શિયાળામાં અજમાવો સરળતાથી બનતી આ 4 સૂપ રેસીપી!! જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને રીતે ઉતમ છે

શિયાળામાં સ્વાદ અને સ્વાસ્થ્ય બંને રીતે ઉતમ છે આ 4 સૂપ!! જાણો રેસીપી

Image Source

શિયાળાની ઋતુ આવતાની સાથે જ તમે સુપની આ રેસીપી ઘરે બનાવીને અજમાવી શકો છો, જાણો સૂપ રેસીપી.

શિયાળાની ઋતુ આવતાં જ ઘરે કઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય છે. આવી ઠંડીથી બચવા માટે લોકો ઘરે સૂપ બનાવે છે અને પીવે છે, જેના કારણે શરીરને ગરમી મળે છે. જો કે, બજારમાં ઘણા પ્રકારના સૂપ પેકેટ મળી રહે છે, પરંતુ તે રસાયણો દ્વારા સાચવવામાં આવે છે.

આવી સ્થિતિમાં તમારે ઘરે જ સૂપ બનાવીને પીવું જોઈએ. ઘરે બનાવેલું ટેસ્ટી અને ઠીક સુપ બાળકોને પણ ખુબ જ પસંદ હોય છે. જેના કારણે તેઓ તેને ખૂબ જ આનંદથી પીવે છે. શિયાળાની સાંજે તમે નાસ્તા માટે વેજ સૂપ તૈયાર કરી શકો છો.

આજના આ લેખમાં અમે તમને આવી જ સ્પેશિયલ વિન્ટર સૂપ રેસીપી વિશે જણાવીશું. જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે ઉત્તમ પણ છે. તમે તેને ઘરે બનાવીને શિયાળા ની મોજ માણી શકો છો.

Image Source

અડદની દાળનું સૂપ

અડદની દાળમાં પ્રોટીનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે. જો કે તેનું સૂપ દરેક ઋતુમાં ફાયદાકારક હોય છે, પરંતુ શિયાળામાં તેનું સૂપ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તમે ઘરે જ સરળતાથી અડદની દાળનું સૂપ બનાવીને પી શકો છો.

સામગ્રી

  • અડદની દાળ – 1 કપ
  • ચણાની દાળ – 1 કપ
  • ડુંગળી – 1
  • ટામેટું – 1
  • લસણ – 1ચમચી
  • આદુ – 1ચમચી
  • લીલી મરચી – 1
  • મીઠું – સ્વાદ મુજબ
  • મરી પાઉડર – સ્વાદ મુજબ
  • ગરમ મસાલા પાઉડર – 1ચમચી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ચણાની દાળ અને અડદની દાળ એક કલાક સુધી પલાળી રાખો.
  • ત્યારબાદ કુકરમાં તેલ નાખી પ્રેશરકુકરમાં ડુંગળી અને ટામેટાને સાંતળી લો. સાથે કૂકરમાં દાળ અને મીઠું નાખીને સરખી રીતે રાંધો. જ્યારે દાળ સરખી રીતે રંધાઈ જાય ત્યારે તેને ઠંડી થવા માટે રાખી દો અને ઠંડુ થયા પછી મિશ્રણને સરખી રીતે પીસી લો.
  • પછી એક વાસણમાં ઘી ગરમ કરી લો અને આદુ અને લસણને સરખી રીતે સાંતળી લો. ત્યારબાદ દાળની પેસ્ટ અને વાસણ માં નાખો અને ત્યારબાદ મિશ્રણમાં લીલુ મરચું, મરી નાખો. ત્યારબાદ બે થી ત્રણ ગ્લાસ પાણી નાખીને મિશ્રણને સાથે આઠ મિનિટ સુધી યોગ્ય રીતે રાંધો.
  • ત્યારબાદ ગરમ મસાલો નાખીને યોગ્ય રીતે ભેળવો. પછી ઉપરથી ચીલી ફ્લેક્સ થી શણગારો અને તેને ગરમ ગરમ પીરસો. આ રીતે તમારી અડદની દાળનું સૂપ બનાવીને તૈયાર છે.

Image Source

થિક કોર્ન સૂપ

કોર્ન સૂપ એક ઈન્ડો-ચાઈનીઝ કોમ્બિનેશન સૂપની રેસીપી છે. તેનું થીક અને ક્રીમી ટેક્સચર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ છે. તમે તેને કેટલીક ઘરની વસ્તુઓથી ખૂબ જ સરળતાથી બનાવી શકો છો. આ સૂપનો મુખ્ય ઘટક સ્વીટ કોર્ન છે જે બધાને ખૂબ જ પસંદ હોય છે.

સામગ્રી

  • મકાઈ – 1 ટુકડો
  • તેલ – 2 ચમચી
  • જીરું – 1 ચમચી
  • મરી – 1 ચમચી
  • લીલી મરચી – 2
  • મીઠું – સ્વાદ મુજબ
  • ધાણા – 2 પાન
  • ઓરેગાનો – 1ચમચી
  • ફુદીનાના પાન – 5 પાન
  • બાફેલી મકાઈ – 1/2 વાટકી

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં પાણી ઉકાળો, પાણી ઉકળે પછી મકાઈને ઉકળવા મૂકો. જ્યારે મકાઈ ઉકળ્યા પછી નરમ થઈ જાય, ત્યારે તેને ઠંડુ થવા માટે રાખો.
  • ઠંડુ થયા પછી તેને મિક્સર ની મદદથી પીસી લો.
  • ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ કરો અને તેના જીરું, મરી પાવડર અને લીલી મરચી નાખીને સાંતળી લો.
  • પછી મકાઈની પેસ્ટ ને વાસણમાં નાખી યોગ્ય રીતે મિક્સ કરી લો. ત્યારબાદ વાસણમાં પાણી નાખીને સરખી રીતે રાંધી લો. જ્યારે મિશ્રણ સરખી રીતે રંધાઈ જાય તો તેમાં સ્વાદ મુજબ મીઠું નાખવું અને ધાણા અને મકાઈથી ગાર્નીશ કરો.
  • આ સરળ સ્ટેપ્સ દ્વારા તમારું સ્વીટ કોર્ન સૂપ તૈયાર થઈ જશે.

Image Source

લીંબુ અને ધાણા નું સૂપ

લીંબુમાંથી આપણને ભરપૂર માત્રામાં વિટામિન-સી મળે છે, જે શિયાળામાં આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. આ ઉપરાંત આ સૂપ આપણને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત સૂપમાં વપરાતા ધાણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે બંનેના સુમેળથી પરફેક્ટ સૂપ બનાવી શકો છો.

સામગ્રી

  • તેલ – 1 ચમચી
  • લસણ – 1 ચમચી
  • લીલું મરચું – 1 ચમચી
  • કોબી – 1 વાટકી
  • ધાણા – 1/2 વાટકી
  • લીંબુ – 2 ચમચી
  • ગાજર – 1/2 વાટકી
  • મકાઈ – 1/2 વાટકી (બાફેલી)

બનાવવાની રીત

  • સૌપ્રથમ એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ, લીલા મરચાં ઉમેરો.
  • લસણ ગરમ થાય પછી વાસણમાં ડુંગળી, કોબી, ગાજર, ધાણા અને લીંબુ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. મિક્સ કર્યા પછી, શાકભાજીને મધ્યમ તાપે બે મિનિટ સુધી રાંધો.
  • જ્યારે શાકભાજી થોડી બફાઈ જાય ત્યારે તેમાં લીંબુનો રસ અને કોર્નફ્લોર ઉમેરો. પછી તેમાં મીઠું અને ધાણાના પાન નાખીને મિક્સ કરો. ત્યારબાદ સૂપને પ્લેટમાં ગરમાગરમ પીરસો.
  • આ સરળ સ્ટેપ્સ સાથે તમારું લીંબુ અને ધાણાનું સુપ બનીને તૈયાર છે.

Image Source

કોળાનું સૂપ

કોળાનું સુપ ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. કોળાનું સૂપ ખૂબ જ હળવું અને સ્વાસ્થ્યવર્ધક હોય છે, કોળાનું સૂપ સ્વાદમાં ખૂબ જ અનોખું અને ક્રીમી હોય છે. જે બાળકો હેલ્ધી શાકભાજી નથી ખાતા તેમને ખૂબ જ સરળતાથી સુપ રૂપે પીવડાવી શકાય છે.

સામગ્રી

  • કોળુ – 1 વાટકી
  • આદુ – 1 ચમચી
  • લસણ – 1/2 ચમચી
  • ડુંગળી – 1
  • ઓલિવ તેલ – 1 ચમચી
  • ખાંડ – 1/2 ચમચી
  • ડુંગળી -1
  • મરી – સ્વાદ મુજબ
  • મીઠું – સ્વાદ મુજબ
  • બ્રેડ – 4 સ્લાઇસ
  • ધાણા – 1 ચમચી
  • નારિયેળનું દૂધ – 1/2 વાટકી

બનાવવાની રીત

  • સૌથી પહેલા એક વાસણમાં ઓલિવ ઓઈલ લો અને તેમાં આદુ અને લસણ નાખીને સરખી રીતે સાંતળી લો. લસણ સાંતળી લો એટલે તેમાં ડુંગળી નાખો અને ડુંગળીને પણ સાંતળો.
  • ડુંગળી થોડી રંધાઈ જાય પછી, કોળાને વાસણમાં નાખો અને તેમાં મીઠું અને મરી મિક્સ કરો. ત્યારબાદ વાસણમાં પાણી ઉમેરો અને કોળાને 20 મિનિટ સુધી સરખી રીતે પકાવો.
  • જ્યારે કોળું એક બાજુ રાંધતું હોય, ત્યારે બીજી બાજુ બ્રેડ ક્રમ્બ્સને વાસણમાં મૂકી ફ્રાય કરો. તે સૂપ સાથે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
  • કોળાને રાંધ્યા પછી, પેનમાં નારિયેળનું દૂધ ઉમેરો અને મિક્સ કરો. જ્યારે નારિયેળનું દૂધ પણ શાકભાજી સાથે સરખી રીતે ભળી જાય ત્યારે તેને મિક્સર અથવા બ્લેન્ડરની મદદથી પીસી લો. તેનાથી એક જાડું સૂપ બેટર તૈયાર થશે.
  • સૂપ થીક થાય પછી તેને પ્લેટમાં ગરમાગરમ સર્વ કરો. આ પ્રકારના સરળ સ્ટેપ્સ સાથે, તમારું ટેસ્ટી કોળાનું સૂપ તૈયાર છે.

તમે આમાંથી કોઈપણ સૂપ ઘરે અજમાવી શકો છો. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, સાથે જ આવી ટેસ્ટી રેસિપીની માહિતી માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શિયાળામાં અજમાવો સરળતાથી બનતી આ 4 સૂપ રેસીપી!! જે સ્વાદ અને સ્વાસ્થ્ય બંને રીતે ઉતમ છે”

Leave a Comment