લગ્નનાં રીવાજમાં વર્ષોથી કાંઈ ને કાંઈ ફેરફાર થતો આવે છે. હજુ હાલના સમયમાં પણ રીત-રશમમાં નવીનતા ઉમેરાતી રહે છે. એમ, મોડર્ન યુગનો નવો રીવાજ એટલે “હનીમૂન”. દરેક નવયુગલ લગ્ન બાદ એકસાથે સમય વિતાવવા ફરવા નીકળી જાય છે. એ સમયને જિંદગીનો યાદગાર પળ કહી શકાય. કેમ કે, કોઈ પણ વ્યક્તિ આજીવન આ સમયને ભૂલી શકતી નથી.
લગ્ન પછી શક્ય તેટલો ઝડપી સમયમાં હનીમૂનનો પ્લાન બનતો હોય છે. એકબીજાને જાણવા, સમજવા અને પ્રેમથી તરબોળ ખૂબસૂરત પળો માણવા દરેક યુગલ કોઈ એવા સ્થળની પસંદગી કરવાની ઇચ્છા થતી હોય છે, જે સ્થળ અતિસુંદર હોય, રોમાન્ટિક હોય અને ત્યાંના વાતાવરણમાં રોમાન્સની ખુશ્બુ હોય. તો આજે આપણે ભારતના ટોપ પાંચ હનીમૂન પ્લેસીસ વિશે માહિતી મેળવીશું.
૧. શ્રીનગર
જમ્મુ કાશ્મીરનું પાટનગર શ્રીનગર બેહદ ખૂબસૂરત શહેર છે. મોટા ભાગના કપલ્સ કશ્મીરને પહેલી પસંદ માને છે. કારણ કે કાશ્મીર ધરતીનું સ્વર્ગ કહેવાય છે. એમાં પણ શ્રીનગરની તો વાત જ કંઈક ઔર છે..!! હસીન વાદીઓ, ઠંડુ વાતાવરણ અને આહલાદક મૌસમ વચ્ચે જીંદગી તરોતાજા બની જાય એવો અહેસાસ આપી થાય છે. ઉપરાંત શ્રીનગરમાં અનેક ફરવાલાયક સ્થળો છે. ઉપરાંત બર્ફીલા પહાડો પર રોપ–વેની મજા પણ માણી શકાય છે. હનીમૂન માટે બેસ્ટ ઓપ્શન છે “શ્રીનગર”.
૨. ઉદયપુર
હનીમૂન માટેની જગ્યાઓની વાત આવે તો રજવાડી ઠાઠ ધરાવતા રાજસ્થાનને કેમ ભૂલાય? રાજસ્થાનનું ઉદયપુર શાહી બાંધકામનું બેજોડ નમુનાનું શહેર છે. અનેક ફરવાલાયક સ્થળો આ શહેરમાં આવેલા છે. ભવ્ય મહેલો, હોટેલો અને ખૂબસૂરત કિલ્લાથી સુસજ્જિત આ શહેર આકર્ષણનું કેન્દ્ર છે. અહીં હનીમૂન માટે સરસ સમય ચોમાસા પછીનો હોય છે. કેમ કે, આખુ શહેર ખુબસુરત નજરે લાગતું હોય છે.
૩. કુર્ગ
કુર્ગ ભારતનું સ્કોટલેન્ડ કહેવાય છે. કુર્ગ અતિ પ્રસિદ્ધ હિલ–સ્ટેશન છે. ખળખળ વહેતા ઝરણાં, ઠંડી મોહક હવાઓ, મનમોહક સૂર્યાસ્ત અને ચોમેર હરીયાળીથી ભરેલું કુર્ગ હનીમૂનને ખાસ રોમાંચક બનાવી દે એવું છે. સાથે અહીંનાં ઊંચા પર્વતો સેલ્ફી માટે પણ બેસ્ટ રહે. એટલે ફોટો ક્લિક કરવાના શોખીન યુગલ માટે આ જગ્યા સારી રહે. જો કુદરતી સૌંદર્ય તમને પસંદ છે તો કુર્ગથી બેસ્ટ કોઈ સ્થળ જ નથી.
૪. શીમલા
હિમાલયની ગોદમાં વસેલું શીમલા. શિયાળાની ઋતુમાં બરફથી ઢંકાઈ જતું આ શહેર છે. એક ઝલકમાં જ મદહોશ કરી દે તેવું વાતાવરણ. અહીંની બર્ફીલી વાદીઓ, પહાડો, શીતળ હવાઓ, અનેક ફરવાલાયક સ્થળો તમારા હનીમૂનને ચાર ચાંદ લગાવી દેશે. શીમલા મોટા ભાગના લોકોનું પસંદીદા શહેર હોય છે.
૫. કેરલ
ભારતનાં દક્ષિણે છેડે આવેલું કેરલ શહેર પ્રવાસીઓના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. હનીમૂન માટે અથવા પ્રવાસાર્થે કેરલની પસંદગી કરનાર કદી નિરાશ ન થાય. કારણ કેઆ શહેરમાં આવીને મનને શાંતિ મળે છે. અહીં એટલા સુંદર સ્થળો છે. જેને એક વખત જોતાં મન ન ભરાય. વાત હનીમૂનની હોય તો કેરલનો નજરો એવો મનમોહક છે કે, મન હિલોળે ચડી જાય. આ ઉપરાંત અહીં નૃત્યકલા અને સંસ્કૃતિની ઊંડી છાપ જોવા મળે છે. શિલ્પ અને સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ ઉદાહરણ એવા મંદિરો પણ અહીં સ્થિત છે.
તો છે ને આ ૫ લોકેસન મસ્ત મજાના. જો તમે ફરવાના શોખીન હોય તો હનીમૂન વિના પણ આ સ્થળે ફરવા જવાય એવું છે. તો થઇ જાય એક વાર ટ્રાય….ગો રેડ્ડી….!!!
Author : Payal Joshi