ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માટે આવી રીતે કરો નારંગીની છાલના પાવડર નો ઉપયોગ 

Image Source

ચહેરાને ગ્લોઈંગ બનાવવા માટે વિટામીન સી ખૂબ જ જરૂરી છે. જો તમે ઇન્સ્ટન્ટ ગ્લો ની સાથે સ્કિનના પણ ઘણા પ્રોબ્લેમ થી છુટકારો મેળવવા માંગો છો તો તમે વિટામિન સી થી ભરપૂર નારંગીની છાલનો પાવડર લગાવી શકો છો.

Image Source

નારંગીની છાલ નો પાવડર વિટામિન સી થી ભરપૂર હોય છે. અને તેના કારણે તેની ઘણી બધી તકલીફોને દૂર કરે છે. નારંગીની છાલ માં ઘણા એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટિઝ હોય છે તેથી ચહેરા પર બનતા એક્નેના બેક્ટેરિયાને પણ સમાપ્ત કરે છે.

વધારે પડતા વિટામિન સી થી ભરપૂર ફળ એક બ્લીચીંગ એજન્ટ ની જેમ કામ કરે છે.અને તે બ્લીચિંગ એજન્ટની જેમ કામ કરતી વખતે ચહેરા પર આવતા ડાર્ક સ્પોટને દૂર કરે છે.

સ્કિનને એક્સફોલિએટ કરવામાં તેમાં ઉપસ્થિત ડેડ સ્કિનને સમાપ્ત કરી શકાય છે. જો તમે નારંગીની છાલના પાવડરનો સ્ક્રબ તરીકે ઉપયોગ કરશો તો તેનાથી નવા સેલ બનશે અને સ્કિન ઉપર નિખાર આવશે.

 

Image Source

લિપ બામ બનાવી ને હોઠ ની ટેનિંગને પણ દૂર કરી શકાય છે એ બનાવવા માટે નારંગીની છાલનો પાઉડર યોગ્ય માત્રામાં લો અને તેમાં ખાંડ સિવાય બદામનું તેલ પણ ઉમેરો. તેની એક પેસ્ટ બની જાય ત્યારબાદ તેને એક કંટેનરમાં રાખો અને લગભગ છ કલાક સુધી ફ્રિજમાં મૂકો હવે તેને એક બામ ની જેમ ઉપયોગ કરો.

નેચરલ ગ્લો ફેસપેક બનાવવા માટે એક વાસણમાં બેથી ત્રણ ચમચી નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં બે ચમચી ખાંડ અને નારિયેળનું દૂધ ઉમેરો. હવે આ પેસ્ટને સ્ક્રબ ની જેમ ઉપયોગમાં લો અને તમારી સ્કિન પર નિખાર મેળવો.

Image Source

સ્કિન પર નિખાર મેળવવા માટે ઊબટન બનાવવું પણ ખૂબ જરૂરી છે તેની માટે યોગ્ય માત્રામાં નાની ચમચી નારંગીની છાલનો પાઉડર લો અને તેમાં ગુલાબ જળના અમુક ટીપા ઉમેરો. જો તમારી સ્કિન ડ્રાય છે તો તેની માટે આ પેસ્ટમાં મધનો ઉપયોગ પણ કરી શકો છો તેને ચહેરા પર 10 મિનિટ સુધી લગાવો અને હલકા ગરમ પાણીથી ધોઇ લો.

Image Source

નારંગીની છાલનો પાવડર બનાવવા માટે નારંગીની છાલને છાયડામાં સૂકવી આવો ત્યારબાદ તેને ગ્રાઈન્ડરમાં પીસીને તેનો પાવડર બનાવવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment