ગરમીમાં પણ ત્વચાને ચમકાવવા માટે અજમાવો આ છ ઉપાયો

ઉનાળાની ઋતુ તમારી ત્વચા માટે ઘણા પ્રકારની સમસ્યાઓ લઈને આવે છે. નિષ્ણાંતની સલાહ છે કે તેવામાં દરરોજ કલીંજર, ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગની સાથેજ પોષણયુક્ત ખોરાક લેવો પણ જરૂરી છે. અહી ૬ મહત્વના ઉપાયો આપ્યા છે.

મેડિકલ સર્વિસ અને આર એન્ડ બીના વાઇસ પ્રેસિડેન્ટ અને કાયા ત્વચા કલીનિકના મુખ્ય ડોક્ટર સંગીતા વેલાસકર એ આ ઋતુમાં પોતાની ત્વચાની સંભાળ ના કેટલાક સૂચનો આપ્યા છે.

૧. સૂર્યથી રક્ષણ:

એવા સનસ્ક્રીનની પસંદગી કરો જે તમારી ત્વચાને જોખમી કિરણોથી બચાવે. ભારતીય લોકોની ત્વચા માટે ૩૦ એસપીએફ વાળુ સનસ્ક્રીન શ્રેષ્ઠ છે. ઘરેથી બહાર નીકળતા ૨૦ થી ૩૦ મિનીટ પેહલા સનસ્ક્રીન લગાવો. સનગ્લાસ પણ પેહરો.

૨. દૈનિક સફાઈ પણ જરૂરી:

ત્વચાને રોગમુક્ત રાખવા માટે દરરોજ બે વાર કલીંજર, ટોનિંગ અને મોશ્ચરાઈઝિંગ ની ટેવ રાખો.

૩. સ્ક્રબનો ઉપયોગ:

શુષ્ક, નિર્જીવ ત્વચાથી છુટકારો મેળવવા માટે સ્ક્રબ કરવુ જરૂરી છે, સ્ક્રબ કરવાથી મૃત અને વૃદ્ધ ત્વચાના કોષો દૂર થાય છે. કોણી અને ઘૂંટણથી મૃત પેશીઓને દૂર કરવા માટે એકાંતરે તેના પર ખાંડની સાથે લીંબુની ફાંચ ને હળવા હાથથી ઘસો.

૪. વાળની સમસ્યા :

ઉનાળામાં વાળનો ભેજ નાશ પામે છે તેવામાં કોઈ પણ પ્રકારના કેમિકલ અને હેરસ્ટાઈલ બનાવતા સાધનોથી સાવધાની રાખવી જોઈએ. વારંવાર શેમ્પૂનો ઉપયોગ કરવાથી વાળની ચમક અને ભેજ નાશ પામે છે. વાળ માટે નરમ શેમ્પૂ અને કન્ડીશનરનો પણ ઉપયોગ કરવો.

૫. પગની ચમક માટે:

દિવસ દરમિયાન પગ પર સનસ્ક્રીન અને સાંજે હળવા હાથે મોશ્ચરાઈઝરનો ઉપયોગ કરવો.

૬. પૌષ્ટિક ભોજન:

ઉનાળામાં ઘણુબધુ પાણી પીઓ, હળવું અને પોષણયુક્ત ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. તમારી ત્વચાને હાઈડ્રેટ રાખવા માટે તાજા ફળ અને લીલા શાકભાજી ખાઓ. તમારા ભોજનમાં કાકડી, કારેલા, પાલક, તરબૂચ, સંતરા, ચેરી, આલુ અને લીચી જેવા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment