હિંસામાં શહીદ પોલીસકર્મી રતનલાલને શ્રદ્ધાંજલિ આપતા કમિશનરે કહ્યું કઈક આવુ

દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રતન લાલને અંતિમ વિદાય આપવા માટે ઘણા લોકો દિલ્લી પહુચ્યા. દિલ્હી પોલીસના મુખિયા અમુલ્ય પટનાયક એ તેમને શ્રદ્ધાંજલિ આપી. દિલ્લી પોલીસમાં કાર્યરત રતનલાલ કે જે હેડ કોન્સ્ટેબલના પદ પર તૈનાત હતા તેની મૃત્યુ દિલ્લીમાં સીએએ ના વિરોધ માં ચાલી રહેલા પ્રદર્શન દરમ્યાન થઈ ગઈ. 

ડીસીપીને પથ્થરથી બચાવવામાં લાગેલા હતા

જણાવી દઈએ કે સોમવાર બપોરે હિંસક પ્રદર્શન ને નિયંત્રિત કરવા માટે પોલીસ બળ સાથે પહુંચ્યા શાહદરા ના પોલીસ ઉપાયુક્ત અમિત શર્મા ગંભીર રૂપથી ઝખ્મી થઈ ગયા હતા. તેનો ફર્જ અદા કરતા અમિત શર્મા ને બચાવવાના પ્રયાસમાં ગોકળપુર ના એસીપી રતનલાલ શહીદ થઈ ગયા. હકીકતમાં અમિત શર્મા પ્રદર્શનકારીઓ વચ્ચે ઘેરાઈ ગયા હતા, તેના પર લાઠી-ડંડા થી હુમલાઓ થવા લાગ્યા. આ જોઈ ત્યાં રહેલા રતનલાલ ત્યાં પહોચ્યા અને તે દરમ્યાન તેના માથા પર એક મોટો પથ્થર વાગ્યો. આ દરમ્યાન અતિરિક્ત બળ એ બધા જ ઘાયલોને હોસ્પિટલ પહોચ્યા જ્યાં રતનલાલ ને મૃત ઘોષિત કર્યા.

પત્ની પૂનમને મીડિયા દ્વારા મળી જાણકારી

પત્નીને જેવી ખબર પડી કે તેની માંગનું સિંદુર ભુંસાઈ ગયું, તેણી બેભાન થઈ પડી. જો કે તેના પરિવારજનો રતનલાલના ઘાયલ થવા અને તેનો ઈલાજ ચાલી રહ્યો હોવાની ખોટી તસલ્લી આપી તેણીને દિલાસો આપવાની કોશિશ કરી રહ્યા હતા.

તેના પરિવારમાં પત્ની પૂનમ, બે દીકરીઓ અને એક નવ વર્ષનો દીકરો છે. ત્રણેવ બાળકો ભણી રહ્યા છે. તેના ગામમાં રતનલાલ ના મૃત્યુની ખબર મળી તો તેના પરિવારજનો માં સન્નાટો છવાઈ ગયો. કોઈ પણ રીતે આ લોકોને ઘરે પહોચાડ્યા. પૂનમ અને તેના બાળકોને હોસલો રાખવા સમજાવ્યા. ત્યાં જ આ ઘટના બાદ દિલ્લી પોલીસના ઘણા જવાન પણ રતનલાલના ઘરે પહુચ્યા. પોલીસ કમિશનરે કહ્યું કે અમને ગર્વ છે તેના પર.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment