ક્યારેક એવું પણ બને છે કે તમારા મનમાં ફરવાની ખૂબ જ ઈચ્છા હોય પરંતુ બજેટના કારણે તેને મનમાં જ દબાવી રાખવી પડે છે. જો તમે પણ ફરવાના ખૂબ શોખીન છો પણ હંમેશા બજેટની ચિંતા રહે છે તો અમે તમને જણાવીશું એવા સુંદર શહેરો વિશે જ્યાં તમે ઓછા ખર્ચામાં પણ ફરી શકો છો.
1 . ઋષિકેશ
ઉત્તરાખંડમાં સ્થિત ઋષિકેશ વોટર રાફ્ટિંગ માટે ફેમસ છે. અહિ ગંગાનું પાણી કાચ જેવું સ્વચ્છ છે. જો તમે એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન છુઓ તો ઋષિકેશ તમારા માટે પર્ફેક્ટ ડેસ્ટિનેશન છે. અહિ તમે પાંચ હજાર રૂપિયામાં આરામથી ફરી શકો છો. અહિ રામ ઝુલાની પાસે તમને નાનું બજાર જોવા મળશે. જો તમે હેન્ડિક્રાફ્ટના શોખીન છુઓ તો તમારે લક્ષ્મણ ઝુલા જવું પડશે. જો તમને બાર્ગેનિંગની કળા આવડે છે તો ઓછા રૂપિયામાં પણ વધુ સામાન મળી શકે છે.
2. કસૌલી
કસૌલી હિમાચલના સોલનમાં આવેલું એક નાનું હિલ સ્ટેશન છે. અહિની સુંદરતા જોવા માટે દરેક ઋતુમાં તમને ટુરિસ્ટ જોવા મળશે. ઠંડીમાં અહિ પારો ગગડી જાય છે. અહિ બરફ પડતો જોવાની પણ એક અલગ જ મજા છે. અહિ મંકી પોઈન્ટ, ક્રાઈસ્ટ ચર્ચ, નહરી મંદિર, સનસેટ પોઈન્ટ, ગુરૂદ્વારા નાનક દેવ જોવાલાયક સ્થળ છે. પહાડોમાં બનેલા રેસ્ટોરન્ટ પર તમને અનેક પહાડી વ્યંજનોનો સ્વાદ પણ ચાખવા મળશે.
3. વારાણસી
નામ બદલાયા પછી આજે પણ લોકો વારાણસીને બનારસથી ઓળખે છે. આમ તો બનારસમાં ઘણું જ જોવાલાયક છે. જોકે, અહિ સાંજના સમયે થતી ગંગા આરતી દુનિયાભરમાં ફેમસ છે. બનારસ ફરવા માટે તમારે વધારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. અહિ ટૂરિસ્ટને ફરવા માટે ધર્મશાળા પણ બનાવવામાં આવી છે. જ્યાં ઓછા ખર્ચે રોકાય શકો છો.
અહિ મણિકર્ણિકા ઘાટ, કાશી વિશ્વનાથ મંદિર, રામનગર કિલ્લો, મનમંદિર ઓબ્ઝર્વેટરી જેવી અનેક જગ્યાઓ પર જઇને તમને પૈસાવસૂલ થયાની લાગણી થશે.
5. મેકલોડગંજ
હિમાચલમાં આવેલી આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી. અહિ આવીને તમને એવું લાગશે કે પહેલા તમે આ સ્થળની મુલાકાત શા માટે ન લીધી. મેકલોડગંજમાં ભાગસૂ વોટરફોલ, તિબેટિયન મ્યૂઝિયમ, કાલચક્ર મંદિર, સનસેટ પોઈન્ટ જેવી અનેક ઉત્તમ જગ્યાઓ છે.
જો તમે ખાવાના શોખીન છો તો ઈટાલિયન ફૂડ ખાઈ શકો છો. આ ઉપરાંત તમે મિજો સૂપ, સુશિ રોલનો પણ અનોખો સ્વાદ લઈ શકો છો.
5. મસૂરી
પહાડોની રાણી કહેવાતા મસૂરીમાં ફરશો તો અહિ જ વધુ રોકાવાનું મન થશે. રજાઓમાં તમે મસૂરી ફરવાનો પ્લાન બનાવી શકો છો. સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં મસૂરી સ્વર્ગ જેવું લાગે છે.
અહિ તમે ગનહિલ, મ્યુનિસિપલ ગાર્ડન, તિબેટીયન મંદિર, ચાઇલ્ડર્સ લોજ, કેમ્પટી ફોલ, નાગ દેવતા મંદિર, મસૂરી સરોવર વગેરે જગ્યા ફરી શકો છો. મસૂરીમાં અનેક જગ્યાએ નાના ઢાબા બન્યાં છે. જ્યાં તમે ગરમાગરમ ભોજનનો સ્વાદ માણી શકો છો.