શું તમે તમારા લગ્નની તૈયારી અને તેનાથી જોડાયેલી દરેક નાનીથી નાની વસ્તુઓ જેમકે કપડા, મહેમાનોની યાદી, ફોટોગ્રાફર વગેરે માટે ઘણી રાતો જાગીને કાઢી છે અને પછી પણ તમને લાગ્યુ હશે કે યાદી પૂરી નથી થઈ. આ ભાગદોડમાં એક વધુ નવા જીવનની શરૂઆત કરવાની ખુશીમાં, તમારા હનીમુનનો પ્લાન ઘણો પાછળ જ છૂટી જાય છે. આવા સમયમાં તમે ઇચ્છો કે કોઈ લગ્નની યોજના કરનાર તમારી સામે આવે અને તમારા માટે સૌથી સારી હનીમૂનની જગ્યા અને હોટલ બુક કરાવી દે. છેલ્લે તમારા જીવનની આ પળ પણ સંપૂર્ણ હોવી જોઈએ ને.
તો હસો અને આગળ વાંચો. અમે પૂરા ભારતમાં શોધીને હનીમૂનના પ્રેમ ભરેલા પળ વિતાવવા માટે ૫ શ્રેષ્ઠ જગ્યાઓ પસંદ કરી છે. આ જગ્યામાંથી કોઈ પણ એક પસંદ કરો અને તેવી યાદો સજાવો જે જીવનભર તમારા માટે યાદગાર બની જાય.
1. ગોવા-
હનીમૂન સ્ટાઈલ : ફન / પાર્ટી
ગોવા કોઈ પરિચયનો મહોતાજ નથી. હનીમૂન યુગલ વચ્ચે ખુબજ પ્રખ્યાત જગ્યા, ગોવામાં તમારા માટે ઘણુંબધું છે જે તમને હનીમૂન મૂડની બહાર નીકળવા જ નહિ દે. શાંત બીચ, શાનદાર પોર્ટુગીઝ, આર્કિટેકચર, જોશ ભરી દેનારી ફેણી, વે- રોક – ટોક નાઇટલાઈફ અને સ્વાદિષ્ટ મજેદાર વિન્ડલું અહી તમને ગોવાની સામે વાદળી સમુદ્ર અને તેની પાછળ ચમકતો સૂર્ય જોવા મળશે. ગોવામાં તેવુ ઘણું બધું છે, જે વારંવાર પ્રેમમાં ડૂબવા માટે મજબૂર કરી દેશે અને તમારા લગ્નના જોશને ક્યારેય ઓછો નહિ થવા દે.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
• ચપોરા કિલ્લા પર તમારા પ્રેમી સાથે સનસેટ ના શાનદાર નજારામાં ડૂબી જાઓ.
•સફેદ રેતીમાં બિયર સાથે હાથોમાં હાથ નાખીને ચાલો અને ઝૂંપડીની અંદર આરામ ફરમાવો.
• ગોવામાં કેટલાક શ્રેષ્ઠ કલબ, જેમકે એલ. પી. કે , લવ પૈશન કર્માં, મૈબો જ યા ટિટો જ માં આખી રાત નાચીને વિતાવો.
• થોડો સમય આરામ કરો અને મસાજ કરી લગ્નના ફંકશન નો થાક દૂર કરો.
ક્યાં રહેવું:
૧. હોટલનું નામ – રિસોર્ટ રિયો
- હોટેલની ખાસિયત : આ ઘણા પ્રખ્યાત બિચની નજીક છે અને અહી ઉત્તમ સ્પા ની સુવિધા ઉપલબ્ધ છે.
૨. હોટલનુ નામ : નોર્થ ૧૬
- હોટેલની ખાસિયત : તે બીચની ઘણી નજીક છે અને અહી શહેરનો સૌથી મોટો પુલ અને હલન ચલન થી ભરેલો પુલસાઈડ બાર પણ છે.
Image by Richard Mcall from Pixabay
2. અંદમાન ( નીલ આઇલેન્ડ ) –
હનીમૂન સ્ટાઈલ : આરામદાયક / બીચ.
હનીમૂન માટે તમારી પસંદગીની યાદીમાં અંદમાનને સૌથી ઉપર હોવું જોઈએ કેમકે અહીંના સ્વર્ગ જેવા બીચ તમને બીજે ક્યાંય નહિ જોવા મળે. બીચ ને અડતી સૂર્યની કિરણો, ઇતિહાસની જલક અને વિશ્વકક્ષાના પાણીની રમતો, અંદમાન ના હનીમૂન માટે એક આદર્શ સ્થળ છે. જ્યારે તમે બારીની બહાર લાઈટ હાઉસ ની ચમક ને આજુ બાજુના દ્વીપ પર પડતા જુઓ છો કે એશિયાના સૌથી સારા બિચની સફેદ રેતી ઉપર ચાલો છો, તો તમારે થાઇલેન્ડ, માલદીવ કે મોરિશ્સ જવાની જરૂર નથી. અંદમાનમાં યાદગાર પળો સજાવવા માટે દરેક યુગલને રોકાવાની સારી જગ્યા મળી જાય છે.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
- ખુલ્લા આકાશમાં તારા ની નીચે, બીચ પર એક કેન્ડલ લાઇટ ડિનર કરો. ( તેનાથી વધારે રોમેન્ટિક બીજુ શું જોઈએ)
- અંદમાન નું શુદ્ધ પાણીએ દરેક મરજીવાનુ સ્વપ્ન છે. એકસાથે મોટા દરિયાઈ જીવનનું અન્વેષણ કરો.
- ખૂબસૂરત સૂર્યાસ્ત ને જોવાનું ન ભૂલો, ખાસ કરીને પશ્ચિમી દિશામાં સનસેટ પોઈન્ટ થી દેખાતો સૂર્યાસ્ત.
ક્યાં રહેવું:
હોટલનું નામ : સી શેલ
- હોટેલની ખાસિયત : બાલ્કની થી દેખાતા લક્ઝરી ટેન્ટ અને કોટેજ.
શું હનીમૂન ને યાદગાર બનાવવા માટે તૈયાર છો? તો આજે જ તમારી ટિકિટ બુક કરો.
- અંદામાન માં યાત્રા દરમિયાન જો તમે નીલ આઇલેન્ડ માં એક સારું પેકેજ લઈને રોકાવા માંગો છો, તો અહી ક્લિક કરો. તમે બીજા પેકેજ પણ જોઈ શકો છો જેમાં નીલ આઇલેન્ડ ની સૈર પણ શામેલ છે.
3. કેરળ ( મુન્નાર )
હનીમૂન સ્ટાઈલ : રિલેક્સ.
ડુંગરો અને તળાવો, કોફીના બગીચા અને હાઉસ બોટ, સ્પા અને સ્પાઈસ કેરળમાં ઘણુંબધું છે. હરેલા ભરેલા ચાના બગીચામાં સાથે સાથે ચાલતા, તાજી હવામાં ખોવાઈ જાઓ કે કોઈ કોટેજમાં આરામ ફરમાવો. કેરળનું આકર્ષણ તમને વારંવાર અહી ખેચી લાવશે, કેમકે અહીંના બેકવોટર અને અહીંની હરિયાળીથી તમારું મન ક્યારેય નહિ ભરાય.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
- એક શાનદાર સ્પા સેશન.
- જો તમે અલ્લપ્પી કે કુમારકોમમાં રોકાવ છો, તો એક હાઉસ બોટ રાઇડ જરૂર લેવી. દેવદારના ઝાડથી ધીમા બેકવોટરના નજારાને શૈમપેન સાથે મજા લો.
- કોઈ કાર/ બાઈક ભાડેથી લો અને વાયનાડના પહાડો પર સવારી ની મજા લો.
- ચાઇનીઝ કૈટામારૈન ના કાંઠે બેસીને સુંદર ક્ષીતીજ પર ડૂબતા સૂરજનો આનંદ લો.
ક્યાં રહેવું:
૧. હોટલનુ નામ : ધ ટૉલ ટ્રીજ
- હોટેલની ખાસિયત : પ્રાકૃતિક સુંદરતા, આયુર્વેદ અને સ્પા ટ્રીટમેન્ટ.
૨. હોટલ નું નામ : લેજર ઈન લે સેલિસ્ટમ.
- હોટેલની ખાસિયત : રૂમથી ઘાટીના અસામાન્ય નજારા, ચિન્નાર ના વન્યજીવ અભયારણ્ય માટે ટુરનું આયોજન.
Image by confused_me from Pixabay
4. કાશ્મીર ( ગુલમર્ગ )
હનીમૂન સ્ટાઈલ : લકજરી.
આવો નજારો જોઈને સ્વિટ્ઝરલેન્ડ પણ
શરમાઈ જાય, કાશ્મીરને હનીમૂન માટે એક સંપૂર્ણ ડેસ્ટીનેશન બનાવે છે. તમારા રૂમમા આગ કે હિટરની સામે બેસીને, ઠંડા વાતાવરણ અને પ્રાકૃતિક સફેદ બરફનો આનંદ માણો અને બારીની બહારના અદભૂત દૃશ્યો જુઓ. સમય કાઢીને તમારા પ્રેમી સાથે સ્થાનિક જમવાનો સ્વાદ લો, બરફ વાળા ડુંગરો, ફૂલોથી ભરેલી વાડીઓ અને શાનદાર સાગરના નજરાનો આનંદ લો અને જાતે સમજો કે કેમ આખી દુનિયામાં કાશ્મીરની સુંદરતાની કોઈ તુલના નથી.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
- એક સાથે ગંડોલાની સવારી કરો. ૧૪૦૦૦ ફૂટથી ગુલમર્ગ ને જોવો એક અલગ જ અનુભવ છે.
- ગુલમર્ગ ની સ્ટ્રોબેરી ઘાટીમાં જાઓ અને તાજી સ્ટ્રોબેરી ચાખો.
- શ્રી નગરમાં દલ તળાવની મુલાકાત લો અને કાશ્મીર ની કલી ફિલ્મના તે પ્રખ્યાત દ્રશ્યોને ફરીથી યાદ કરો જેમાં શમ્મી કપૂર, શર્મિલા ટાગોર એ શિકારે માં રોમાન્સ કરે છે. આજ તે સમય છે જયારે તમે ફિલ્મી પર્દાને વાસ્તવિક જીવનમાં જીવી શકો છો.
ક્યાં રહેવું:
૧. હોટલનુ કરો : હિવન રીટ્રિટ
- હોટેલની ખાસિયત : સુંદર સ્થળ , ગંડોલા રાઇડની નજીક .
૨. હોટલનુ નામ : નીડસ હોટલ
- હોટેલની ખાસિયત : વિંતેજ હોટલ, વિશ્વ પ્રસિદ્ધ સ્કી રિસોર્ટ ની નજીક.
5. રાજસ્થાન ( ઉદયપુર )
- હનીમૂન સ્ટાઈલ: કલ્ચર / ક્લાસિક રોમાન્સ
શું ઉદયપુર ખરેખર એટલું જ સરસ છે જવું ફિલ્મમાં જોવા મળે છે? જવાબ છે – હા. ભવ્ય મહેલ, સંગ્રહાલયો અને ઠેકાણાવાળા તળાવો ઉદયપુરને ભારતના સૌથી રોમેન્ટિક જગ્યાઓ માંથી એક બનાવે છે. તમારા પ્રેમી સાથે હાથોમાં હાથ નાખીને ઉદયપુરના રસ્તા પર ફરો અને રાજપૂતની શાન – ઓ – શોકત ને મહેસૂસ કરો કે ઉદયપુરના રંગ અને સંસ્કૃતિમાં ભળી જાઓ. ઉદયપુરમાં કરવા માટે તો ઘણુંબધું છે – શાંત નદીમા બોટિંગ કરી તમે ઇતિહાસના જીવતા જાગતા ફોટાને જોતા શાંતિનો અનુભવ કરી શકો છો અને તમારી સાથે લઈ જઈ શકો છો હનીમૂનથી જોડાયેલી એક એવી યાદ જેને તમે ક્યારેય ન ભૂલી શકો.
રોમેન્ટિક વસ્તુઓ જે તમે કરી શકો છો:
- બેક ડ્રોપના રૂપમાં કોઈ પણ એક વૈભવી મહેલ પસંદ કરો અને લગ્ન પછીની ફોટોગ્રાફી કરો.
- પિચોલા નદી પર સનસેટ બોટ ક્રુઝ લો અને સૂર્યાસ્ત વખતે જગમગતા રસ્તાનો આનંદ લો.
- શહેરના ન ગણાય તેવા રૂફ્ટોપ રેસ્ટોરન્ટ થી ઉદયપુરનુ ચમકતું આકાશ જુઓ.
ક્યાં રહેવું:
૧. હોટલ નું નામ : રમાદા ઉદયપુર રિસોર્ટ.
- હોટેલની ખાસિયત : સ્પા, કોકટેલ બનાવવું અને કુકીંગ સેશન, થીમ રૂમની સાથે ઇકો ફ્રેન્ડલી રિસોર્ટ.
૨. હોટલ નું નામ : પર્પલ સીજ હેરિટેજ રિસોર્ટ.
- હોટેલની ખાસિયત : પ્રાકૃતિક સુંદર દ્ર્શ્ય, વેન્ટ્સવાળા જગ્યા ધરાવતા ઓરડા.
નોંધ : ઉપરોક્ત માહિતી અમે ઇન્ટરનેટ ઉપેરથી એકત્રિત કરેલ હોવાથી કોઈ પણ બૂકિંગ કરવતા પહેલા તમારે પૂરતી જાણકારી મેળવી લેવી
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team