વિચાર અને સમજ વગર મકાન બનાવવાથી એમાં ઘણા વાસ્તુ દોષ આવી જાય છે. જેની અસર આપણા જીવન પર પડે છે. વાસ્તુ શાસ્ત્રીઓ અનુસાર, થોડા ઘણા સામાન્ય પરિવર્તન કરી આ વાસ્તુ દોષ ને સરળતાથી સમાપ્ત કરી શકાય છે. નીચે એવાજ થોડા ઘણા ઉપાય અમે આપી રહ્યા છીએ, જેના મદદ થી ઘર નું વાસ્તુ દોષ આરામથી દુર કરી શકાય છે. આ ઉપાય છે :
- જો તમારા ઘરના ધાબા પર વ્યર્થ નો સામાન પડ્યો રહે છે તો તેને ત્યાંથી તરત હટાવી દો. પ્લાસ્ટર વગેરે ઉખડી ગયું હોય તો તત્કાલ મરમ્મત કરાવી લો.
- જો તમારા રસોડા ના ગેટ ની સામે બાથરૂમ નો ગેટ હોય તો આ નકારાત્મક ઉર્જા આપશે. આ દોષ થી બચવા માટે બાથરૂમ અને રસોડા ની વચ્ચે એક કપડા નો પરદો અથવા બીજા અન્ય પ્રકાર નું પાર્ટીશન ઉભું કરી શકો છો, આવું કરશો તો રસોઇ ઘરથી બાથરૂમ દેખાશે નહી.
- જો ઇશાન કોણ માં બોર અથવા અન્ડર ગ્રાઊંડ ટેંક આદિ ન બનાવી શકો તો ઇશાન માં એક જલ સ્તોત્ર લગાવી દોષ નું નિવારણ કરી શકાય છે.
- આગ્નેય કોણ માં રસોઇ ન હોવા પર ગૈસની સગડી ને રસોઇ ના આગ્નેય કોણ માં રાખી દોષ નું નિવારણ કરી શકાય છે. જો આ ઉપાય પણ ન થઇ શકે તો આગ્નેય કોણ માં એક જીરો વોટ નો બલ્બ ચાલુ રાખવો આમ કરવાથી દોષ થી બચી શકાય છે.
- જો ભૂખંડ ચૌકોર નથી તો આ અવશ્ય જોઈ લો કે લંબાઈ, ચૌઢાંઈ થી બે ઘણી અધિક હોય. જો લંબાઈ, ચૌઢાઈ થી બમણી હોય તો વધારાની ભૂ-ભાગ પર એક ઓરડા નો અલગ થી નિર્માણ કરાવી શકાય છે.
- આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI