- ખૂબસૂરત દેખાવું બધાને ગમે છે પરંતુ ઘણા પ્રત્યનો પછી પણ રીઝલ્ટ શૂન્ય મળતું હોય તો આ લેખને કાયમી સાચવી રાખજો અને ધ્યાનથી વાંચજો..
બધા માણસો ખૂબસૂરતીને લઈને સીરીયસ હોય છે. ચહેરા પર કોઈ દાગ ન હોય અને બિલકુલ સાફ ચહેરો હોય તો ખૂબસૂરતી ચમકી ઉઠે છે. આ ખૂબસૂરતીનો મામલો યુવાન અવસ્થામાં વધુ કઠીન થતો હોય છે કારણ કે ઘણા કોસ્મેટીક અને ઘણી અન્ય ચીજવસ્તુનો ઉપયોગ કર્યા પછી પણ રીઝલ્ટના નામે શૂન્ય હોય છે. તો આજના આર્ટીકલમાં અમે અહીં અમુક એવી ટીપ્સ જણાવી છે જેનાથી ચહેરા પરના દાગ-ધબ્બાને દૂર કરી શકાય છે.
તમને જણાવી દઈએ કે આપણા શરીર અને ચહેરાની ત્વચાનો રંગ ખાનપાન ઉપર આધાર રાખે છે. એટલા માટે જો તમે ચહેરાને સુંદર બનાવવામાં માંગો છો અને શરીરમાંથી કચરો દૂર કરવા માંગો છો તમારે પાણી સાથે અમુક ખાસ પ્રકારની વસ્તુઓ ભેળવીને પીવાથી ફાયદો થશે. જેનાથી શરીરમાં રહેલા ડીટોક્સ બહાર નીકળી જશે.
(૧) ચિયા સીડ
ચિયા સીડ તુલસીનો એક પ્રકાર છે. આ સુપરફૂડમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને સાથે ઓમેગા-૩ ભરપૂર માત્રમાં હોય છે. જે બેજાન બનેલી ત્વચાને નિખાર આપે છે.
(૨) દાલચીની
દાલચીની એટલે કે ગુજરાતીમાં તેને તજ કહેવાય. આમ તો દરેક ઘરમાં સામાન્ય રીતે મસાલાના તરીકે તજ મળી આવે છે. એવી રીતે તજનો ઉપયોગ યોગ્ય કરવામાં આવે તો તેનાથી ઘણા ફાયદા પણ થાય છે. ચહેરાના દાગ અને ધબ્બાને દૂર કરવા હોય તો પીવાના પાણીમાં ઉકાળતી વખતે તેમાં એક ચપટી એક તજનો પાઉડર અને સફરજનના નાના ટુકડા ઉમેરી દો. આ પીવાથી તમને ઘણો ફાયદો થશે સાથે રક્તસંચાર શરીરમાં બરાબર થાય છે તેથી ત્વચામાં પણ નીખાર આવે છે.
(૩) મધ
મધથી શરીરને અનેક ફાયદા થાય છે. શરીરના હાનીકારક બેક્ટેરિયાને દૂર કરવા માટે મધ અતિ ઉપયોગી છે. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં મધ ભેળવીને મધ પીવાથી શરીરની ચરબી ઓછી થાય છે. મધનું રોજ સેવન કરવાથી ચહેરા પરના સ્કીન સ્પોટને પણ દૂર કરી શકાય છે.
(૪) સ્ટ્રોબેરી
પીવાના પાણીમાં સ્ટ્રોબેરીનો રસ મિશ્ર કરીને પીવાથી ચહેરા પરના દાગ-ધબ્બા દૂર થાય છે. આમાં વિટામીન-સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જેનાથી ચહેરા પર ગ્લો આવે છે. તો સ્ટ્રોબેરી પણ એક એવો ઓપ્શન છે જેનાથી ચહેરા પરના દાગ-ધબ્બાને દૂર કરી શકાય છે.
(૫) ફુદીના
ફુદીનાનું પાણી પીવાથી પેટ સાફ રહે છે અને ઓડકાર, ઉબકા જેવી તકલીફથી ફાયદો થાય છે. ખાસ ફુદીનાથી પાચનની પ્રક્રિયામાં ફાયદો થાય છે. જો પેટમાં કોઈ પ્રકારનો વિકાર ન હોય તો ચહેરા પર ફોલ્લી કે ખીલ થવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
આ આર્ટીકલને ખાસ સાચવીને રાખજો અમે અહીં સ્પે. તમારા માટે આ આર્ટીકલને અલગ-અલગ જગ્યાએથી માહિતી લઈને જાણવા જેવો બનાવ્યો છે. પાણી સાથે ઉપર જણાવેલ વસ્તુઓ પીવાથી શરીરઈ ત્વચામાં જબરદસ્ત ફાયદો થાય છે. સાથે ચહેરા પરના દાગ-ધબ્બાને દૂર કરી શકાય છે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : RavI Gohel