ગુજરાત રાજ્યને સમૃદ્ધ રાજ્ય કહેવામાં આવે છે કારણ કે અહીંની જમીનમાં ફળદ્રુપતા છે અને એથી વિશેષ ગુજરાતી લોકોના હદયમાં દયાનો સાગર છે. ગુજરાતમાં મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ છે. એમાંથી વડોદરા ગુજરાતનું ત્રીજા નંબરનું મોટું શહેર છે. વડોદરા ગુજરાત રાજ્યની સાંસ્કૃતિક રાજધાની છે અને આજે પણ વડોદરાને બીજા નામ બરોડાથી ઓળખવામાં આવે છે.
વડોદરા શહેર એટલે ફરવાલાયક શહેર છે. અહીં ઘણી એવી જગ્યાઓ છે જે ખરેખર જોવાલાયક છે. વડોદરામાં ઘણા સ્થળોની મુલાકાત લેવા જેવી છે અને અમુક એવી જગ્યાઓ પણ છે જે ભારતના ઈતિહાસ સાથે જોડાયેલી છે. અહીં સ્મારકો, સંગ્રહાલયો, ઉદ્યાનો, મંદિરો અને અન્ય આકર્ષણ જગાડે એવા સ્થળો પણ મૌજુદ છે.
આજના લેખમાં એવી જ રસપ્રદ માહિતી છે જેને જાણીને તમને વડોદરા શહેરની મુલાકાત લેવાનું મન થશે (એ પણ ચોક્કસથી!!)તો ચાલો જાણીએ આજના લેખમાં વડોદરા શહેરમાં આવેલા પર્યટક સ્થળો વિશેની માહિતી.
લક્ષ્મીવિલાસ પેલેસ :
વડોદરામાં આવેલ આ પેલેસ ભવ્ય છે અને વર્ષો પછી આજેય અહીંની ભવ્યતા જોતા જ છલકી ઉઠે છે. આ મહેલની કલાકૃતિ જોઇને અચંબિત થઇ જવાય છે અને વડોદરા શહેરમાં ફરવા માટે આવેલા લોકો આ પેલેસ જોઇને આનંદિત થઇ જાય છે.
કડિયા ડુંગર ગુફા :
આ ગુફા પહેલી અને બીજી શતાબ્દી વખતે બનાવવામાં આવી હતી. આ મોનોલીથીક સ્તંભમાંથી બનાવેલ ગુફા છે. અહીં કૂલ સાત ગુફાઓ આવેલી છે. વડોદરા શહેર ફરવા માટે ગયા હોય ત્યારે આ ગુફાને અચૂક નિહાળવા જેવી છે.
અકોન્તકા શહેર :
વિશ્વામિત્રી નદીના કિનારે સ્થિત એક નાનું શહેર છે જેને અકોન્તકા શહેર તરીકે ઓળખવામાં આવે છે. પાંચવી શતાબ્દી કાળમાં જૈન ધર્મનું આ મુખ્ય કેન્દ્ર કહેવાતું હતું. અહીં ઘણી જૈન પ્રતિમાઓ મળી આવી છે અને આજેય આ સ્થળને નિહાળવા માટે હજારો લોકો આવે છે.
ડભોઇ :
ડભોઇમાં કિલ્લો આવેલો છે, જે વાસ્તુકલાનું બેનમૂન ઉદારાહણ છે. ચાર દ્વારની વચ્ચે બનેલું આ નાનું ડભોઇ શહેર પણ જૈન ધર્મનું પ્રમુખ સ્થળ ગણવામાં આવે છે.
આ સિવાય વડોદરા શહેરમાં અન્ય ઘણા એવા સ્થળો મૌજુદ છે જેને નિહાળવા એ જિંદગીની હસીન પળ કહેવાય છે. વડોદરા શહેર એ ગુજરાત રાજ્યનું જાણીતું એવું શહેર હોવાને કારણે અહીં અલગ-અલગ વાનગીઓ પણ સ્વાદિષ્ટ અને અવારનવાર ખાવાનું મન થાય એવી મળે છે.
વડોદરા શહેરની માહિતી લખાવ બેસીએ તો સમય ઓછો પડે એમ છે પણ અમને આશા છે કે આજના લેખની માહિતી તમને ખૂબ પસંદ આવી હશે. આવનારા સમયમાં તમે પણ વડોદરા શહેરના મુલાકાતી બનો તો વડોદરા શહેરને દિલથી નિહાળવાનો મોકો ચુકતા નહીં.
આવી જ અન્ય રસપ્રદ માહિતી જાણવા માટે ફેસબુક પેજ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહેજો અહીં તમને અવનવી માહિતીનો ખજાનો મળતો રહેશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel