ટામેટાનો ઉપયોગ ભોજનમાં ખટાશ લાવવા માટે કરવામાં આવે છે. તે સિવાય ટામેટા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ટામેટા સ્વાસ્થ્યને સારુ રાખવાની સાથે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. ટામેટામાં વિટામીન એ,બી, સી, ઇ, કે અને બી-6થી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે ત્વચાને જરૂરી પોષણ આપવાનું કામ કરે છે. તેની સાથે ટામેટા ત્વચાના પીએચ સ્તરને સંતુલિત કરવામાં મદદ કરે છે. તેનાથી ખીલની સમસ્યા દૂર થાય છે. ચમકતી ત્વચાને મોંધી બ્યુટી પ્રોડક્ટમાં આવશ્યકતા નથી હોચી. ટામેટા નો સારી રીતે ઉપયોગ કરવાથી તમારી ત્વચાને ગ્લોઈંગ અને જવાન બનાવી રાખવામાં મદદ કરશે. જાણો કેવી રીતે …
ટેનિંગ દુર કરે છે
જો તમારો ચેહરો ધૂપના તેજ કિરણોથી કાળો પડી ગયો છે તો ટામેટું ચેહરા પર રગડો. તેમાં માટે ટામેટાની એક સ્લાઈસ લો અને તેને ચેહરા પર અઠવાડિયામાં ત્રણ ચાર વાર રગડો. તમારી ટેનિંગ પૂરી રીતે ખત્મ થઈ જશે.
ખીલ દુર કરે છે
ટામેટાંમાં રહેલા વિટામિન એ, બી, સી અને કે ચહેરાના એક્સેસ ઓઈલને ઘટાડવામાં મદદ કરે છે. તેને રોજ ચેહરા પર લગાવવાથી ખીલની પરેશાનીથી છુટકારો મળે છે. તેને માટે ટામેટાના ટુકડાને સર્ક્યુલર મોશનમાં રગડો, થોડીવાર પછી ઠંડા પાણીથી ધોઈ લો.
વાળ માટે પરફેક્ટ
ટામેટું તમારા માથામાં રહેલા ખોડાને દુર કરી શકે છે, વાળ ખરતા અટકાવે છે અને તેને ચમકદાર બનાવે છે. તેના માટે ટામેટાની છાલ અને બીજ કાઢી તેના રસને સારી રીતે મિક્સરમાં પીસી લો અને વાળમાં તેનાથી મસાજ કરો.
પોર્સ નાના કરે છે
તમે જોયું જ હશે કે ઘણા ના ચેહરા પર પોર્સ ઘણા ખરાબ દેખાતા હોઈ છે. તેને ઓછા કરવા માટે બસ ટામેટાનું જ્યુસ રોજ ચેહરા પર લગાવો.
ઓઇલી ત્વચા માટે બેસ્ટ
ટામેટું ઓઇલી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક છે. તેનાથી ચેહરાનું ઓઈલ પ્રોડક્શન ધીરે ધીરે ઓછું થાય છે, તેનાથી ખીલ જેવી પરેશાની ઓછી થાય છે.
ઉપરોક્ત જણાવેલ ઉપાય તમે તમારી રીતે દિવસ માં 1 અથવા 2 વખત કરી શકો છો અને તમને યોગ્ય લાગે એટલા દિવસો સુધી.
નોંઘ : જો તમને ટામેટાંની કોઈ ઍલર્જી હોય તો ડોક્ટરની સલાહ આવશ્યક છે
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team