નિયમિત રીતે સવારે ચાલવાથી હદય હુમલાની આશંકાઓ લગભગ અડધી થઇ જાય છે. તેનાથી કોરોનરી હદય ની સમસ્યાઓનો ભય પણ ઓછો રહે છે.
ચાલવું તમારા હદય અને સ્નાયુઓને મજબૂત કરી તમારી કસરત કરવાની ક્ષમતાને વધારે છે અને આખો દિવસ થાક્યા વગર કામ કરવામાં પણ તમારી મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરીને રોગોથી દુર રાખે છે.
ચાલવું એ તમારા લોહીના પરીભ્રમણને સરખું કરી હદયની કામ કરવાની ક્ષમતા વધારે છે. જેનથી તમારી હાઈ બ્લડપ્રેશર અને હાયપરટેન્શન ની સમસ્યા ઓછી થઈ જાય છે.
ચાલવાથી લોહીમાં સારા કોલેસ્ટ્રોલ ની માત્રા વધે છે અને હદય હુમલાની સમસ્યા ઓછી થાય છે.
સવારનો ઓક્સિજન તમને અને ખાસ કરીને તમારા સાંધાઓને વધારે ઊર્જા પ્રદાન કરે છે.
જ્યારે તમે તંદુરસ્ત અને ફીટ અનુભવ કરવા લગો છો ત્યારે તમારી અંદર આત્મવિશ્વાસ વધી જાય છે અને તમે રોજબરોજ ની સમસ્યાઓ સામે લડવામાં વધુ સક્ષમ અનુભવ કરો છો. સવારે ફરવા માટે કાઢેલો સમય દિવસભરના થાકથી ભરેલા જીવનથી રજાનો સમય હોય છે.
દરરોજ સવારે ચાલવું એ તમારી પીઠ માટે એક ઉત્તમ કસરત હોય છે. આ તમારા સ્નાયુઓના વિકાસને સુરક્ષા આપે છે, પરિભ્રમણને વધારે છે અને એન્દ્રોફીનના પ્રકાશને વેગ આપે છે.
બધા ચાલવા નીકળનારાઓમાં એક પ્રકારની સહનશીલતા વિકસિત થઇ જાય છે જે તેને લાંબા સમય સુધી કસરત કરવામાં મદદ કરે છે.
ચાલવું એ તમને ઊર્જા આપે છે, જગાડે છે અને મગજને સંપૂર્ણ રીતે શાંત કરે છે. જ્યારે તમારો મૂડ અને મગજ બદલાઈ જાય છે ત્યારે તમે શારીરિક અને આધ્યાત્મિક ઉત્થાનનો અનુભવ કરો છો.
એક સામાન્ય માણસ અઠવાડિયામાં દરેક ૪ દિવસ જો ૪૫ મિનિટ સતત ચાલે તો તે તેના ભોજન માં કોઈપણ પ્રકારનો બદલાવ કર્યા વગર વર્ષ દરમિયાન ૮ થી ૧૦ કિલો સુધી ઓછું કરી શકે છે. ચાલવું એ તમને પાતળા થવામાં તો મદદ કરે જ છે સાથે તમારા સ્નાયુઓને ટોન કરવામાં પણ તમારી મદદ કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team