સવારે વહલા ઉઠવામાં તકલીફ પડે છે? તો અપનાવો આ સરળ ઉપાયો અને દૂર ભગાવો તમારી ઊંઘ ને

Image source

શું તમારે પણ સવારે ઉઠવામાં પરેશાની નો સામનો કરવો પડે છે કે પછી ઘણી વાર પ્રયત્નો કરવા છતાં સવારે ઉઠવામાં તમે સક્ષમ નથી હોતા??? તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. કેમ કે આજે અને તમને કેટલાક એવા જ સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદ થી તમારે સવારે ઉઠવામાં પરેશાની નો સામનો નહી કરવો પડે.

સવારે ઉઠવાની આદત સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે અને દરેક પોતાના બાળપણ માં વડીલો પાસે થી સાંભળ્યું હશે કે સવારે વેહલા ઉઠવું જોઈએ. ખરેખર, સવારે વહેલા ઉઠવાના ઘણા ફાયદા છે. સવાર ના સમયે તમારું મગજ તરોતાજા હોય છે. વિદ્યાર્થીઓ માટે તો સવાર નો સમય વાંચવા માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે મગજ જલ્દી બધી વસ્તુ ને સમજી શકે છે જેના લીધે તમને કોઈ પણ મુદ્દો સમજવામાં સરળતા રહે છે અને ને પણ વાચ્યું છે તે લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓ ની સાથે સાથે સવાર નો સમય બધા લોકો માટે સારો છે. આપણા માંથી વધારે પડતાં લોકો એ ઘણા પ્રયત્નો પણ કર્યા હશે કે સવારે વહેલું કેમ ઉઠાય. કેટલાક લોકો તો પોતે અપનાવેલા પ્રયત્નો માં સફળ પણ થયા હશે અને કેટલાક અસફળ પણ થયા હશે. ખરેખર, કેટલીક મહત્વ પૂર્ણ વાતો ને ધ્યાન માં રાખી ને સવારે વહેલા ઉઠવામા સફળતા પણ મેળવી શકાય છે.

જો તમારે પણ સવારે ઉઠવામાં પરેશાની નો સામનો કરવો પડે છે કે પછી ઘણી વાર પ્રયત્નો કરવા છતાં સવારે ઉઠવામાં તમે સક્ષમ નથી હોતા તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી. કેમ કે આજે અને તમને કેટલાક એવા જ સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ જેની મદદ થી તમારે સવારે ઉઠવામાં પરેશાની નો સામનો નહી કરવો પડે.

આકસ્મિક રીતે બદલાવ ન કરવો.

Image source
સવારે વહેલા ઉઠવા માટે ખાસ કરીને આ વાત નું ધ્યાન રાખો કે ક્યારેય પણ શરૂઆત મા વહેલા ઉઠવાનો સમય નક્કી ન કરો. સવારે ઉઠવાની આદત પાડવી છે તો તેની શરૂઆત ધીમેધીમે કરો. કેમ કે તમે ઘણા લાંબા સમય થી મોડા ઊઠી રહ્યા છો અને તમે અચાનક સવારે જલ્દી નવા સમય પર ઉઠશો તો તમારું શરીર તમારો સાથ બિલકુલ નહી આપે. એટલા માટે જ્યારે પણ સવારે વહેલા ઉઠવાની શરૂઆત કરવી છે તો ધીરે ધીરે કરો જેથી તમને ઉઠવામાં પરેશાની પણ ન થાય અને આરામ થી તમારી ઉઠવાની આદત પણ બદલાઈ જશે. જેમ કે તમે સવારે ૮ વાગ્યે ઉઠો છો તો બીજે દિવસે સવારે ૭ વાગ્યે ઉઠવાનો પ્રયત્ન કરો, કે પછી બીજો ઉપાય એ છે કે દરરોજ સવારે ૧૫ મિનિટ વહેલા ઉઠવાની શરૂઆત કરો અને જેમ તમે એક અઠવાડિયું આ રૂટિન નું અનુસરણ કરશો તો તમે સરળતાથી તમારા નક્કી કરેલા સમય પર ઉઠવામાં સક્ષમ બની જશો. આ રીતે શરૂઆત કરવાથી તમારું શરીર પણ તમારો સાથ આપશે અને તમે સવારે ઉઠવાનો આનંદ પણ માણી શકશો.

નિયમિત સમય સારણી.

Image source
જલ્દી ઉઠવા માટે સૌથી પહેલા આપણી સમય સારણી સરખી હોવી જરૂરી છે. સરખી સમય સારણી વગર આપણે ક્યારેય સાચી જલ્દી ઉઠવાની આદત નથી પાડી શકતા. બધા કામ માટે જો સમય પત્રક બનાવી લેવામાં આવે તો જલ્દી ઉઠવાની આદત પોતાની જાતે જ પડી જશે અને બધા કામ સમયસર થવા લાગશે. કોઈ પણ કાર્ય મા સફળતા માટે સમય સારણી નું હોવું ખૂબ જ જરૂરી છે. જેમ કે તમે એક વિદ્યાર્થી છો તો તમારી શાળા અને બાકીની ગતિવિધિઓ મુજબ એક સમય સારણી બનાવો અને તે મુજબ જ તમારી દિનચર્યા ને અનુસરો.

સમયસર સૂવું.

Image source
સરખી રીતે સૂવાનો મતલબ એ નથી કે તમને જ્યારે સમય મળે ત્યારે આઠ કલાક સુઈ જાઓ. સમયસર સૂવું એ બધા માટે જરૂરી છે તો તમે જલ્દી ઉઠવાની આદત પાડતા પહેલા સમયસર સૂવાની આદત શરૂ કરો અને જ્યારે પણ સુવા જાઓ ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણ ને તમારા થી દુર રાખી ને સુવો જેમ કે ફોન, ટેબ કે બીજી કોઈ પણ વસ્તુઓ. જેથી તમે કોઈ પણ પરેશાની વગર આરામ થી ઊંઘ કરી શકો. ધ્યાન રાખો કે તમારો સૂવાનો સમય કઈક એ રીતે હોય કે તમે ૬ થી ૮ કલાક ની સારી ઊંઘ લઈ શકો. જો ક્યારેક તમે પોતાને સૂવાના નિયમિત સમય કરતા એક કલાક વેહલાં થાક નો અનુભવ કરી રહ્યા હોય, તો કોશિશ કરવી કે તે દિવસે થોડા જલ્દી જ સુઈ જાઓ. તેનાથી તમને બીજા દિવસે સવારે ખૂબ સારો અનુભવ થશે.

સવારે જલ્દી ઉઠવાના ફાયદા.

1. સવારે જલ્દી ઉઠવાની આદત તણાવ ને ઓછું કરે છે.

2. સવારે જલ્દી ઉઠવાનો ફાયદો તમને ઊર્જાવાન બનવામાં મદદ કરે છે.

3. સવારે જલ્દી ઉઠવાથી તમને કસરત કરવાનો સમય મળે છે.

જો તમે આ સરળ ઉપાયો ને અપનાવો તો તમે પણ સવારે જલ્દી ઉઠવાનો લાભ મેળવી શકો છો. જ્યાં સુધી વાત કરી તેમાં વિદ્યાર્થી ઓ ને વહેલું ઉઠવું તેમના માટે ઘણું લાભદાયક છે તો આજ થી જ આ ઉપાયો નો તમારા જીવનશૈલી માં સમાવેશ કરો અને તમે જાતે અનુભવ કરશો કે આ સરળ ઉપાયો ની મદદ થી ખુબ જ જલ્દી તમને પણ સવારે જલ્દી ઉઠવાની આદત પડી જશે જેના કારણે તમારા દિવસ નું બધું કામ કોઈ પણ તણાવ વગર સરખી રીતે થઈ શકશે અને તમે ઘણો સરો અનુભવ કરશો.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment