Image by happyveganfit from Pixabay
વજન ઓછું કરવા માટે આપણે કેટલીક રીતો અપનાવીએ છીએ. ખોરાક ઓછો કરી દઈએ છીએ, જરૂરી કસરત કરીએ છીએ, તેમ છતાં આપણને આશાજનક પરિણામ મળતું નથી. તેની પાછળ એક મોટું કારણ આપણી ચયાપચય ની ક્રિયા ધીમી થઈ જવી એ પણ હોય શકે છે.
બદલાતી જીવશૈલીથી શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થઈ ગઈ છે. આ કારણે વજન વધવી એ સામાન્ય બાબત બની ગઈ છે.વજન ઓછું કરવા માટે આપણે કેટલીક રીતો અપનાવીએ છીએ. ખોરાક ઓછો કરી દઈએ છીએ, જરૂરી કસરત કરીએ છીએ, ઘણી વાર આ બધા પછી પણ કોઈ ફાયદો થતો નથી. તેની પાછળ એક મોટું કારણ આપણી ચયાપચય ની ક્રિયા ધીમી થઈ જવી એ પણ હોય શકે છે.
ચયાપચય એટલે કે જે દર થી આપણું શરીર કેલેરી કે ઊર્જા નો વપરાશ કરે છે. જો આ દર કોઈ કારણોસર ધીમો પડી જાય તો આપણા શરીરમાં ચરબી ભેગી થવા લાગે છે અને વજન વધવા લાગે છે. એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે આપણે ખાઈએ છીએ તેમાં કોઈ એવા ખોરાક નો સમાવેશ તો નથી જ આપણી ચયાપચય ને ધીમી કરી શરીર નું વજન ઓછી નથી થવા દેતુ.
તળેલો ખોરાક
તળેલા ખોરાક માં ટ્રાંસ ફેટ વધુ હોય છે જે આપણી ચયાપચય ને ધીમી કરે છે. અમેરિકન જર્નલ ઓફ ક્લિનિકલ ન્યુટ્રિશન એ તેના એક સંશોધન માં મેળવ્યું કે તળેલા ખોરાક થી પેટ પાસે વધુ ચરબી જમા થાય છે અને આપણે મોટાપા નો શિકાર બનીએ છીએ. વજન ઓછું કરવા માંગતા લોકો એ તળેલો ખોરાક ઓછો ખાવો જોઈએ.
મેંદો
મેંદો સ્વાદ માં સારો હોય શકે છે પરંતુ તે આપણી ચયાપચય પર ખરાબ અસર પાડે છે. આજકાલ ચાઈનીઝ ફૂડ અને પેકેજ ફૂડ દ્વારા વધુ મેંદા નું સેવન થાય છે, જે આપણા વજન ને વધારે છે. તેમાં પોષક તત્વો અને ફાઈબર ના બરાબર હોય છે જેના લીધે આપણું ચયાપચય ધીમું પડી જાય છે.
શુદ્ધ અનાજ
પ્રોસેસ ફૂડ, પેકેજડ ફૂડ,સફેદ બ્રેડ, જ કરેલા ચોખા આપણી ચયાપચય ને ધીમી કરી વજન વધારે છે. ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસિન માં પ્રકાશિત એક લેખ મુજબ, શુદ્ધ અનાજ ના સેવન થી વજન વધે છે. તેમાં પોષક તત્ત્વો હોતા નથી. તેમાં ફાઈબર ની પણ ખૂબ ઉણપ હોય છે જેનાથી આપણું વજન વધવાની સાથે સાથે લોહી સુગર નું સ્તર પણ વધે છે.
Image by bridgesward from Pixabay
સોડા અને ઠંડા પીણા
જો તમે સોડા અને ઠંડા પીણા નું સેવન વધુ કરો છો તો તે તમારી ચયાપચય ને ધીમી કરે છે. બીએમસી ન્યુટ્રિશન માં છપાયેલા એક અધ્યયન મુજબ ઠંડા પીણાં સાથે હાઈ પ્રોટીન યુક્ત ખોરાક લેવાથી આપનું ચયાપચય ધીમું પડી જાય છે અને શરીર માં ચરબી ભેગી થવા લાગે છે.
દારૂ
કોઈ પણ વસ્તુ નું વધારે પડતું સેવન આપણા વજન ને વધારે છે. વધારે પ્રમાણમાં દારૂ પીવાથી આપણા વજન ઉપર ખરાબ અસર પડે છે. એક અધ્યયન મુજબ દારૂ પીવાથી આપણા શરીર ની કેલેરી બાળવાની ક્ષમતા ૭૩ ટકા સુધી ઓછી થઈ જાય છે. દારૂ આપણા શરીરમાં નુકશાનકારક તત્વ એસીટાલીહાઈડ ઉત્પન્ન કરે છે જે આપણા પાચનતંત્ર પર ખરાબ અસર પાડે છે. આ બધી વસ્તુ થી અંતર બનાવી રાખવા ઉપરાંત તમે તમારી ચયાપચય ને ઝડપી બનાવતી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.