જો તમે ઇચ્છતા હોવ કે ડેરી પ્રોડક્ટસ જલ્દી થી ખરાબ ન થાય અને તેની ફ્રેશનેસ તેમની તેમ જળવાઈ રહે તો આજે જ અપનાવો આ ટિપ્સ.
ડેરી પ્રોડક્ટસ નો વપરાશ દરેક ઘર માં વધારે માત્રા માં થતો હોય છે. સાવરે ઉઠતાં જ દૂધ થી બનેલ ચા કે કોફી કે પછી દૂધ પીવાનું પસંદ કરે છે. આ ઉપરાંત પનીર, ચીજ, ઘી, માખણ વગેરે જેવી ડેરી પ્રોડક્ટસ ને આપણે રોજિંદા જીવન માં વાપરીએ છીએ. અને આમ પણ સારા સ્વાસ્થ્ય માટે તેનું સેવન ખૂબ જ લાભદાયી છે. પરંતુ મહિલા ઑ તેને સીમિત માત્રા માં જ ખરીદે છે. કારણકે તે જલ્દી બગડી જાય છે. જો તમે ઉકાળેલા દૂધ ને એક દિવસ સુધી ન વાપરો તો તે બગડી જાય છે.
આજ રીતે અન્ય ડેરી પ્રોડક્ટસ ને સાચવી રાખવા એક મુશ્કેલ ટાસ્ક જ છે.
આ તો આપણે બધા જ જાણીએ છીએ ડેરી પ્રોડક્ટસ ને ફ્રીજ માં રાખી શકીએ છીએ. પરંતુ ફ્રીજ માં તમે તેને કેવી રીતે સ્ટોર કરો છો એ પણ એક અહેમ હિસ્સો છે. ચાલો જાણીએ કેવી રીતે સ્ટોર કરી શકાય ડેરી પ્રોડક્ટસ ને..
દૂધ
દૂધ નો વપરાશ દરેક ઘર માં કરવામાં આવે છે. આ એક એવો ડેરી પ્રોડક્ટ છે જે જલ્દી થી બગડી જાય છે. એટલે જ દૂધ ને ખરીદતા પહેલા તેની પર તેની expiry date જોઈ ને જ લેવી. દૂધ ને સારું રાખવાનો સૌથી સારો ઉપાય એ છે કે તેને ફ્રીજ માં જ સ્ટોર કરો પણ જે દૂધ ની થેલી તમે પહેલા લીધી છે તેને પહેલા ઉકાળી લો. ત્યારબાદ તેને ઠંડુ કરી ને ફ્રીજ માં રાખી દો. દૂધ ને ઉકળવા માટે હમેશા સાફ વાસણ જ ઉપયોગ માં લેવું. જેનાથી દૂધ ફાટવાના ચાન્સ ઓછા થઈ જાય છે.
ઘી
ઘી નુ સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ ડેરી પ્રોડક્ટ ની એક ખાસિયત એવી હોય છે કે તેને રૂમ temperature પર પણ રાખી શકાય છે. તેને ફક્ત એક એર ટાઇટ કંટેનર માં મૂકવું પડશે. સાથે જ એક વાત યાદ રાખો કે ઘી નીકાળતા સમયે તમે એક સાફ ચમચા નો જ ઉપયોગ કરો. આ ઉપરાંત uv કિરણો થી પણ ઘી ને દૂર રાખો.કારણકે તે ઘી ને ખરાબ કરી શકે છે. જો તમે ઈચ્છો તો ઘી ને 6 મહિના સુધી ફ્રીજ માં સ્ટોર કરી શકો છો.
પનીર
પનીર ને ફ્રેશ રાખવા માટે એક સરળ ઉપાય છે. બ્લોટિંગ પેપર નો ઉપયોગ કરવો. તમે પનીર ને બ્લોટિંગ પેપર માં વીંટાળી ને ફ્રીજ માં મૂકી દો. આ ઉપરાંત પનીર ને મલમલ ના ભીના કપડાં માં વીંટાળી ને ફ્રીજ માં મૂકી શકો છો. જોકે ભીના કપડાં ને દર 4-5 કલાકે ભીનું કરવું. કારણકે ફ્રીજ પનીર ની સપાટી પર રહેલ ભીનાશ ને શોષી લે છે. આ ઉપરાંત પનીર ને એક પાણી ભરેલી વાટકી માં મૂકી ને પણ ફ્રીજ માં મૂકી શકાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team