અમે તમને આ સમસ્યાને દૂર કરવાના અમુક ઘરેલૂ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને કારણે વારંવાર ડોક્ટર પાસે જઈને થાકી ગયા છો તો અપનાવો આ ઘરેલુ ઉપાય
ઘણા લોકોના દાંત ખૂબ જ સેન્સેટિવ હોય છે જેના કારણે કંઈ પણ ઠંડું અથવા તો ગરમ ખાવા પર તેમના દાંત માં ઝણઝણાટી નો સામનો કરવો પડે છે.તેને ડેન્ટલ હાઇપર સેન્સિટિવિટી પણ કહેવામાં આવે છે. તેમાં કંઈ પણ ખાવાથી તમારા દાંતમાં ખૂબ જ તીવ્ર ઝણઝણાટી થવા લાગે છે. એવામાં લોકો તેની માટે ઘણા પ્રકારની દવાઓનો સહારો પણ લે છે પરંતુ અમે તમને આ સમસ્યાને દૂર કરવા માટે અમુક એવા ઘરેલૂ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી આ સમસ્યા દૂર થઈ શકે છે.
હાઇપર સેન્સિટિવિટી ના કારણો
- કડક ટૂથબ્રશ નો ઉપયોગ
- પાયોરીયા રોગ
- તમાકુ અને ગુટખા નું લગાતાર સેવન
- વધુ ખાટા ખોરાક ખાવા
- દાંતનો અમુક હિસ્સો તૂટી જવો
- પેઢા ઢીલા થઈ જવા
- દાંતોમાં કીટાણું પડી જવા
સેન્સિટિવિટી થવા પર શું ખાવું જોઈએ
આમાં, તમારે સફરજન અને કેળા, સલાડ, સ્મૂધી, દૂધ, આખા અનાજ, ઓટમીલ, કાજુ, બદામ અને અખરોટ, ગાજર, બીટ, બ્રોકોલી, બટાકા, ડેરી ઉત્પાદનો જેવા ફાઈબરથી ભરપૂર શાકભાજી ખાવા જોઈએ.
સેન્સિટિવિટી થવા પર શું ન ખાવું જોઈએ
લીંબુ, કેરી, આમલી વગેરે જેવી ખાટી વસ્તુઓ, મીઠી વસ્તુઓ, કેન્ડી, આઈસ્ક્રીમ, કાર્બોનેટેડ કોલ્ડ ડ્રિંક્સ, સોડા વગેરે ન લેવું જોઈએ.
સેન્સિટિવિટીથી છુટકારો મેળવવા માટે ના ઘરેલુ ઉપાય
મીઠાના પાણીના કોગળા
સેન્સિટિવિટીથી છુટકારો મેળવવા માટે તમારે સામાન્ય ગરમ પાણીમાં બે ચમચી મીઠું ઉમેરીને સવારે અને રાત્રે સુતા પહેલા કોગળા કરવા જોઇએ.
સરસવનું તેલ
સેન્સિટિવિટીથી છુટકારો મેળવવા માટે તમારે એક ચમચી સરસવનો અથવા નારિયેળના તેલમાં અડધી ચમચી મીઠું ઉમેરીને દાંત અને પેઢા ઉપર મસાજ કરો ત્યારબાદ પાંચ મિનિટ પછી કોગળા કરો.
લીમડાનું દાતણ
કઠણ બ્રશ કરવાની જગ્યાએ લીમડાના દાતણ નો ઉપયોગ કરવો જોઈએ તેનાથી સેન્સિટિવિટી માંથી રાહત મળે છે.
કાચી ડુંગળી
ડુંગળી નાના-નાના ટુકડા કરીને દાંતોમાં પાંચ મિનિટ સુધી દબાવો, ત્યારબાદ સામાન્ય ગરમ પાણીમાં મીઠુ ઉમેરીને કોગળા કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team