લગ્ન બાદલોકો ઘણી વાર ફરિયાદ કરે છે કે તેમની વચ્ચેનો પ્રેમ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, તમારે તમારા સંબંધોમાં ફરીથી એનર્જી લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. વાત કરવી મુશ્કેલ થઈ શકે છે પરંતુ તમારા લગ્નજીવનમાં પ્રેમ જાળવવા તમારે કંઇક કરવું પડશે. તો સવાલ એ છે કે લગ્નના ઘણા વર્ષો પછી પણ તમારા સંબંધ માટે તમે શું કરી શકો છો.
તે પણ ત્યારે જ્યારે કે તમે એક બીજા ને જાણતા હોય અથવા તો તમને બંને ને શું ગમે છે અને શું નહીં તે જાણતા હોય. પરંતુ અમે તમને આ કામ કરવામાં સહાય કરી શકીએ છીએ. હા, આજે અમે તમને તમારા સંબંધોને સુધારવા માટે કેટલીક ટીપ્સ જણાવીશું, જેની સાથે તમે તમારા પ્રેમ ને ફરી થી જીવંત રાખી શકો છો જેમ તમે પહેલા પ્રેમ કરતા હતા.
તમારા જીવનસાથી માટે આ કરો આ ત્રણ કામ
૧. જ્યારે તમે સાથે હોવ ત્યારે મોબાઈલ નો વપરાશ ઘટાડો
જ્યારે પણ તમે તમારા જીવનસાથી સાથે હોવ ત્યારે મોબાઈલ નો ઉપયોગ ટાળવો. આ એટલા માટે છે કે જો તમે તમારા પાર્ટનર સાથે હોવ તો મોબાઈલનો ઉપયોગ ઓછો કરી તમારા પાર્ટનર સાથે વાત કરો. જો તમે રાત્રિ ના ભોજન કરતા સમયેપણ ફેસબુક મા મંડ્યા રહો છો, તો તમારે આ ટેવ ને સુધારવી. કમ્પ્યુટર ઇન હ્યુમન બિહેવિયરમા પ્રકાશિત થયેલા એક અધ્યયનમા ૧૧૬૦ વિવાહિત લોકોના ડેટાને જોવામા આવ્યું અને તેમાં સોશિયલ મીડિયાના ભારે ઉપયોગ અને સંબંધોની ખુશી વચ્ચે નકારાત્મક સંબંધ જોવા મળ્યો છે. આ તમારા જીવનસાથીને નારાજ કરી શકે છે
૨. જૂની રમુજી વાતો અને સ્મરણો યાદ કરો
જૂની યાદો ને તાજી કરીને તમે તમારા પ્રેમમાં પાછો પ્રેમ લાવી શકો છો. આવા સમયે કેટલીક વાર જૂની રમૂજી વાતો કામ કરે છે. મોટિવેશન અને ઇમોશન સ્ટડીમા પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ જો બે લોકો રમૂજી હોય તો તેમની જોડી સારી લાગે છે. તેઓ નાની-નાની વસ્તુઓ મા પણ ખુશ હોય છે અને બન્ને સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખે છે. જૂની બાબતો ને એ જ રીતે યાદ રાખવી એ યાદ અપાવે છે કે તમે પહેલાં એકબીજા ને કેટલો સમય અને પ્રેમ આપતા હતા અને હવે પેહલા જેવું કંઈ કરતા નથી.
૩. તમારા પાર્ટનર ને નાના-નાના કામો મા મદદ કરો
મિશિગન યુનિવર્સિટીના સર્વે રિસર્ચ સેન્ટર દ્વારા ૨૮ વર્ષથી પણ વધુ સમય માટે ૩૭૩ યુગલો પર અભ્યાસ કર્યો છે, અને તેમના સંશોધન સૂચવે છે કે તેમના પાર્ટનર માટે કરવામા આવતા નાના-નાના કામ થી તેઓ ખુશ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, કેટલીકવાર તમારા જીવનસાથી માટે કંઈક બનાવવું, જેમ કે ચા, કોફી પણ તેમને ખુશ કરી શકે છે. તેથી તમારે તમારા પાર્ટનર માટે સવારની કોફી અથવા ચા બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ અથવા તો તેમને ગમતુંભોજન બનાવવુ જોઈએ.
આજ સુધી તમે બંનેએ એક સાથે કેટલો સમય વિતાવ્યો છે અને હાલમાં તમારા સંબંધો કેવા છે તે મહત્વનુનથી. ફરક એ છે કે તમે એકબીજાને ખુશ રાખવા માટે કંઈક વિશેષ કરી શકો છો કે નહી. તેથી તમારા જીવનસાથીને અમુક ખાસ તારીખે બહાર ફરવા લઇ જાવ,તેમના માટે સરસ ડ્રેસ લાવો અને કોઈક વાર તેમને ગમતી યોજનાઓ બનાવો. આ રીતે તમે તમારા સંબંધોને સુધારી શકશો. આ સિવાય તમારે તમારા જીવનસાથીને પ્રેમ ની સાથેસાથે આદર પણ આપવો જોઈએ.
આ સાથે જ તમારું કામ કર્યા બાદ તમારે તેની સાથે વાતો કરવામા થોડોક સમય પસાર કરવો જોઈએ અને તેમને પ્રેમ આપવો જોઈએ. તમે એકબીજા માટે એકમાત્ર વસ્તુ કરી શકો છો તે તમારા પાર્ટનર ને આલિંગન આપવાનું પણ ક્યારેય ભૂલશો નહીં. આ નાનકડી વસ્તુ તમારા સંબંધોમા સંભાળ અને વિશ્વાસ ની લાગણી આપે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team