જેમ ફળમાં કેરી એ રાજા છે એવી રીતે શાકભાજીમાં બટેટાને બહુમાન છે કારણ કે મોટાભાગના શાક બનાવતી વખતે બટેટાને ઉમેરવામાં આવે છે. આપ ભલે વર્ષોથી બટેટાની વાનગીઓ ખાતા હશો પણ આજના આર્ટીકલમાં બટેટાના સ્પેશ્યલ ઉપયોગ વિષેની જાણકારી અને ફાયદા જાણીને તમે ચકિત થઇ જશો!
શું તમે જાણો છો બટેટાથી વાળ અને સ્કીનની ટ્રીટમેન્ટ કરી શકાય છે?
મોટાભાગના લોકોને બટેટાના સામાન્ય ઉપયોગ વિષે ખબર હોય છે પણ બટેટાના સ્પેશ્યલ ઉપયોગથી વાળ અને સ્કીનની ટ્રીટમેન્ટ પણ કરી શકાય છે. વાળનો ગ્રોથ ડબલ કરવા માટે બટેટાનો ઉપયોગ ફાયદાકારક રહે છે. તેમજ સ્કીનનું ટેક્સચર મેઈન્ટેન કરવા માટે બટેટાનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન બની શકે એમ છે.
બટેટાથી શા માટે બ્યુટીમાં વધારો થાય?
બટેટામાં પોષક તત્વો હોય છે, જે શરીરને પોષણ આપવાનું કામ કરે છે. અને સ્વાસ્થ્યને સુધારવા માટે મદદ કરે છે. વિશેષમાં બ્યુટી બેનીફીટઝ પણ હોય છે, જે સ્કીન અને વાળને ખુબસુરતી આપવા માટે ઉપયોગી હોય છે.
કાચા બટેટાનો રસ સનબર્નથી બચાવે છે. સાથે ડાર્ક સર્ક્લસ અને ચહેરા પરની કરચલીને ઓછી કરે છે. હંમેશા સ્વસ્થ રહેવા માટે અને આ પ્રકારના ઘરેલું ઉપચારથી તમને જબરદસ્ત ફાયદો થશે. તો વધુ વાંચો નીચેની માહિતી :
આ રીતે કરો બટેટાનો ઉપયોગ તો થશે જબરદસ્ત ફાયદો :
- જે લોકો ખરતા વાળ અને વાળની રૂક્ષતાથી બહુ જ પરેશાન હોય છે. આ સમસ્યા ખતમ જ નથી થતી – આ સમસ્યા માટે બટેટા મદદરૂપ થઇ શકે છે. બટેટાનો કુદરતી રસ ખરતા વાળ અને વાળને લગતી અન્ય સમસ્યા માટે દવા જેવો ઓપ્શન બની શકે છે. વાળની કોઇપણ સમસ્યા માટે કાચા બટેટાના રસનો ઉપયોગ વાળમાં કરી શકો છો.
ખરતા વાળ માટે બટેટાનો ઉપયોગ :
- ખરતા વાળની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ૨ કાચા બટેટાનો રસ કાઢી લો. અને એ રસમાં ૨ ચમચી મધ અને એક ઈંડાની સફેદ જર્દી ઉમેરી મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને વ્યવસ્થિત રીતે વાળના મૂળના લગાડીને ૧ કલાક સુધી રહેવા દો.
- ત્યારબાદ સહેજ ગરમ પાણીથી વાળને ધોઈ લો.
બટેટાનો આ રીતનો ઉપયોગ વાળની રૂક્ષતાથી આપશે છુટકારો :
- વાળ રૂક્ષ બની જાય છે ત્યારે બેજાન થઈ જાય છે. અને વાળની ખુબસુરતી જતી રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય તો અડધી કટોરી બટેટાના રસમાં ૨ મોટા ચમચા એલોવેરા જેલ અને એક ચમચી લીંબુનો રસ ઉમેરો.
- આ મિશ્રણને સારી રીતે લગાવ્યા પછી ઓછામાં ઓછા બે કલાક સુધી વાળમાં રહેવા દો. પછી વાળને સહેજ ગરમ પાણીથી ધોઈ લો.
- આ મિશ્રણ લગાવ્યા પછી ચોવીસ કલાક સુધી કોઈ જ શેમ્પુ કે વાળમાં નાખવાના કેમિકલ્સનો ઉપયોગ કરવાનું ટાળવું.
- આ પ્રયોગથી વાળની રૂક્ષતામાં રાહત મળી શકે છે.
ચહેરાની ખુબસુરતી માટે બટેટાના રસનો ઉપયોગ :
ચહેરાની ખુબસુરતી એટલે માણસની ઘરેણું કહેવાય. તમે પણ ચહેરાની વિભિન્ન સમસ્યાઓને લઈને પરેશાન હોય તો બટેટાના રસનો આ રીતનો ઘરેલું ઉપયોગ કરી શકો છો :
- એક બટેટાના રસમાં સહેજ હળદર પાઉડર ઉમેરો અને આ બંનેને સારી રીતે મિશ્રણ કરો.
- ત્યારબાદ તેમાં ૧ ચમચી એલોવેરા જેલ ઉમેરો અને અડધી ચમચી મધની ઉમેરો.
- બધી જ સામગ્રીઓને સારી રીતે મિક્સ કરવા માટે પાંચ મિનીટ સુધી હલાવતા રહો.
- આ રીતે તૈયાર મિશ્રણને ચહેરા પર લગાવીને અડધી કલાક સુધી રહેવા દો.
- અહીં ખાસ નોંધ લેવી કે ચહેરા પર મિશ્રણ લગાવો એ પહેલા ચહેરાને પાણીની વરાળથી સાફ કરી લેવો.
- બટેટાના રસના આ ઉપયોગથી ચહેરાની ચામડી એકદમ સાફ થઇ જશે અને ચામડીની કુદરતી ચમક ધીમે ધીમે ફરી આવવા લાગશે.
- આ પ્રયોગ દર એક દિવસના અંતરે કરી શકાય છે. અને વધુ આપણે અનુકુળ સમય મુજબ.
બટેટાના રસના ગુણ ગણો એટલા ઓછા! ખરેખર બટેટાને શાકભાજીમાં ગણવાને બદલે થોડી નજર બદલીને બ્યુટી પ્રોડક્ટ તરીકે ઉપયોગ કરો તો ઘણો જ ફાયદો થાય છે. તો તમે પણ અજમાવો અહીં જણાવ્યા મુજબનો કોઈ ઉપાય…
આવી જ અન્ય રસપ્રદ જાણકારી જાણવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાય જાઓ અને મિત્રો સાથે પણ આ પેજને શેયર કરવાનું ભૂલતા નહીં.
#Author : Ravi Gohel