જાણો દિલ્હીના કેટલાક એવા સ્થળો વિશે,જ્યાં ઓછા ખર્ચે પણ તમે ખૂબ આનંદ માણી શકો છો

દિલ્હી માત્ર ચાંદની ચોક અને તેની પરાઠાવાળી શેરીઓ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ અહીં બીજી પણ એવી ઘણી બધી વસ્તુઓ છે જેને જોવા અને ફરવા માટે એક દિવસનો સમય પૂરતો નથી.

વુમન્સ ડે પર ટ્રીપ કે નાઈટ પાર્ટીમાં જવા માટે તમારા ખિસ્સામાં ઘણા પૈસા હોવા જોઈએ, જો તમે આ દિવસને સારી રીતે માણવા ઇચ્છતા હોય. પરંતુ દિલ્હીમાં એવી પણ જગ્યાઓની કોઈ ઉણપ નથી કે જ્યાં ખિસ્સામાં પૈસા ઓછા હોય કે ન હોય, છતાં પણ વ્યક્તિ ખુલ્લા દિલથી આનંદ માણી શકે છે. તો આજે આપણે જાણીશું દિલ્હીની કેટલીક એવી જગ્યાઓ વિશે જ્યાં તમે આખો દિવસ તમારી ગેંગ સાથે સારી રીતે વિતાવી શકો છો.

Image Source

હૌજ ખાસ – હૌજ ખાસ દિલ્હીમાં હરવા ફરવા માટે ખૂબ જ શ્રેષ્ઠ સ્થળ છે. તમારા ખિસ્સામાં બહુ પૈસા ન હોય તો પણ તમે અહીં આવીને તમારો દિવસ સારી રીતે વિતાવી શકો છો. કાફે અને ક્લબ તો અહી પુષ્કળ પ્રમાણમાં છે, સાથે જ હૌજ ખાસ કિલ્લામાં આરામથી બેસવા અને ફોટોગ્રાફી કરવાનો વિકલ્પ છે. જેથી તમે તમારી ગર્લ્સ ગેંગ સાથે અહીં ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો.

Image Source

કનોટ પ્લેસ – દિલ્હીનું ગૌરવ છે કનોટ પ્લેસ,જ્યાં આવીને દરેક પ્રકારની મોજ મજા માણી શકો છો, મતલબ શોપિંગ કરવાની હોય, સ્ટ્રીટ ફૂડનો આનંદ લેવો હોય, મંદિર કે ગુરુદ્વારામાં જવું હોય કે પાર્કમાં બેસીને મિત્રો સાથે વાર્તાલાપ કરવો હોય. આ જગ્યા વસ્તુઓ માટે એકદમ બેસ્ટ છે. મતલબ, જો તમે પ્લાનિંગ ન કર્યું હોય કે આ દિવસો મિત્રો સાથે કેવી રીતે વિતાવશું, તો વધુ વિચાર્યા વિના કનોટ પ્લેસનો પ્લાન બનાવો. સવારના સમયે, અહીંના ગુરુદ્વારા, મંદિરની મુલાકાત લો. હનુમાન મંદિરની પાછળ બંગડીઓનું બજાર છે તે જોવાનું ચૂકશો નહીં. પછી આસપાસ અહી વિવિધ રાજ્યોના એમ્પોરિયમ છે, ત્યાં તમે વિવિધ પ્રકારના કપડાંની ખરીદી કરી શકો છો. તમે બપોરનો સમય તમે જનપથ માર્કેટમાં વિતાવી શકો છો અને સાંજે લાઇનમા એટલા બધા કાફે છે કે તમે ગમે ત્યાં જઈને લાઈવ મ્યુઝીક અને નૃત્યનો આનંદ માણી શકો છો.

Image Source

સાકેત – સાકેતમાં બે એવી જગ્યાઓ છે જ્યાં તમે ગર્લ્સ ગેંગ સાથે જઈને ભરપૂર આનંદ માણી શકો છો. પહેલી ચંપા ગલી અને બીજી ગાર્ડન ઓફ ફાઈવ સેન્સ. આ વિકલ્પ તમને અને તમારા મિત્રોને ખૂબ જ ગમશે. ચંપા ગલીમાં એવા એવા લોકેશન છે જે તમારા ફોટામાં વધારો કરશે. અહીંની સ્પાર્કલિંગ ગાડી ખૂબ પ્રખ્યાત છે, જ્યાં લીમડાના છાંયડામાં બેસવાનો પોતાનો અલગ જ આનંદ છે. જો તમે પ્રકૃતિના સુંદર નજારાઓમાં આરામની થોડી ક્ષણો પસાર કરવા માંગતા હોય, તો ગાર્ડન ઓફ ફાઇવ સેન્સ તરફ જાઓ જે ચંપા ગલીથી થોડાક જ ડગલાં દૂર આવેલ છે.

Image Source

દિલ્લી હાટ – જરૂરી નથી કે તમે દુકાનોમાં જઈને ખરીદી જ કરો. અહીં જોવા માટે બીજી ઘણી વસ્તુઓ હોય છે. તમે અલગ અલગ રાજ્યોના પરંપરાગત સ્વાદનો આનંદ માણી શકો છો. અહીં કોઈને કોઈ ઉત્સવો અને નાટકોનું આયોજન થતું રહે છે. મતલબ કે, અહીં આવીને સિરિયસ હોય કે ફન લવિંગ, દરેક પ્રકારના લોકો તેમના દિવસને યાદગાર બનાવી શકે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team

1 thought on “જાણો દિલ્હીના કેટલાક એવા સ્થળો વિશે,જ્યાં ઓછા ખર્ચે પણ તમે ખૂબ આનંદ માણી શકો છો”

Leave a Comment