દાંતનો દુખાવો એક ગંભીર સમસ્યા હોય છે. કારણકે તે દુખાવો ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હશે કે જે સહન કરી શકે. સાથેજ દાંતના દુખાવાને કારણે તમે કશું ખાઈ પણ નથી શકતા અને જો કઈ ખાઈ લીધું તો તમારે વધારે પડતો દુખાવો સહન કરવો પડે છે. દાંતનો દુખોવા મોટા ભાગે કેવીટી, ઈન્ફેકશન અને પેઠાના કારણે થતો હોય છે. જોકે આજે અમે તમને જણાવીશું કે તમે દાંતના દુખાવામાં ઘરેલું ઉપચાર દ્વારા પણ ઈલાજ કરી શકો છો. અને તમારા દુખાવાથી પણ તમને છૂંટકારો મળશે.
મીઠું અને મરીથી દુખાવો ભગાડો
જો તમને તમારા દાંતમાં દુખાવાની સમસ્યા છે. અથવાતો તમારા દાંત વધારે પડતા સેસિટિવ છે. તો તમે મરી અને મીઠું લગાવીને દાંતનો દુખાવો દૂર કરી શકો છો. તેનું કારણ છે કે આ બંને વસ્તુઓમાં એંટી બેંક્ટીરિયા હોય છે. જે દાંતનો દુખાવો દુર કરવા માટે તમને મદદરૂપ રહેશે.
એક ચમચી મરીમાં તમે મઠું નાખો અ ત્યાર બાદ તેમા પાણીના અમુક ટીપા નાખીને મરીને કુટીને તેની પેસ્ટ બનાવો. તે પેસ્ટ તમને જ્.યા દુખાવો થઈ રહ્યો છે. ત્યા લગાવી પડશે. અને દિવસમાં જો ચાર વખત તમે આ પેસ્ટ લગાવશો તો તમને દાંતના દુખાવાથી રાહત મળી રહેશે
લસણની મદદથી દુખાવો દૂર કરો
દાંતના દુખાવાથી રાહત મેળવવી હોયતો લસણ પણ તમારા માટે ખુબ ફાયદાકારક છે. કારણકે તેમા એંટીબાયોડિત અને એન્ટીફંગલ જેવા ઘણા તત્વો રહેલા છે. જે તમારા દુખાવાને દૂર કરી શકે છે. અને તેનો લસણનો ઉપયોગ કર્યા પછી. દરેક વ્યક્તિને દાંતના દુખાવાથી રહાત મળી રહેતી હોય છે.
લસણની એક કળી લઈને તેને છુંદી નાખો. અને તેમા થોડુંક મીઠું નાખો. અને પછી જે પેસ્ટ તૈયાર થઈ છે. તેને ત્યા લગાવો જ્યા તમારા દાંતમાં દુખાવો થઈ રહ્યો છે.આ ઉપાય કરવાથી તમારા દાંતનો દુખાવો પૂરી રીતે ગાયબ થઈ જશે. અને સામાન્ય દીવસોની જેમ ભોજન પણ કરી શકશો.
લવીંગથી પણ દુખાવો દૂર થશે
લવીંગમાં એંટી બેક્ટિરીયલ અને એંટી ઓક્સીડેંટ રહેલા હોય છે. જેના કારણે તમને દાંતના દુખાવાથી રાહત મલી રહેશે. અને ચપટી વગાડતા તમે તમારા દાંતનો દુખાવો દુર કરી શકશો.
બે લવંગને તેમા ઓલિવ ઓઈલના અમુક ચીપા નાખો અને જે પેસ્ટ તમે તૈયાર કરી છે. તે તમે દાંતના તે ભાગે લગાવો જ્યા તમને દુખાવો થઈ રહ્યો છે. આવું કરવાથી તમે તમારા દાંતનો દુખાવાથી થોડીક રાહત પણ મળશે .અ ને સમય જતા તમારો દુખાવો પણ દૂર થઈ જશે.
ડુંગળી પણ ફાયદાકાર
ડુંગળીમાં એંટીસેપ્ટીક અને એંટી માઈક્રો બેક્ટેરીયા રહેલા હોય છે. જે તમારા દાંતને હંમેશા રાહત આપે છે. સાથેજ તમારા મોઢામાં રહેલા કિટાણુંનો પણ નાશ કરે છે. જો તમારે ડુંગળી દ્નારા તમારા દાંતનો દુખાવો દુર કરવો છે. તો જે જગ્યાએ તમને દુખાવો થઈ રહ્યો છે.ત્યા ધીમે ધીમે ડુંગળીને ચાવો. જેથી તમારો દુખાવો થોડાકાજ સમયમાં દૂર થશે. અને જો દુખાવો વધારે થઈ રહ્યો હોય તો તમે ડુંગળીને તેને જ્યા દુખાવો થઈ રહ્યો છે. ત્યા મુકી દો. જેથી તમને ડુંગળી ચાવવી નહી પડે.
હિંગ પણ અસરકારક
હિંગના ઉપયોગથી તમારા પેઢા મજબૂત થતા હોય છે. જેથી હિંગનો ઉપયોગ કરવાથી તમે દાંતનો દુખાવો દૂર કરી શકો છો. સાથેજ જો તમારા પેઢામાંથી લોહી નીકળે છે. તો તેનો પણ ઈલાજ થઈ શકશે. જેમા એક ચમચી હિંગમાં તનમે લીંબૂનો પસ અને મીઠું નાખો. અને બાદમાં તે ન મિશ્રમને તમે ત્યા લગાવો જ્યા તમને દુખાવો થઈ રહ્યો છે. આવું કરવાથી તમને થોડીક મીનીટોમાં દાંતના દુખાવાથી રાહત મળશે.
મીઠાનું પાણી
જો તમને દાંતના દુખાવાથી છૂટકારો મેળવવો છે. તો મીઠાનું પાણી પણ તેટલુંજ ફાયદાકારક છે. અને તેમા તાંરે વધારે મહેનતની પણ જરૂર નથી. મીઠાને પાણીમાં નાખીને તેને ગટગટાવું પડશે. જેના દ્વારા તમારા પેઢામજબૂત રહેશે. અને જો તમને દાંતનો દુખાવો હશે. તો તેનાથી પણ રાહત મળી રહેશે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team