મનાલી: નવા વર્ષમાં, જો તમારે પણ હિલ સ્ટેશન જવું હોય અને બરફવર્ષાની મજા લેવી હોય, તો આ લેખ તમારા માટે જ છે. હિમાચલ પ્રદેશનું મનાલી તેની પ્રાકૃતિક સુંદરતા માટે ખુબ જ પ્રખ્યાત છે. અહીં દરરોજ હજારો પર્યટક આવે છે.

અહીં અમે તમને કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવીશું.
હિમાચલ પ્રદેશના આ સુંદર શહેર મનાલીમાં શિયાળા દરમિયાન મોલ રોડથી રોહતાંગ પાસ સુધી બરફ ની સફેદ સુંદર ચાદર પથરાય છે. પ્રવાસીઓ આ દ્રશ્યનો આનંદ ખુબ માણે છે.

ગોંડોલા કારની સવારી
શિયાળામાં બરફવર્ષા પછી મનાલીની સુંદરતામાં અદભુત વધારો થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ગોન્ડોલા કારથી શહેરની આસપાસનો નજારો નો સુંદર લાભ લઈ શકો છો… જો તમે મનાલી જાઓ છો તો ગોંડોલા રાઈડ જરૂર થી લો.

સ્કીઇંગનો આનંદ માણો
મનાલીની સોલંગ વેલી એ દેશમાં એક પ્રખ્યાત સ્કીઇંગ સ્થળ છે. બરફવર્ષા પછી, સોલાંગ વેલીનો નજારો અદભુત હોય છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં પર્યટકો મુલાકાત લે છે

હેલી સ્કીઇંગ
તમે મનાલીમાં સ્કીઇંગની સાથે હેલી સ્કીઇંગની પણ મજા લઇ શકો છો. જેને દ્વારા તમે હેલિકોપ્ટર દ્વારા મનાલીના દૂરના વિસ્તારોમાં જઈને સ્કીઇંગની મજા માણી શકો છો.

આઈસ કલાઇમ્બિંગ
મનાલીમાં શિયાળાની સીઝન માં આઇસ ક્લાઇમ્બિંગને સૌથી ખતરનાક અને સાહસિક માનવામાં આવે છે. જો તમે એડવેન્ચર સ્પોર્ટ્સના શોખીન છો તો તમારે આ આનંદ એડવેન્ચર નો આનંદ ચોક્કસ લેવો જોઈએ।

વિન્ટર કાર્નિવલ
જો તમને શિયાળામાં મનાલી જવું હોય તો વિન્ટર કાર્નિવલની મજા પણ માણી શકો છો. મનાલીની વિન્ટર કાર્નિવલ હિમાચલ પ્રદેશનું પરંપરાગત નૃત્ય અને સ્થાનિક બેન્ડ ખૂબ પ્રખ્યાત છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ કાર્નિવલમાં અન્ય રાજ્યોના લોકો મોટી સંખ્યામાં જતા હોય છે…
તો હવે ક્યારે પ્લાન કરો સિમલા નો ? નીચે કોમેન્ટ માં જણાવો
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.