ભારતીય રેલવેની ભરત ગૌરવ યોજના હેઠળ irtc પર્યટક ટ્રેન 21 જૂન 2022 થી નવી દિલ્હી થી શ્રી રામાયણ યાત્રા સર્કિટ ઉપર ચાલી રહી છે અને તે દિલ્હીના સફદરજંગ રેલવે સ્ટેશનથી શરૂ થઈને શ્રી રામાયણ યાત્રા સર્કિટ પર ભારત અને નેપાળની વચ્ચે લગભગ 8000 કિલોમીટરનું અંતર પાર કરે છે આઇઆરટીસી પહેલી એજન્સી છે જે બે દેશોના ટુરિસ્ટ ટ્રેનને જોડે છે. આ સફર 18 દિવસનો રહેશે તેની સાથે જ તમને જણાવી દઈએ કે યાત્રાનો ખર્ચ ઓછામાં ઓછો 65 હજાર રૂપિયા અને વધુમાં વધુ 71, 820 રૂપિયા પ્રતિ વ્યક્તિ રહેશે અને બાળકો માટે 56,700 છે. આ ટ્રેન ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ઘણા બધા રાજ્યોની યાત્રા કરે છે.
આ ટ્રેન ભગવાન શ્રીરામના જીવનથી જોડાયેલ પ્રમુખ સ્થળનું ભ્રમણ કરતા “સ્વદેશ દર્શન” યોજના હેઠળ રામાયણ સર્કિટ પર ચાલે છે.
ત્યાં જ તમને જણાવી દઈએ કે આ યોજનામાં નેપાળમાં આવેલ જનકપુરમાં રામ જાનકી મંદિરની યાત્રા પણ સામેલ છે.
આઈઆરસીટીસી અનુસાર આ ટ્રેનની ક્ષમતા 600 લોકોની છે જે અયોધ્યા, બક્સર, જનકપુર, સીતામઢી, કાશી, પ્રયાગરાજ, ચિત્રકૂટ, નાસિક, હમ્પી, રામેશ્વરમ, કાંચીપુરમ અને ભદ્રાચલમ સહિતના મુખ્ય પ્રખ્યાત શહેરોની મુલાકાત લે છે.
irctc ના દરેક પર્યટકો ને એક ફેસ માસ્ક હેન્ડલુસ અને હેન્ડ સેનિટાઇઝર ની સાથે એક સુરક્ષા કીટ પણ આપે છે યાત્રા દરમિયાન દરેક યાત્રીઓએ કોવિડ-19 વેક્સિનેશન સર્ટિફિકેટ લઈ જવું અનિવાર્ય છે.
કઈ કઈ જગ્યાએ જશે આ ટ્રેન?
અયોધ્યા:
રામ જન્મભૂમિ મંદિર હનુમાન ગઢી, સરયુ ઘાટ.
નંદીગ્રામ:
ભારત હનુમાન મંદિર અને ભારત કુંડી.
જનકપુરઃ
રામ-જાનકી મંદિર.
સીતામઢી:
સીતામઢી અને પુનોરા ધામમાં જાનકી મંદિર.
બક્સર:
રામ રેખા ઘાટ, રામેશ્વર નાથ મંદિર.
વારાણસી:
તુલસી માનસ મંદિર, સંકટ મોચન મંદિર, વિશ્વનાથ મંદિર અને ગંગા આરતી.
સીતામઢી:
સીતા સંહિતા સ્થળ, સીતા માતા મંદિર.
પ્રયાગરાજ:
ભારદ્વાજ આશ્રમ, ગંગા-યમુના સંગમ, હનુમાન મંદિર.
શૃંગવરપુર:
શ્રૃંગા ઋષિ સમાધિ અને શાંતા દેવી મંદિર, રામ ચૌરા.
ચિત્રકૂટ:
ગુપ્ત ગોદાવરી, રામઘાટ, સતી અનુસુયા મંદિર.
નાશિક:
ત્ર્યંબકેશ્વર મંદિર, પંચવટી, સીતાગુફા, કાલારામ મંદિર.
હમ્પી:
અંજનાદ્રી ટેકરી, વિરૂપાક્ષ મંદિર અને વિઠ્ઠલ મંદિર.
રામેશ્વરમ:
રામનાથસ્વામી મંદિર અને ધનુષકોડી.
કાંચીપુરમ:
વિષ્ણુ કાંચી, શિવ કાંચી અને કામાક્ષી અમ્મન મંદિરો
ભદ્રાચલમ:
શ્રી સીતારામ સ્વામી મંદિર, અંજની સ્વામી મંદિર
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “ભારત ગૌરવ યોજના હેઠળ ચાલતી આઇઆરટીસી ભારત ગૌરવ ટુરીસ્ટ ટ્રેન, જાણો તેની સંપૂર્ણ માહિતી”