ગરમીમાં 😓 ફરવાલાયક ટોપ👉 7 સ્થળ👌👌👌

મિત્રો ઉનાળાની ગરમી ધીમે ધીમે વધી રહી છે અને જૂન માં હજી વધશે… અને આવી જ હુંફાળી ગરમીમાં થોડી રાહત મેળવા માટે તમે ઠંડી જગ્યા મળી જાય તો મોજ પડી જાય.

ચાલો ત્યારે ઉનાળાની રજાઓમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો નીચે જણાવેલી 7 જગ્યા એ તમે તમારી રજાઓનો આનંદ ઉઠાવી શકો છો.

1. સ્પિટી વેલી

Spiti Valley

સ્પિટી વેલી હિમાચલ પ્રદેશમાં આવેલ છે, સ્પિટી ખીણ એક વિશ્રામી સ્થળ છે, જે શિમલા અને મનાલીનું એક પ્રવાસી હબ છે. અહીં તમે રોડ ટ્રિપ અથવા એક સોલો બેકપેકિંગ સફર માટેનું આદર્શ સ્થળ છે.

2. સોનમર્ગ

Sonamarg

સોનમર્ગ જમ્મુ અને કાશ્મીરમાં આવેલું એક સુંદર અને રળિયામણું સ્થળ છે, સોનમર્ગ ખીણ 2800 મીટરની ઊંચાઈએ આવેલી છે. ત્યાં તમને ઘાસના મેદાનો, શાંત ગામો અને બરફથી ઢંકાયેલો વિશાળ વિસ્તાર જોવા મળશે જેના કારણે એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે.

3. મૈસુરી

Munsyari

7200 ફૂટની ઊંચાઈએ આવેલું મૈસુરી એ પિથૌરગઢ, ઉત્તરાખંડમાં આવેલું છે. મૈસુરીને ‘મિની કાશ્મીર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં તમે પંચચુલી શ્રેણીના 5 શિખરોને જોઈ શકાય છે અને સાચે જ જોવામાં આવે છે. નજીકમાં એક ટ્રેક પણ છે જે તમને 3600 મીટરની ઉંચાઈ સુધી લઈ જાય છે.

4. કોડાકાનાલ

Kodaikanal

તમિળનાડુમાં આવેલું, કોડાકાનાલ ‘કુદરત નો કરિશ્મા’ છે જ્યાં તમને ચારે બાજુ લીલાછમ મેદાનો જ જોવા મળશે.  બારીજમ તળાવ, પિટન્ટ અને ચેટ્ટીઅર બગીચા જેવા ઠંડા આબોહવા વાળા અને ઘાટાં ઘાસના મેદાનો સાથેનો વિશાળ વિસ્તાર, તમારા સમયને યાદગાર બનાવશે.

5. તવાંગ

Tawang

અરુણાચલ પ્રદેશમાં સ્થિત, તવાંગ રોમાંચક અનુભવનો આનંદ લેવા માટેના લોકોનું સ્વર્ગ છે. તવાંગ એક શાનદાર બરફથી ઢંકાયેલું નગર છે, જે વિશ્વનું આકર્ષણ છે અને તવાંગના ભવ્ય પર્વતો અને ગાઢ જંગલો તમને અચંબિત કરી દેશે. અહીં તમે સાથે સાથે નૂરાનાંગ ધોધની મુલાકાત લઈ શકો છો અને તેની સુંદરતાને માણી શકો છો

6. કુન્નુર

Coonoor

જો તમે રોજ ની ભાગદોડ થી કંટાળી ગયા છો?. તો તમિલનાડુમાં કુન્નુર તમારા માટે આદર્શ હિલ સ્ટેશન છે. અહીં તમને પર્વતોના સુંદર દૃશ્યો જોવા મળશે અને હા અહીં તમને Tourist ઓછા જોવા મળશે હા પરંતુ તમને મોટા મોટા ચા ના લીલાછમ બગીચા ઘણા જોવા મળશે જે કુન્નુરની સુંદરતા માં વધારો કરે છે

7. કુફરી

Kufri
હિમાચલ પ્રદેશમાં આવેલું કુફરી એ સુંદર પર્વતો વચ્ચે આવેલું એક બરફથી ઢંકાયેલું સુંદર મેદાન છે. શિયાળા દરમિયાન સ્કીઇંગ માટે આ સ્થળ બેસ્ટ છે જો કે, ઊનાળામાં પણ તમે ઘોડાની સવારીનો આનંદ માણી શકો છો.

આવા જ લેખો વાંચવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયા રહો. જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ.

લેખક – ફક્તગુજરાતી ટીમ

આર્ટિકલ કોપી કરતા પેહલા અમારી મંજૂરી લેવી જરૂરી છે

Leave a Comment