દરરોજ આપણાં રાજ્યમાં ઘણા બધા રોડ અકસ્માત થાય છે. આજે એક એવા જ અકસ્માતના સમાચાર તમારા માટે લઈને આવ્યા છે. આ ઘટના અમદાવાડ લીંબડી હાઇ-વે પર બની છે. આ અકસ્માત એક ટેમ્પો ટ્રાવેલર અને ડમ્પર વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલર એ ડમ્પરની પાછળ ધસી ગયું હતું. જેના લીધે અકસ્માત થયો હતો.
આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના અકસ્માતના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે એક વ્યક્તિના ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે. ઘાયલને તાત્કાલિક દવાખાન લઈ જવામાં આવ્યો હતો. આ બનાવ અંગે વધુ તપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચીને કરી રહી છે.
અકસ્માતના સામે આવેલ ફોટો ખૂબ દર્દજનક છે. જોતાં જ ખ્યાલ આવે છે કે ટ્રાવેલરમાં બેઠેલ વ્યક્તિઓ કશું સમજે કે વિચારે એ પહેલા જ તેમના પ્રમપંખેરું ઊડી ગયા હશે. કોઈપણ વ્યક્તિને કોઈ પ્રતિક્રિયા આપવાનો સમય જ મળ્યો નહીં હોય. ટ્રાવેલરના આગળના ભાગના ફુરચે ફુરચા બોલાઈ ગયા છે.
હવે તમને જણાવી દઈએ મૃત્યુ પામનાર વ્યક્તિઓના નામ.
1) પરસોત્તમભાઇ પુનાભાઇ ઉઘરેજા, રહેવાનું ઉંટડી, ઉંમર-50
2) શૈલષભાઇ ભીખાભાઈ પરમાર, રહેવાનું શાલપીપળીયા, ઉંમર -30
3) આમદભાઇ ઓસમાણભાઇ માગરીયા, રહેવાનું જામનગર, ઉંમર-54
ઘાયલ વ્યક્તિ કે જેને તાત્કાલિક દવાખાન મોકલવામાં આવ્યો.
૧) સચીનભાઇ ગોવિંદભાઇ, રહેવાનું ભલગામડા
આ સિવાય રાજ્યમાં બીજો પણ એક અકસ્માત થયો હતો જેમાં એક બાઇક ચાલકનું મૃત્યુ થયું છે. મળેલ માહિતી પ્રમાણે આ યુવક દાહોદ જિલ્લાનો રહેવાસી છે તે બાઇકથી અંબાજી જઈ રહ્યો હતો. આ દરમિયાન એક બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતાં અચાનક બાઇકનું એન્જિન લોક થઈ ગયું હતું આને લીધે યુવક બાઇક પરથી પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. બીજા એક યુવક થોડો ઘાયલ થયો હતો.
પોલીસએ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. મિત્રો જીવન ખૂબ કીમતી છે રસ્તા પર ચાલવા સમયે કે પછી વાહન ચલાવતા ખાસ તકેદારી રાખો. તમે મોડા પહોંચશો તો ચાલશે પણ જો સાવ નહીં પહોંચો તો?