આજની દુનિયામાં બે વસ્તુ મહત્વની છે. એક ‘સમય’ અને બીજું ‘પૈસા’. પૈસાથી અત્યારે બધું થાય છે અને સમય પ્રમાણે ચાલીએ તો દરેક કાર્યને સફળ પણ કરી શકાય છે. સમય પ્રમાણે ચાલીએ તો પૈસાવાળું પણ થઇ શકાય અને આજની મોંઘવારીથી બચી શકાય છે. મોંઘવારીથી બચવા માટેનો આ એક ઉપાય છે જેને સમજવા માટે નીચે આપેલી કાલ્પનિક વાર્તા વાંચો :
ગોપાલ ગરીબ ઘરમાં જન્મ્યો અને તેને ખબર ન હતી કે, ભગવાને જીવનની શરૂઆત થઇ ત્યારથી જ પરીક્ષા લેવાનું શરૂ કરી દીધું છે. અત્યંત ગરીબ પરીવાનો આ બાળક સંઘર્શ કરવા માટે તૈયાર હતો પણ તેને ગમે તેમ કરી તેની પરીસ્થિતિ સુધારવા માંગતો હતો
આ કારણે તે ઘરને મદદ કરવા માટે કામ કરતો અને અભ્યાસ પણ કરી રહ્યો હતો. શાળામાં ભણતા બીજા વિદ્યાર્થીઓ તેના મિત્રો હતાં પણ ગોપાલ પાસે પૈસા ન હોવાને કારણે તે બધાથી દૂર રહેવાનો પ્રયાસ કરતો. તેના શાળાના મિત્રો મનોરંજન માટે મેળામાં ફરવા જાય અથવા નાટક જોવા જાય ત્યારે તે સાથે જવાની ‘ના’ કહી દેતો. તેના ખિસ્સામાં પૈસા ન હોવાના કારણે તે મોજમજા કરવાનું વિચારી શકતો ન હતો.
એકવાર એવું બન્યું કે, મિત્રોએ બહુ જ આગ્રહ કર્યો અને એ કારણે બધા ભેગા થઈને તેને નાટક જોવા માટે લઇ ગયા. એક મિત્રએ ગોપાલની ટીકીટના પૈસા પણ ચૂકવી દીધા. આ નાટક જોવામાં બધાને ખુબ મજા પડી પણ ગોપાલ મનમાં સતત વિચારતો હતો કે, મારા મિત્રને હું નાટક દેખાડી શકીશ?
આ પ્રશ્નએ તેની રાતની ઊંઘમાં ખલેલ પહોંચાડી હતી. જેવા બે-ચાર દિવસ પસાર થયા કે, ગોપાલના મિત્રએ તેની પાસે ટીકીટના પૈસા માંગ્યા. આ સાંભળી ગોપાલને ઘણો આંચકો લાગ્યો; કારણ કે ગોપાલ અત્યાર સુધી એમ જ સમજતો હતો કે તેના મિત્રએ તેને નાટક દેખાડ્યું છે.
આ ઘટના દરમિયાન ગોપાલ કાંઈ જ બોલ્યા વગર તેના મિત્રને તેની ટીકીટના પૈસા આપી દીધા. પૈસા લઈને તેનો મિત્ર ત્યાંથી નીકળી ગયો. એ રાતે ગોપાલને ઊંઘ ન આવી અને આખી રાત એ વિચાર કરતો રહ્યો કે, હવે આ પૈસાનો ખાડો કઈ રીતે પૂરવો?
ગોપાલ પાસે જે પૈસા હતાં તેમાંથી થોડા પૈસા નાટકની ટીકીટ પાછળ ખર્ચ થઇ ગયા હતાં અને હવે પૈસાનું જરૂર પડે તો શું કરવું અને પૈસાનું મેનેજમેન્ટ કરી રીતે કરવું? ગોપાલનું મહિનાનું બજેટ એકદમ અસ્તવ્યસ્ત થઇ ગયું. તેને એક મહિના માટે જે રકમ મળતી હતી એ રૂપિયામાંથી તેને જમવાનો ખર્ચ, સ્કુલની ફી અને કપડા પાછળ ખર્ચ થઇ જતો. હવે આ ટીકીટના પૈસા જેટલો ખાડો પૂરવું તો પુરવો કઈ રીતે? એ તેના માટે મુશ્કેલ થઇ ગયું હતું.
હવે નવા સંજોગોમાં પોતાનું બજેટ ગોઠવવા માટે તેને રોજીંદી જરૂરિયાતમાંથી કઈ રીતે પૈસા બચે એ વિચારવાનું ચાલુ કરી દીધું અને અંતે ગોપાલને એક રસ્તો મળી પણ ગયો. ગોપાલે બચત માટે એવું કર્યું કે, રાત્રે અભ્યાસ માટે સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કર્યો અને દિવસ દરમિયાન પંખો બંધ રાખીને ઝાડના છાયામાં અભ્યાસ કર્યો.
આ બચતના ભાગ રૂપે તેને વીજળીના પૈસા ઓછા ચૂકવવાના થયા અને ઓછા બજેટમાં પણ વ્યવસ્થિત રીતે મહિનો પૂરો કરી શકાયો. જે ટીકીટના પૈસાનો ખાડો પડ્યો હતો એટલા પૈસા વીજળીમાંથી બચાવીને તેને યોગ્ય કરી લીધા.
હાલના સમયમાં પણ વિચારીએ તો ઘણા બધા માણસોના મોઢે એવું સાંભળવા મળે કે, મોંઘવારી બહુ છે, પણ શું ખરેખર મોંઘવારી છે? સત્ય વાત તો એ છે કે, બિનજરૂરી ખર્ચ કરીને માણસ તેની પાસે રહેલા પૈસાનું બજેટ ખરાબ કરે છે, જેથી અસંતુલન પેદા થાય છે.
જરૂરિયાતને મર્યાદિત રાખીને, પૈસા બચાવવા માટેનો રસ્તો અપનાવીએ તો મોંઘવારી છે જ નહીં. આ વાત સાચી છે કે ખોટી એ તપાસીને જોવી હોય તો એક મહિના માટે ખર્ચ અને આવકની ગણતરી મુજબ જીવન જીવવાનો પ્રયત્ન કરીને જુઓ. અને જો વ્યવસ્થિત આવક મુજબ રહેવાનો પ્રયાસ કરશો તો મોંઘવારી છે જ નહીં..
આવી જ અવનવી માહિતી જાણવા માટે “ફક્ત ગુજરાતી”ના ફેસબુક પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અમે નવીનતમ માહિતીનો ખજાનો લાવતા રહીએ છીએ.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Re-write By : Ravi Gohel
1 thought on “આ લેખને એટલો શેર કરો કે, પૈસાથી તૂટેલા હોય એવા દરેક માણસ સુધી પહોંચે”