Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
કોઈપણ ઇવેન્ટ હોય અને તેમાં જવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે તમારા મગજમાં સૌથી પેહલા સાડીનો વિચાર આવે છે. તમે તમારી સૌથી સરસ સાડીને કાઢી લો છો, પરંતુ તેને તમારી જૂની રીતે જ પહેરતા હશો. આજની છોકરીઓ ટ્રેડિશનલની સાથે મોર્ડન થવાનું પણ જાણે છે, તેથી તે સાડી ડ્રેપિંગની સ્ટાઈલમાં પણ બદલાવ લાવે છે. ડ્રેપિંગની નવી સ્ટાઇલ તમારા લુકને વધરવામાં મદદ કરશે અને તમે બીજાથી અલગ પણ દેખાશો. આ લેખમાં અમે તમારા માટે તેવાજ કેટલાક યુનિક અને અલગ સાડી ડ્રેપિંગની રીત જણાવવા જઈ રહ્યા છીએ.
Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
મુમતાઝ સ્ટાઇલ
આ સાડી પહેરવાની એક રેટ્રો શૈલી છે, જેને બોલીવુડ દિગ્ગજ અભિનેત્રી મુમતાઝે લોકપ્રિય બનાવી હતી. ત્યારથી આજ સુધી આ સ્ટાઈલે ફેશનની દુનિયામાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ સ્ટાઈલમાં તેમ લાગે છે કે જેમ તમે એક સ્કર્ટ પહેર્યું છે અને તેની ઉપર પલ્લુને લપેટી લીધું છે. આ સ્ટાઇલ ત્યારે સારી લાગે છે જ્યારે તમે તેને યોગ્ય રીતે લેયર કરશો.
Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
બેલ્ટ સ્ટાઇલ
તમારી સાડીને એક નવો લુક આપવાનો એક સાધારણ અને સ્ટાઇલિશ રીત છે. કમર પર તમારી સાડીને પલ્લૂને બાંધવા માટે માત્ર એક બેલ્ટ જોઈએ. બેલ્ટ કોઈપણ પ્રકારની હોય શકે છે – સાધારણ, કડી વાળી, મેટલની અને જો તમે એક પારંપરિક લુક મેળવવા ઇચ્છો છો તો પારંપરિક કમરબંધ પણ પસંદ કરી શકો છો. તમારા લૂકને થોડો વધારે અલગ કરવા ઈચ્છો તો ક્રોપ બ્લાઉઝ અથવા ઓફ શોલ્ડર બ્લાઉઝ પણ પહેરી શકો છો.
Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
બટરફ્લાય સ્ટાઇલ
તમે ઘણા બોલીવુડ અભિનેત્રીને તેમની સાડીઓને એ રીતે પહેરતા જોઈ હશે. તે તમારી સાડીને સ્ટાઇલ કરવાની એક નોન બ્લકી અને આધુનિક રીત છે. બટરફ્લાય સ્ટાઇલ ફક્ત તમારા સ્ટાઇલને લુક આપતુ નથી, પરંતુ તે તમને પાતળા પણ બનાવે છે અને તેના શરીરને હાઇલાઇટ કરે છે. તેના તમારે પલ્લુની પાટલીને ખૂબ જાડી રીતે બનાવવાની હોય છે. સાથેજ તમારી છાતી પર સાડીએ રીતે પહેરેલ હોય કે તે બટરફ્લાય શેપમાં રહે.
Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
ફ્રન્ટ પલ્લુ સ્ટાઇલ
આ તમારી સાડીને પહેરવાની ગુજરાતી સ્ટાઇલ છે. અહી તમે પલ્લુને આગળથી પાછળની તરફ પહેરવાને બદલે તમારા ડાબા ખંભા પર પાછળથી સામેની તરફ લાઓ. તે તમારી સાડી પહેરવાની એક ખૂબજ એથનિક રીત છે. ટ્રેડિશનલ ઇવેન્ટમાં તમે આ સ્ટાઈલમાં તમારી સાડી પહેરી શકો છો. તેને થોડો મોર્ડન અંદાજ આપવાનો હોય, તો તમારા પલ્લુની પાટલીમાં બનાવી લો અને પછી એક લાંબા બકલ વાળી બેલ્ટ સાથે રાખો.
Image Credit: shutterstock, kalkifashion, utsavfashion
ધોતી સ્ટાઇલ
તમે અદિતિ રાવ હૈદરી, શિલ્પા શેટ્ટી કુંદ્રા અને સોનમ કપૂર જેવી અભિનેત્રીઓને આ સ્ટાઈલમાં જરૂર જોય હશે. ડ્રેપિંગની આ સ્ટાઇલ વધારે આરામદાયક છે કેમકે તમે તેમાં મુક્તપણે ફરી શકો છો. આ સ્ટાઈલમાં તફાવત ફક્ત એટલો છે કે તમારે પેટીકોટ પહેરવાની જરૂર નથી, તેના બદલે તમે એક પેન્ટ અથવા પગની ઘૂંટીની લંબાઈ વાળી લેગીંસ પહેરી શકો છો.
જ્યારે તમે કોઈ ફંકશન અથવા પાર્ટીમાં જઈ રહ્યા છો, તો સ્ટાઇલથી સાડીને ડ્રેપ કરી શકો છો. ઉમ્મીદ છે તમને આ લેખ પસંદ આવ્યો હશે. તેને લાઈક અને શેર જરૂર કરો અને આ પ્રકારની ફેશન ટિપ્સ માટે ફક્ત ગુજરાતી વેબસાઈટ સાથે જોડાયેલ રહો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “એક જ પ્રકારની ડ્રેપિંગ કરીને કંટાળી ગયા છો, તો જાણો સાડીને ડ્રેપ કરવાની 5 સરળ ટિપ્સ”