ગરમીના દિવસોમાં સામાન્ય કરતા થોડો વધુ થાક લાગે છે. આ દિવસો દરમિયાન શરીરને પાણીની વધુ જરૂર પડે છે. કારણ કે મોટાભાગનું પાણી શરીરના તાપમાનને ઠંડુ રાખવા માટે પરસેવાના રૂપે વપરાતું હોય છે. ઉનાળામાં આખો દિવસ તો કામમાં અને કામની મથામણમાં નીકળી જતો હોય છે અને રાત પડતા થોડી રાહત થાય છે. એમાં પણ ઘરની અંદર સારી ઊંઘ તો લગભગ અશક્ય બની જાય છે. વધુ તો જયારે ઘરમાં એર કુલર કે એસી ન હોય ત્યારે..
પણ તમે ચિંતા ન કરો; આજ સ્પેશીયલ તમારા માટે જ અમે આ લેખ લઈને આવ્યા છીએ. જો ગરમીને કારણે રાત્રે ઊંઘ ન આવતી હોય તો અપનાવો આ ઉપાયો, જેના કારણે એકદમ આરામથી રાતની ઊંઘ લઇ શકશો. વાંચો વધુ આગળ માહિતી આ લેખમાં:
(૧) બેડરૂમને ઠંડો રાખો
આ ઉપાય આમ તો સામાન્ય છે, પણ બધા લોકો આવું કરતા નથી જેને કારણે બેડરૂમનું તાપમાન ઊંચું રહે છે અને રાતની ઊંઘને ડીસ્ટર્બ કરે છે. સામાન્ય ઉપાયમાં એવું છે કે, તમારા સુવાના ટાઈમ કરતા બે કલાક પહેલા બેડરૂમના બારી-દરવાજાને ખોલી નાખો, જેથી અંદર, બહારની તાજી હવાની આવશે, જે બેડરૂમને થોડો ઠંડો કરશે.
(૨) શરીરની નસ બિંદુને ઠંડા કરો
આ ઉપાય ઘણાખરા લોકો જાણતા નથી. આપણા શરીરની રચના એવી છે કે, શરીરના નસ બિંદુને ઠંડક આપો તો આખા શરીરના તાપમાનને ઓછું કરી શકાય છે. એ માટે હાથના કાંડા કે ગરદનની આસપાસ પાણીથી પલાળેલ કપડું રાખીને શરીરને ઠંડુ કરી શકાય છે. માનવ શરીરમાં રક્તપ્રવાહનું વહન કરતી નસો ત્વચાની નજદીક હોય છે. તો શરીરના નસ બિંદુને ઠંડક મળે તો શરીરનું તાપમાન ઓછું થાય છે.
(૩) સહેજ હુંફાળા પાણી વડે સ્નાન કરવું જોઈએ
આમ તો કોઇપણને આ ઉપાય સાંભળીને અચરજ લાગે એવું છે, પણ આ બિલકુલ સાચી વાત છે. થોડા હુંફાળા પાણી વડે સ્નાન કરવામાં આવે તો શરીરની અંદરનું તાપમાન બહારના તાપમાનને અનુકુળ થઇ જાય છે એટલે ગરમી ઓછી લાગે છે. આ ઉપાયનો અનુભવ કરવા એકવાર હુંફાળા પાણી વડે સ્નાન કરીને જુઓ તો ખ્યાલ આવી જશે.
(૪) આરામદાયક કપડા પહેરીને સુવું
ગરમીના દિવસોમાં રાત્રે શરીરમાં આરામ અનુભવાય એવા સહેજ ખુલ્લા રહેતા કપડા પહેરવા જોઈએ. ખાસ તો પરસેવો ચૂસી લે તેવા કપડા પહેરીને સુવાથી થોડી રાહત અનુભવાય છે. અમુક કાપડમાંથી બનાવવામાં આવતા કપડા પરસેવો શોષી શકતા નથી, જે રાતની ઊંઘમાં અવરોધ પેદા કરી શકે છે.
(૫) નીચેના રૂમમાં સુવાથી પણ રાહત થાય છે
ઘર બે માળનું હોય તો નીચેના રૂમનું તાપમાન ઉપરના રૂમ કરતા ઓછું હોય છે; કારણ કે ત્યાં સૂર્ય પ્રકાશ વધુ ન આવવાના કારણે ત્યાંનું તાપમાન ઓછું રહે છે. છત પર લગાવેલ પંખો પણ સહેજ ઠંડી હવા આપતો હોય છે કારણ કે છત ઓછી ગરમ થઇ હોય છે.
આ પાંચ એવા ઉપાયો છે, જે આમ તો સામાન્ય છે પરંતુ જો આ પાંચ ઉપાયોને અનુસરવામાં આવે તો રાત દરમિયાન સારી અને પુરતી ઊંઘ કરી શકાય છે. એ સાથે રોચક માહિતી તમને મળતી રહેશે. બસ, તમારે એક નાનું એવું કામ કરવાનું છે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલતા નહીં.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel