ટામેટાનો ઉપયોગ દરેક લોકો શાકભાજીના રૂપમાં પોતાના ઘરે કરતા જ હોય છે, અને તેની અંદર ઘણા બધા પૌષ્ટિક તત્વો પણ જોવા મળે છે, જે સ્વાસ્થ્યને અલગ અલગ પ્રકારની સમસ્યાઓથી દૂર રાખે છે. પરંતુ આ સમસ્યાઓમાં ત્વચાની સમસ્યા પણ સામેલ છે, ત્વચાની સમસ્યાને દૂર કરવા માટે ટમેટાનો રસ તમારી માટે ખૂબ જ કામ આવી શકે છે, તમને જણાવી દઈએ કે ટમેટાના રસનો ઉપયોગ કરવાથી ત્વચા ખીલેલી નજર આવી શકે છે, અને તેનાથી ત્વચા ઉપર પ્રાકૃતિકરૂપથી લાલિમા છવાઈ જાય છે. આજના આ લેખમાં અમે જણાવીશું કે ત્વચા ઉપર તમે ટમેટાના રસનો ઉપયોગ કંઈ રીતે કરી શકો છો. તો ચાલો જાણીએ ત્વચા માટે ટમેટાના જ્યુસના અદ્દભુત ફાયદા.
1 ) ટમેટાના જ્યુસને ત્વચા પર લગાવવામાં આવે તો ચહેરા પરની મૃત કોશિકાઓને દૂર કરવાની સાથે સાથે ચહેરો સાફ પણ રાખી શકાય છે, અને તેનાથી ન માત્ર ચહેરો ખીલેલો દેખાય છે, પરંતુ ચહેરા પરના ડાઘા અને ધબ્બા પણ દૂર થઈ જાય છે.
2 ) જો ત્વચા ઉપર ટમેટાનો જ્યુસ લગાવવામાં આવે તો તે સૂરજની હાનિકારક કિરણોથી ત્વચાની રક્ષા કરી શકે છે, તમને જણાવી દઈએ કે ટમેટાની અંદર વિટામિન સી અને ઍન્ટિ-ઑક્સિડન્ટ તત્વ જોવા મળે છે, જે ત્વચાને હાનિકારક કિરણોથી બચાવે છે, અને ત્વચાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
3 ) ટમેટાનો જ્યુસ ચહેરા ઉપરના રોમછિદ્રોને નાના કરવા માટે પણ ઉપયોગી છે, આપણી આસપાસ ઉપસ્થિત પ્રદુષણના કારણે ત્વચા ઉપર ઉત્પન્ન થતા ખીલ ત્વચાના રોમછિદ્રોને મોટા કરી શકે છે. અને તેના જ કારણે ત્વચા ઉપર ગંદકી જમા થઈ જાય છે. તમને જણાવી દઈએ કે ટમેટાનો જ્યુસ આ ગંદકીને દૂર કરવા માટે ખુબ જ મદદરૂપ સાબિત થાય છે, અને તે રોમછિદ્રોને નાના કરવા માટે પણ ઉપયોગી છે.
4 ) ટમેટાના બીજની અંદર વિટામિન સી અને વિટામિન એ ઉપસ્થિત હોય છે, એવામાં તેના ઉપયોગથી એજિંગની સમસ્યા દૂર થઈ શકે છે, જે લોકોને ચહેરા પર કરચલીઓ પડી જાય છે અને તેનાથી જો તમે પરેશાન છો તો તે ટમેટાના જ્યુસનો ઉપયોગ પોતાની ત્વચા ઉપર કરીને આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
ત્વચા ઉપર કેવી રીતે કરવો ટમેટાના જ્યુસનો ઉપયોગ
ટમેટાનું જ્યુસ અને એલોવેરા
આ મિશ્રણને બનાવવા માટે તમારી પાસે એલોવેરા જેલની સાથે ટમેટાનું જ્યુસ હોવું જરૂરી છે, હવે તમે એક વાટકીમાં ટમેટાનું જ્યુસ અને એલોવેરા જેલને સારી રીતે મિક્સ કરો, અને આ બંન્ને મિશ્રણને ચહેરા ઉપર લગાવો. 10 થી 15 મિનિટ પછી જ્યારે આ મિશ્રણ સુકાઈ જાય ત્યારે તમારી ત્વચાને સાધારણ પાણીથી ધુઓ. આમ કરવાથી ત્વચાની દરેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ટમેટાનું જ્યુસ અને ચણાનો લોટ
આ મિશ્રણને બનાવવા માટે ટમેટાનું જ્યુસ અને બેસનને એક વાટકીમાં મિક્સ કરો, અને આ બંન્ને મિશ્રણને તમારી ત્વચા પર લગાવો. 10 થી 15 મિનિટ પછી ત્વચાને સાફ પાણીથી ધુઓ, આમ કરવાથી તમારા ત્વચા ઉપર ઉપસ્થિત વધારાનું તેલ દૂર થઈ શકે છે, અને ત્વચા ચમકદાર દેખાઈ શકે છે.
ટમેટાનું જ્યુસ અને મધ
આ મિશ્રણને બનાવવા માટે ટમેટાનો જ્યુસ અને મધને એક વાટકીમાં મિક્સ કરો, અને આ બનેલ મિશ્રણને તમારી ત્વચા ઉપર લગાવો, ત્યારબાદ લગભગ 20 થી 25 મિનિટ પછી ત્વચાને સાધારણ પાણીથી ધુઓ, આમ કરવાથી ત્વચા પરના ડાઘા અને ધબ્બા દૂર થઈ શકે છે, અને ત્વચા ઉપર કુદરતી ચમક આવી શકે છે.
નોંધ : ઉપર જણાવેલ ઉપાયથી જાણકારી મળે છે કે, ટમેટાનું જ્યુસ ત્વચાની ઘણી બધી સમસ્યાઓને દૂર કરવા માટે ઉપયોગી છે. પરંતુ જો તમને ત્વચા સંબંધિત કોઈ બીજી સમસ્યા છે, તો તમારી ત્વચા ઉપર કોઈ એલર્જી છે, તો ઉપર જણાવેલ વસ્તુઓનો ઉપયોગ કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team