બરફની બનેલી વિવિધ કલાકૃતિઓ,પ્રદર્શનો કદાચ બધાએ જોયેલા હશે.પણ એકાદ કલાકૃતિ કે એકાદ પ્રદર્શન નહી,પણ આખું શહેર જ બરફનું બનેલું હોય એ વાત માનવા કોણ તૈયાર થાય?
છતાં પણ આ હક્કીકત છે!વાત છે ચીનના હાર્બિન શહેરની.જેની બાબતમાં કહી શકાય કે આખું શહેર બરફનું બનેલું હોય તેમ લાગે!સામાન્ય રીતે હાર્બિનમાં શિયાળો બહુ ઠંડો અને લાંબો ચાલે છે.માટે અહીં દર વર્ષે જાન્યુઆરી મહીનામાં Ice And Show Festivalનું આયોજન કરવામાં આવે છે.આ ખરેખર બરફનો જ ઉત્સવ છે!
દેશ-વિદેશથી લાખો પર્યટકો આ અદ્ભુત ઉત્સવનો નજારો નિહાળવા અને આનંદ લૂંટવા હાર્બિન આવે છે.આ ફેસ્ટીવલમાં લોકો વિવિધ આકારના બરફના ઢાંચા બનાવે છે.હજારો લોકો બરફમાંથી કોતરીને વિવિધ ઇમારતો,પ્રદર્શનો બનાવે છે.જેને પરીણામે આખું શહેર બરફથી છવાયેલું હોય એમ લાગે છે!
હાર્બિનમાં જાન્યુઆરી મહિનામાં સામાન્ય તાપમાન -17॰C [માઇનસ ૧૭ ડિગ્રી સેલ્શીયસ ]જેટલું નીચું રહે છે.ક્યારેક તો તાપમાન માઇનસ ૪૭ ડિગ્રી સેલ્શીયસ પણ થઇ જાય છે!
આ ફેસ્ટીવલ દરમિયાન અહીઁ થતા Lantern Show અને Garden Party સહુથી પોપ્યુલર આકર્ષણ છે,જેનો લ્હાવો લેવા લાખો પર્યટકો ઉમટી પડે છે.
આશરે ૬ લાખ વર્ગ કિલોમીટરમાં આ ફેસ્ટીવલ ઉજવાય છે,મતલબ એટલા ભાગમાં બરફની જ દુનિયા!લોકો વિવિધ બરફના ચોસલામાંથી વિવિધ ઇમારતો,વાહનો વગેરે બનાવે છે અને પછી તેમાં રોશની પ્રગટાવે છે.રાત્રિના સમયે આ ઝળાહળા રોશની અદ્ભુત નજારો સર્જે છે.પરીલોક ધરતી પર અસ્તિત્વમાં આવ્યું હોય એવો ભવ્ય!
અહીં આ Ice and Show Festival ની ઝાંખી કરાવતી કેટલીક તસ્વીરો આપી છે.જે નિહાળીને આપને ઉત્સવની ભવ્યતા અને રોશનીનો અંદાજ આવી જશે.
Story Author: Fakt Gujarati Team & Kaushal Barad
તમે આ લેખ ‘Fakt Gujarati‘ ના માધ્યમ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર
૩ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ.. શું તમે હજી સુધી આપણું પેજ લાઈક નથી કર્યું???
મિત્રો, આ લેખ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો જય જય ગરવી ગુજરાત, જય ભારત