મેષ : આજે પર્સનલ જીવનમાં કોઈ મજબૂરી તમને હેરાન કરી શકશે. તેના લીધે તમારા કામમાં અવરોધ આવી શકે છે. તમારા વાત કરવા અને સ્વભાવમાં થોડી સાવધાની રાખવી નહીં તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
વૃષભ : નોકરી કરવાવાળા મિત્રોને સંઘર્ષ કરવો પડશે. તમારી કહેલ વાતોથી કોઈને સમસ્યા થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકશો. તમારા નવા પ્રોજેક્ટથી તમને ભવિષ્યમાં સકારાત્મક પરિણામ મળશે. જમીન મિલકતને લઈને પરિવારમાં મુશ્કેલી થઈ શકે છે.
મિથુન : બીજા સાથે વાદ વિવાદમાં પડવું નહીં. ઓફિસમાં અધિકારી વર્ગ તરફથી તમને નવા પ્રોજેક્ટમાં સહકાર મળશે. નોકરી અને વેપારીઓ નવી યોજના પર કામ કરી શકશે. તમારા પ્રતિસ્પર્ધીઓ પર તમારો વિજય થશે. જમીન વેપારમાં જોડાયેલ મિત્રોને ધનલાભ થશે.
કર્ક : વેપારીઓને વૃધ્ધિ થવાના યોગ છે. કોઈ નકારાત્મક બાબતમાં તમે ફસાઈ શકો છો. આજે મહત્વના નિર્ણય લેવા માટે યોગ્ય દિવસ નથી. જીવનસાથી સાથે ગાડી ચલાવતા કે પછી રસ્તા પર સાવધાન રહો. કોઈ અસહાય વ્યક્તિની મદદ કરવાનો ચાન્સ મળશે.
સિંહ : આજે શારીરિક અને માનસિક રીતે પ્રસન્ન રહેશો. ઘર પરિવારની જવાબદારીઓ ઇગ્નોર કરશો નહીં. આજે કરવામાં આવેલ પ્રયત્નથી તમારા આવનાર સમયમાં તમને સફળતા મળશે. વેપારીઓ પોતાનો વેપાર વધુ વિસ્તાર કરી શકશો. પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.
કન્યા : આજે કામ સંબંધિત યાત્રા કરવા જઈ શકશો. આવનાર દિવસોમાં તમારી કમાણી વધી શકે છે. તમે અલગ અલગ સ્ત્રોતથી પૈસા કમાઈ શકશો. નોકરી કરતાં મિત્રોની મુશ્કેલીઓ વધી શકે છે. સંતાનના લગ્નની ચિંતા હેરાન કરશે. માતાનું સ્વાસ્થ્ય ચિંતાનો વિષય રહેશે.
તુલા : આજે સમજી વિચારીને નિર્ણય લેવો. યાત્રા દ્વારા તમને સારો લાભ મળશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ પૂરું કરી શકશો. ઘણા દિવસથી અટકેલાં પૈસા તમને પરત મળશે. તમારી મનોકામના આજે ચોક્કસ પૂરી થઈ જશે. સફળ થતાં આજે તમને કોઈ રોકી શકશે નહીં.
વ્રુશિક : આજે વેપાર અનુકૂળ રહેશે. પરણિત મિત્રો માટે આજે દિવસ ખૂબ સારો રહેશે. તમારી ઉર્જાનો આજે યોગ્ય પ્રયોગ કરો. કોઈ ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત થશે. તમારા કામમાં તમને ફાયદો થશે. મનમાં બેચેની વધી શકે છે. નાની નાની વાતોને લઈને ચિંતા કરવી નહીં.
ધન : સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ગુસ્સામાં કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. તમારા ખર્ચને કંટ્રોલ કરો. નવી યોજના બનાવી શકશો. લોન સંબંધિત કામમાં સફળતા મળશે. તમારું કામ સારી રીતે પૂરું કરવાથી તમારી વાહ વાહ થશે.
મકર : આજે લોકો તમારા કામના વખાણ કરશે. ધર્મ અને અધ્યાત્મ તરફ ધ્યાન વધુ રહેશે. રાજનીતિ સાથે જોડાયેલ મિત્રોને સફળતા મળશે. તમારે પોતાને સાબિત કરવા માટે આજે કેટલાક ચાન્સ મળશે. આજે તમે ઘણા વિચારમાં અટકી જશો. આજે નોકરી કરતાં મિત્રોને પ્રમોશન મળવાના ચાન્સ છે.
કુંભ : આજે તમે કામમાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓને નવા અવસર મળશે. પૈસા લેવડ દ્વાદમાં સાવધાની રાખવી. તમારી આર્થિક સ્થિતિને વધુ સારી બનાવવા માટે પ્રયત્ન કરો. પ્રેમીઓ વચ્ચે થોડો તણાવ વધી શકે છે. કરિયરમાં નવા મુકામ પર તમે પહોંચશો. બાળકો માટે મળેલ સલાહ તમને ફાયદો આપશે.
મીન : આજે જીવનસાથી સાથે સારી રીતે વ્યવહાર કરો. સંતાન તરફથી સારા સમાચાર મળશે. તમારા કામથી તમારા સહકર્મચારી અને ઉપરી અધિકારી પ્રસન્ન થઈ જશે. આજે કોઈ વિવાદમાં ફસાઈ શકો છો. ગાડી ચલાવતા સાવધાન રહો. પરિવારમાં દાહરમીક કામ કરી શકો છો.