. જો તમે એક ચમસી ગરમ દુધમાં હળદર મેળવી પીવો તો તેનાથી ખાસી, તાવ વગેરેમાં રાહત મળે છે.
લોહીની સફાઈ કરે છે હળદર –
હળદરના સેવનથી લોહી શુદ્ધ થાય છે. તેના સેવનથી લોહીમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.
મહિલાઓ માટે હળદરનો ઉપયોગ –
મહિલાઓમાં થતા શ્વેત પ્રદર અથવા લ્યુકોરિયા જેવા રોગોમાં હળદર એક ખૂબ ગુણકારી દવા છે. આ માટે પાંચ ગ્રામ હળદર અને અંજીરના ત્રણ ટુકડા નું સેવન કરવાથી ફાયદો થાય છે.
ચરબી દુર કરે છે –
ચરબી ઘટાડવા માટે હળદર, લીંબુ, ફુદીનો, તુલસી અને આદુ મિક્સ કરીને ચટણી બનાવો. તેને રોજ સેવન કરો, મોટાપણું દૂર કરવામાં સફળતા મળશે.
મોસમી રોગોમાં ફાયદાકારક –
હળદરના ગાંઠો નિયમિતપણે ચૂસવાથી ખાંસીમાં રાહત મળે છે. ખાંસીમાં હળદર ભુની અડધી ચમચી મધ અથવા દેશી ઘી સાથે ખાવાથી લાભ થાય છે. માથામાં હળદરની પેસ્ટ લગાવવાથી માથાનો દુખાવો અથવા ચક્કર આવતા દુર થાય છે.
રાખો આટલી સાવધાની –
હળદરનું સેવન 3 થી 5 ગ્રામની માત્રામાં જ કરો. વિશેષ પરિસ્થિતિમાં, આયુર્વેદ નિષ્ણાતની સલાહથી તેનું સેવન કરવું જોઈએ.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team