મહાબળેશ્વર મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં પશ્ચિમીઘાટીમાં ઉપસ્થિત એક હિલ સ્ટેશન છે. સ્ટ્રોબેરી સિવાય મહાબળેશ્વર પોતાની ઘણી બધી નદી, શાનદાર ઝરણા અને પહાડ માટે પણ ખૂબ જ જાણીતું છે. તે પુના અને અને દક્ષિણ પશ્ચિમમાં લગભગ 120 કિલોમીટર અને મુંબઈથી 285 કિલોમીટર દૂર આવેલ છે. મહાબળેશ્વર હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ સ્થાન પણ છે, કારણ કે કૃષ્ણ નદી અહીંથી જ નીકળે છે અને તેના લગભગ એક કલાક દૂર પ્રતાપ ગઢ કિલ્લાની યાત્રા માટે તેના આધારના રૂપે ઉપયોગમાં લેવામાં આવે છે.
મહાબળેશ્વર પોતાની ઋતુના કારણે ઘણા બધા પર્યટકોને ખૂબ જ આકર્ષિત કરે છે જો તમે અહીં ફરવાનું વિચારી રહ્યા છો તો સંપૂર્ણ વર્ષમાં ક્યારેય પણ તમે અહીં આવી શકો છો. મહાબળેશ્વરની એક ખાસિયત એ પણ છે કે તમે જ્યારે પણ ફરવા જવાનો નિર્ણય કરો ત્યારે તે તમને ક્યારેય નિરાશ નહીં કરે, પરંતુ ચોમાસાની ઋતુમાં મહાબળેશ્વર સૌથી સુંદર હોય છે તમારી સામે મહાબળેશ્વરનું તાપમાન 19 ડિગ્રી થી 33 ડિગ્રી સુધી રહે છે.
જો તમે વરસાદને પસંદ કરો છો અથવા તો પ્રકૃતિમાં ખૂબ જ રુચિ રાખો છો તો મહાબળેશ્વર કરવા માટેનો આ ખૂબ જ યોગ્ય સમય છે, કારણ કે ત્યાંનું પરિદ્રશ્ય ખૂબ જ હરિયાળી વાળું હોય છે ચોમાસાની ઋતુમાં મહારાષ્ટ્રના ટ્રેકિંગની મજા જરૂરથી લેવી જોઈએ. મહાબળેશ્વર ના પર્વતના ઢોળાવ માટે ટ્રેકિંગ માટે ચોમાસુ એકદમ યોગ્ય સમય છે. ટ્રેકિંગ શૂઝ પહેરો અને અહીં આવી જાવ વરસાદના વધતા જ ત્યાંના ઢોળાવના કારણે તમે લપસી શકો છો તેથી ખાસ ધ્યાન રાખો જો તમે આસાન ગતિવિધિના ત્યાં સુધી કરી શકો છો જ્યાં સુધી ઝરણા અથવા નદી નથી આવી જતા.
મહાબળેશ્વરની શાનદાર જગ્યા ઉપર લક્ઝરી હાઉસબોટ નો આનંદ માણો, અને તમારી યાત્રામાં ચાર ચાંદ લગાવો. મહાબળેશ્વર માં ચોમાસામાં ખૂબ જ ભીનું હોય છે તેથી રેનકોટ અને છત્રી યાદ રાખીને મૂકો, અને સાવધાની રાખો તથા સંપૂર્ણ રીતે પલળવા માટે પણ તૈયાર રહો. અહીં અમે તમને એક સૂચના આપવા માંગીશું કે ચાલવા માટે તમારે ચંપલ ની જરૂર પડશે કારણ કે ભીના રોડને કારણે તથા પર્વત પરથી લપસી જવાના કારણે થોડું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
મહાબળેશ્વર માં ઘણી બધી ફરવાની જગ્યાઓ છે. મહાબળેશ્વરમાં દર્શનીય સ્થળોને પોઇન્ટ કહેવામાં આવે છે, કારણ કે તેમાંથી ઘણી બધી જગ્યાઓ પહાડના અંતમાં હોય છે.
આર્થર સીટ
આ મહાબળેશ્વરનું પ્રખ્યાત સ્થળ છે. ડાબી બાજુએ કોંકણમાં સાવિત્રીની ઊંડી ઘાટી અને જમણી બાજુએ ડેક્કનનું “બ્રાહ્મણ્ય” નામનું ગાઢ જંગલનું આકર્ષક દ્રશ્ય, જ્યારે હવામાન ચોખ્ખું હોય ત્યારે તમે રાયગઢ કિલ્લો અને તોરણ કિલ્લો પણ જોઈ શકો છો. આ રૂટ પર ટાઈગર સ્પ્રિંગ, ઈકો પોઈન્ટ, અલ્પેનિસ્ટોન પોઈન્ટ જેવા ઘણા બધા પોઈન્ટ છે.
ઇકો પોઇન્ટ
આર્થર પોઇન્ટના રસ્તામાં તમે એક પોઇન્ટના સુંદર દ્રશ્યો જોઈ શકો છો અહીં તમને ઊંડી ઘાટી અને પહાડના અલગ અલગ રસ્તા જોવા મળશે.
વેન્ના ઝીલ
સતારાના રાજા અપ્પાસાહેબ મહારાજ દ્વારા 1842 માં બંધાયેલ, 28 એકર વિસ્તાર અને 10 ફૂટની ઊંડાઈ ધરાવતું વેન્ના ઝીલ પહાડીની ટોચની સુંદરતામાં વધારો કરે છે. તળાવની આસપાસનો વિસ્તાર હરિયાળી અને ફૂલોથી ભરેલો છે. તે ST સ્ટેન્ડથી 2 કિમી દૂર પંચગની રોડ પર આવેલું છે.
ફોકલેન્ડ્સ પોઇન્ટ
ઊંડી ખીણમાં કોયનાનો અદ્ભુત નજારો જોવા મળશે અને તમને સૂર્યાસ્તના સમયને જોતા તે અપાર સુંદરતા ઉમેરે છે.
લિંગમાલા વોટર ફોલ્સ
તે એકદમ મસ્ત પિકનિક સ્પોટ છે, પંચગાંવના માર્ગ પર વેન્ના ઝીલ પાસે લિંગમાલા ધોધ આવેલું છે.
બોમ્બે પોઈન્ટ
મહાબળેશ્વરનું પ્રખ્યાત સ્થળ બોમ્બે પોઈન્ટ છે. બધા પ્રવાસીઓ અહીં સુંદર કુદરતી પ્રકાશ શો એટલે કે સૂર્યાસ્ત જોવા માટે એકઠા થાય છે, જે ‘સનસેટ પોઈન્ટ’ તરીકે પ્રખ્યાત છે.
ક્ષેત્ર માબલેશ્વરી
મહાબળેશ્વર શહેરનું નામ ભગવાન શિવના મહાબલી સ્વરૂપ પરથી પડ્યું છે, મબલેશ્વરી એ જૂના મહાબળેશ્વરમાં આવેલું મંદિર છે, જે ક્ષેત્ર મહાબળેશ્વર તરીકે ઓળખાય છે. તે મહાબળેશ્વર શહેરથી 5 કિમી દૂર આવેલું છે.અહીં અલગ-અલગ મંદિરો છે, તેમજ એક કૃષ્ણાબાઈ મંદિર છે, જે 13મી સદીમાં બનેલું સૌથી જૂનું મંદિર છે. અહીં પાંચ પવિત્ર નદીઓ કૃષ્ણા, વેન્ના, કોયના, સાવિત્રી અને ગાયત્રી અહીંથી નીકળે છે જેને “પંચગંગા મંદિર” કહેવામાં આવે છે.
મહાબળેશ્વર તેની સ્ટ્રોબેરી માટે ખૂબ પ્રખ્યાત છે.આ સિવાય તમે ઘરે બનાવેલી જેલી, મધ, જામ અને ઘણું બધું ત્યાંથી લઈ શકો છો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ચોમાસાની આલ્હાદ્દક ઋતુમાં કરો મહાબળેશ્વરની સફર”