મધ ને ઘણી રીતે એક ઉપાય ના રૂપે ઉપયોગ કરી શકાય છે. મધ ના ફાયદા ઘણા છે. આ તમને પ્રાકૃતિક રીતે ઘણી સમસ્યાઓ સામે લડવા માં મદદ થઈ શકે છે. સારી તંદુરસ્તી માટે મધ ના ઉપયોગ ની ઘણી રીત અહી આપેલી છે.
Image by Anastasia Gepp from Pixabay
૧. ઉધરસ માટે રામબાણ
મધ તમને ઉધરસ ઓછી કરવામાં મદદરૂપ થઇ શકે છે. તે તમને ગળા ના દુખાવા સામે લડવામાં પણ મદદ કરી શકે છે. તમે આદુ ના રસ ના અમુક ટીપા લઈ શકો છો અને તેને એક ચમચી મધ માં ભેળવી શકો છો. તમે મધ અને આદુ નો ઉપયોગ થોડા દિવસો માટે રાત્રે સીતા પહેલા કરી શકો છો.
૨. ઘા ભરવા માટે અસરકારક
મધ ના એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ ઘા ભરવામાં મદદ થઈ શકે છે. મેયો ક્લિનિક મુજબ, મેડિકલ ગ્રેડ મધ નો ઉપયોગ ઘા ના ઉપચાર ને પ્રોત્સાહન આપવા માટે બતાવવામાં આવ્યું છે. ખાસ કરીને બળ્યા પછી. અધ્યયન એ પણ ઉપાય બતાવે છે કે ઉપચાર ને પ્રોત્સાહન આપવા માટે ઘા પર મધ લગાવી શકાય છે. પરંતુ તમારે ઉપચાર માટે મધ ઉપર આધારિત ન રહેવું જોઈએ. સાચા ઉપચાર માટે સૌથી પહેલા તમારા ડોક્ટર ની સલાહ લો.
Image by andreas160578 from Pixabay
૩. ચામડી માટે ફાયદાકારક
મધ ચામડી ની તંદુરસ્તી વધારવામાં પણ તમારી મદદ કરી શકે છે. આ એક પ્રાકૃતિક મોશ્વરાઇઝર ના રૂપે પણ કાર્ય કરે છે અને ખીલ ને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તમે મધ ની મદદ થી ઘરે બનાવેલા માસ્ક અને સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો. ચામડી ને મુલાયમ અને ચમકીલી બનાવવા માટે અઠવાડિયામાં બે વાર આ માસ્ક નો ઉપયોગ કરી શકો છો.
Image by Sammy-Williams from Pixabay
૪. અનિંદ્રા માટે લાભદાયી
અનિંદ્રા એક એવી સ્થિતિ છે જેમાં માણસ ને ઉંઘ લેવામાં તકલીફ પડે છે. ખોરાક માં મધ નો સમાવેશ એ સારી ઉંઘ ને પ્રોત્સાહન આપે છે. કેમ કે તે તમારા મન અને શરીર પર સુખદાયી અસર પાડે છે. તમે ગરમ દૂધ મા મધ મેળવી શકો છો અને સૂતા પહેલા પી શકો છો . સાથે દૂધ મા તજ અને મધ નાખી ને પણ લઈ શકો છો.
૫. હોઠો માટે અસરકારક
ફાટેલાં હોઠ માટે મધ નો એક ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. આ તમને નરમ હોઠ સુનિશ્ચિત કરવામાં મદદ કરી શકે છે. ફક્ત થોડું શુદ્ધ મધ લઈ ને તેને હોઠ ઉપર માસ્ક ની જેમ લગાવી શકો છો. તમે તમારું મધનું હોઠ સ્ક્રબ પણ તૈયાર કરી શકો છો.
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team