ઘણા લોકો એવા હોય છે કે જેમને તીખું વધારે ખાવા મળે તોજ તેમને ભોજન ભાવતું હોય છે. ત્યારે એવા લોકો મોટા ભાગે લીલા મરચા ખાવાનું વધારે પસંદ કરે છે. લીલા મરચાનો ઉપયોગ મોટા ભાગે આપણે બધા શાકમાં તેમજ અથાણામાં કરવાનું રાખીએ છે. પરંતુ આજે અમે તમને લીલા મરચાની અમુક એવી રેસીપી વીશે જણાવા જઈ રહ્યા છે. જે તમે બનાવશો તો તમને પણ જરૂરથી ગમશે
ખાસ કરીને મસાલેદાર લીલા મરચાની રેસીપી તમને રોટલી કે પછી પરાઠા સાથે ખાવાનું રાખી શકો છો. લીલા મરચાને તમે સામાન્ય ભોજનની જેમકે દાળ, ભાત, રોટલી શાકની જેમ સાઈડ ડિશમાં પરોસીને ખાઈ શકો છો. માટે જો તમે અત્યાર સુધી આ રેસિપી ટ્રાય નથી કરી તો એક વાર જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો. તમારો ખાવનો સ્વાદ ઘણો સારો બની જશે.
ફ્રાય લીલા મરચા બનાવા માટેની સામગ્રી
- લીલા મરચા-10
- અજવાઈન- 1 ચમચી
- લીંબુનો રસ- 2 ચમચી
- તેલ – 3 ચમચી
- મીઠું- સ્વાદઅનુસાર
ફ્રાય લીલા મરચા બનાવા માટે સૌથી પહેલા તેને ધોઈને બે ભાગમાં કાપી કાઢજો. બાદમાં ગેસ પર તવો મુકીને તેમા બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખજો. જ્યારે તે ગરમ થઈ જાય ત્યારે તેના પર મરચા નાખજો. 3 થી 4 મીનીટ સુધી તેને હલાવજો અને જ્યારે તે શેકાઈ જાય ત્યારે તેના પર અજવાઈન નાખીને તેને ફરીથી હલાવજો. બાદમાં તેના પર સ્વાદ અનુસાર મીઠું નાખીને ગેસને બંધ કરી દેજો. ગેસ બંદ કર્યા બાદ મરચા પર લીંબુનો રસ નાખીને તેને ફરીથી હલાવજો. બસ આટલું કર્યા પછી તમારા ફ્રાય મરતા તૈયાર છે તમે ખાઈને તેનો સ્વાદ માણી શકો છો.
લીલા મરચાની ચટની
- લીલા મરચા- 20 નંગ
- લસણની કળીઓ -4 નંગ
- લીંબુનો રસ-1 ચમચી
- તેલ -2 ચમચી
- રાઈ-1 નાની ચમચી
- જીરુ- 1 ચમચી
- કોથમીર- જીણી કાપેલી
- મીઠું- સ્વાદ અનુસાર
લીલા મરચાની ચટની બનાવા માટે મરચાને ધોઈને તેના નાના નાના કટકા કરી કાઢજો. બાદમાં લસણને છોલીને ગેસ પર તવો મુકી મરચા તેમજ લસણને તવા પર ગરમ કરો અને તેને હલાવો. ગરમ કર્યા બાદ તેને એક પ્લેટમાં કાઢીને મિક્ચરમાં તેને ક્રશ કરજો. હવે તે પેસ્ટને ફરી તવા પર મૂકીને તેના પર રાઈ નાખીને ફરી તેને હલાવજો. આટલું કર્યા બાદ તેના પર લીંબુ અને ઝીણી કાપેલી કોથમીર નાખજો. જેથી તમારી મરચાની ચટની તૈયાર થઈ જશે અને તમે તેનો સ્વાદ માણી શખશો.
લીલા મરચાનો સોસ
- લીલા મરચા 1 કિલો
- સોડિયમ બેન્ઝોએટ-1 ચમચી
- ઉકાળેવુ પાણી- જરૂર પ્રમાણે
- મીઠું- સ્વાદ અનુસાર
- વિનેગર- 2 કપ
લીલા મરચાનો સોસ બનાવા માટે એક વાટકીમાં તમે મીઠું અને વીનેગર સ્વાદ અનુસાર રાખજો. ત્યારબાદ તેને એક કીલો કાપેલા મરચામાં નાખીને કલાક સુધી રહેવા દો. ત્યારબાદ તેને ગેસમાં એક પાત્રમાં મુકીને ગરમ કરજો. ગરમ થયા બાદ તેમા સોડિયમ બેંન્ઝોએટ નાખજો. મિક્સચરમાં ક્રશ કરીને ફરીથી તેને એક પાત્રમાં ગરમ કરો. થોડીક વાર સુધી ગરમ કર્યા પછી તમારો લીલા મરચાનો સોસ તૈયાર છે. તેને તમે એયર ટાઈટ ડબામાં રાખશો તે વધારે સારુ રહેશે. સાથેજ તેને રોટલી કે પછી નાસ્તા સાથે તમે ખાઈ શકશો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “તીખુ ખાવા વાળા આ ત્રણ રેસેપી ટ્રાય જરૂરથી કરો…તમારા ભોજનનો સ્વાદ વધું સારો થશે”