ભારતમાં એક થી એક ચડિયાતી ઐતિહાસિક ઇમારતો છે. આ ઐતિહાસિક સ્થળોએ પ્રેમ, વીરતા, શક્તિ અને યુદ્ધની કથાઓ દર્શાવે છે. અહીં અમે દેશના 10 મુખ્ય ઐતિહાસિક સ્થળો અને તેનાથી જોડાયેલ કહાનીઓ વિશે વાત કરીશું.
ભારતનો ઇતિહાસ એટલો સમૃદ્ધ છે કે દેશના એક એક ભાગમાં ઐતિહાસિક સ્થળ, પ્રાચીન ઇમારતો અને ભવ્ય મહેલ પણ દેખાશે. આ ઐતિહાસિક સ્થળોની પાછળ પ્રેમ, વીરતા, ભૂત અને યુદ્ધની કથાઓ છુપાયેલી છે. આ ઐતિહાસિક સ્થળોની પાછળ કેટલીક હેરાન કરી નાખે એવી વાતો પણ છુપાયેલી છે. ચાલો જાણીએ આ વાતો વિશે..
દુનિયા ની 7 અજાયબી માંથી એક છે તાજ મહેલ
જ્યારે ભારત ના ઇતિહાસ ની વાત આવે તો તેમા સૌથી પહેલા યાદ આવે છે એ છે પ્રેમ નું પ્રતિક તાજ મહેલ. સફેદ સંગેમરમર થી બનાવેલ તાજ મહેલ ઈ. સ 1632 માં શાહજાહ ની પત્ની મુમતાજ ની યાદ માં બાધવાં આવ્યો હતો. આ તાજ મહેલ ને બનવામાં 22 વર્ષ લાગ્યા હતા. તાજ મહેલ ની ખૂબસૂરતી ને જોવા માટે દુનિયાભર થી લોકો આવે છે. આ ઐતિહાસિક ઇમારત ની ખૂબસૂરતી એ લોકો ને તેના દિવાના બનાવી લીધા છે.
કુતૂમ્બ મિનાર- બલુઆ પત્થર થી બનેલ ઊંચી મિનાર
કુતૂમ્બ મિનાર ને ઉત્તર ભારત માં મુસ્લિમ સામ્રાજ્ય ના સ્થળ ના રૂપ માં ગણવામાં આવતી હતી. અને તે એ સમય ની મુસ્લિમ વાસ્તુકલા નું એક ઉદહરણ છે. જેનું નિર્માણ બલુઆ પત્થર થી કરવામાં આવ્યું છે. મિનાર માં કુરાન માંથી લીધેલી આયાતો નું પણ કોતરણ કરવામાં આવ્યું છે જે અરબી ભાષા માં લખેલું છે. ભારત ના પહેલા મુસ્લિમ શાંશક કુતુબુધિન ના નામ પરથી આ મિનાર નું નામ પાડવામાં આવ્યું હતું.
લાલ કિલ્લો -એક આકર્ષક વિસ્તાર
જ્યારે મુઘલ શાંશક એ પોતાની રાજધાની આગ્રા થી દિલ્લી શિફ્ટ કરી ત્યારે તેને આ લાલ કિલ્લો બંધાવ્યો હતો. જેને બનવામાં લગભગ 10 વર્ષ લાગ્યા હતા. 1638 થી 1648 સુધી માં આ કિલ્લા નું નિર્માણ થયું હતું. તે વખતે કિલ્લા નું નામ કિલ્લા- એ-મુબારક હતું. આજે પણ આ લાલ કિલ્લા નું એટલુ જ મહત્વ છે કે આજે પ્રધાનમંત્રી 15 મી ઓગસ્ત એ અહિયાં થી દેશ ને સંબોધે છે.
હુમાયું નો મકબરો-બગીચો અને મકબરો એક સાથે જ છે
ભારતીય અને ઈરાની વાસ્તુકલા નો સારો એવો સંગમ અહી જોવા મળે છે. હુમાયું નો મકબરો એક પ્રસિદ્ધ ઐતિહાસિક મકબરો છે. હુમાયું ની પત્ની એ 15 મી સદી માં પોતાના પતિ માટે આ મકબરો બંધાવ્યો હતો. અહી સુંદર મકબરા સિવાય ગાર્ડન પણ છે.
ફતેહપુર સિક્રી- ગૌરવગાથા નો અનુભવ
આગ્રા થી 40 km દૂર આવેલ છે આ ફતેહપુર સિક્રી શહેર. મુઘલ શાંશક અકબર ના શાસન માં ફતેહપુર સિક્રી જ મુઘલો ની રાજધાની હતી. એક સમય હતો કે જ્યારે અહિયાં એક થી એક ચડિયાતી ઇમારતો, રાજાઓ માટે અલગ મહેલ, નોકર-ચાકર માટે રહેવાની અલગ જગ્યા હતી. અહિયો નો બુલંદ દરવાજો ખૂબ જ જાણીતો છે. સાથે જ અહી સૂફી સંત સલિલ ચીસતી નું ઘર પણ છે.
હવા મહેલ-ગુલાબી શહેર નું ગૌરવ
આ મહેલ નું નામ હવા મહેલ એ માટે પાડવામાં આવ્યું કેમકે બહાર જો હવા ન હોય તો પણ આ મહેલ માં તમે જશો તો તમને ઠંડક અને હવા પણ લાગશે. આ મહેલ 953 બારીઓ આવેલી છે. અને આ મહેલ નો આકાર માથા પર રાખવામાં આવતા તાજ જેવો છે. મહારાજા સવાઇ પ્રતાપ સિહ એ આ મહેલ નું નિર્માણ કરાવ્યું હતું. જયપુર માં આવેલ આ મહેલ ને લાલ ચંદ ઉસ્તાદ એ design કર્યો હતો.
ખજુરાહો ના મંદિર-world heritage site
મધ્ય પ્રદેશ માં આવેલા ખજુરાહો માં આ ખજુરાહો ના મંદિર આવેલા છે. ખજુરાહો ના મંદિર ને world heritage સાઇટ માં સ્થાન મળ્યું છે. અહી દર વર્ષે મોટા પ્રમાણ માં પર્યટકો આવે છે. આ મંદિર માં કામુકતા ને સારી રીતે દર્શાવામાં આવી છે. જોકે એમાં 10% જ મૂર્તિઓ કામુકતા દર્શાવે છે.
સાંચિ સ્તૂપ- બુદ્ધ ના જીવન ની સમજ
મધ્ય પ્રદેશ માં આવેલ આ સાંચિ ના સ્તૂપ માં ભગવાન બુદ્ધ ના અવશેષો રાખવામાં આવ્યા છે. અને આ જગ્યા બુદ્ધ ધર્મ નું પાલન કરવા માટે નું પવિત્ર સ્થળ છે. આ સ્તૂપ નું નિર્માણ સમ્રાટ અશોકે કર્યું હતું.
કોણાર્ક મંદિર-સુર્ય દેવ ને અર્પિત મંદિર
રાજા નરસિંહદેવ એ ઓડિશા ના પૂરી શહેર થી દૂર આ મંદિર ની સ્થાપના કરી હતી. બંગાળ ની ખાડી ના તટ પર આવેલું આ મદિર ઐતિહાસિક ઇમારતો માં સમાવેશ થાય છે. જે સુર્ય દેવ ને અર્પિત છે.
વિક્ટોરિયા મેમોરિયલ- કોલકત્તા
ભારત માં બ્રિટિશ શાસનકાળ દરમિયાન વિક્ટોરિયા મેમોરિયલ નું નિર્માણ થયું હતું. તે સમય ના વાઈસરૉય લોડ કર્જન એ તેનો આઇડિયા આપ્યો હતો. આની અંદર એક મ્યુજિયમ છે જે બ્રિટિશ શાસન ની યાદ અપાવે છે. જેમાં હથિયારો, મૂર્તિઓ અને રાની વિક્ટોરિયા ની છબી પણ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team