આ ખીચડીમાં સ્વાદિષ્ટ મસાલા ભરેલા શાક, ચોખા અને દાળનું સંયોજન ધ્યાનપૂર્વક એક સાથે રાંધવામાં આવ્યું છે. આ તુવરની દાળ અને મિક્સ વેજીટેબલની મસાલા ખીચડીને જ્યારે પાપડ અને છાસ સાથે પીરસવામાં આવે ત્યારે ખૂબ જ મજેદાર જમણ તૈયાર થાય છે.
- તૈયારીનો સમય: ૧૫ મિનિટ
- લાળવાનો સમય: ૧૫ મિનિટ
- બનાવવાનો સમય: ૧૭ મિનિટ
- કુલ સમય: 47 મિનિટ
સામગ્રી
- ૧ ૧/૨ કપ બાસમતી ચોખા
- ૧/૨ કપ તુવરની દાળ
- ૨ ટેબલસ્પૂન ઘી
- ૧/૪ ટીસ્પૂન હીંગ
- ૧/૪ ટીસ્પૂન હળદર
- ૨ ચપટીભર ખાવાનો સોડા
- ૧૦ નાના કાંદા
- ૫ નાના બટાટા , છોલેલા
- ૩ નાના રીંગણા
- ૩/૪ કપ લીલા વટાણા
- મીઠું , સ્વાદાનુસાર
મિક્સ કરીને મસાલાનું મિશ્રણ તૈયાર કરવા માટે
- ૧/૨ કપ તાજું ખમણેલું નાળિયેર
- ૪ ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
- ૪ ટીસ્પૂન ધાણા-જીરા પાવડર
- ૪ ટીસ્પૂન સાકર
- ૨ ટીસ્પૂન મરચાં પાવડર
- એક ચપટીભર હીંગ
- મીઠું , સ્વાદાનુસાર
વિધિ
- ચોખા અને તુવરની દાળને સાફ કરી જરૂરી પાણીમાં ૧૫ મિનિટ સુધી પલાળી રાખ્યા બાદ તેને નીતારીને બાજુ પર રાખો.
- તૈયાર કરેલા મસાલાના મિશ્રણના બે સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- બધા કાંદા, બટાટા અને રીંગણામાં બે આડા કાંપા પાડો, પણ ધ્યાન રાખો કે તે નીચેથી છુટા ન પડવા જોઇએ.
- આમ તૈયાર થયેલા કાંદા, બટાટા અને રીંગણામાં તૈયાર કરેલા મસાલાનો એક ભાગ દાબીને ભરી લીધા પછી તેને બાજુ પર રાખો.
- એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરી તેમાં ચોખા, તુવરની દાળ, હીંગ, હળદર અને ખાવાની સોડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મસાલા ભરેલા શાક અને બાકી રહેલો મસાલાનો બીજો ભાગ, લીલા વટાણા, મીઠું, અને ૩ કપ ગરમ પાણી મેળવી હળવી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- પાપડ અને છાસ સાથે તરત જ પીરસો.
Source – tarladalal