આ યુક્તિથી ફક્ત મિનિટોમાં દેખાશે ત્વચા પર અસર. ત્વચા પરની ગંદકી દૂર કરીને નવી સુંદરતા આપે છે. જ્યારે આ કામ ઘરે સંભવ છે તો પાર્લર જઈને સમય અને પૈસા શા માટે બગાડવા..
જો ઘરે બેઠા ફક્ત ૪ મિનિટમાં પાર્લર જેવી સુંદરતા મળી જાય તો ખરેખર કોઈ પાર્લર કેમ જવા ઈચ્છે. આજે અમે ખાસ તમારા માટે બે જુદા જુદા એવા ઉપાયો લઈને આવ્યા છીએ, જે થોડીવારમાં તમારો ચેહરો ચમકાવી શકે છે. ખાસ વાત એ છે કે તેના માટે તમારે ન તો વધારે સમય ખર્ચ કરવાની જરૂર છે કે ન તો વધારે સમય લગાવવાની.
તમારે ઘરમાં રાખેલી આ 4 વસ્તુઓની જરૂર છે:
ચાર મિનિટમાં ચેહરા પર પાર્લર જેવી ચમક મેળવવા માટે તમારે જે ચાર વસ્તુઓની જરૂર છે, તે આ રીતે છે…
- ચિરોંજી પાવડર
- ગુલાબ જળ
- બે ચમચી દહીં
- બે ચપટી હળદર
આ દરેક વસ્તુઓને કાઢીને ભેળવી લો અને એક પેસ્ટ તૈયાર કરી લો. જો તમારી પાસે ચિરોંજી પાવડર ન હોય તો તમે થોડી ચિરોંજી લઈને તેને પીસી શકો છો. તેના માટે ફક્ત એક મિનીટ લાગશે. કારણકે તમારે ચીરોંજીનો દળેલો નહિ પરંતુ કરકરો પાવડર જોઈશે.
સૌપ્રથમ આ કામ કરો:
ચેહરા પર તરત ચમક લાવવા માટે સૌથી પહેલા તમે તમારો ચેહરો ફેસવોશથી ધોઈ લો. જેથી ત્વચા પર જામેલી ધૂળ અને તેલ દૂર થઈ શકે. ત્યારબાદ ચિરોંજી પાવડરની તૈયાર કરેલી પેસ્ટ તમારા ચેહરા અને ગરદન પર લગાવો અને હળવા હાથેથી સ્ક્રબ કરો.
તમારે ફક્ત ૩ થી ૪ મિનિટ સુધી સ્ક્રબ કરવાનું છે. ત્યારબાદ તમે તેને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કરી લો. હવે તમારી ત્વચાને ટુવાલથી સાફ કરીને ચેહરા પર ગુલાબ જળ લગાવવાનું છે. તેને લગાવવા માટે તમે રૂ કે કોટન પેડને ગુલાબ જળમાં પલાળીને તમારા ચેહરા અને ગરદન પર લગાવો.
હવે સીરમ લગાવો:
હવે તમારે બે ટીપા ચેહરાના તેલ અથવા ફેસ સીરમની જરૂર છે. જો તમારી પાસે નથી, તો તમે બદામ તેલના બે ટીપાં પણ લઈ શકો છો. આ તેલને તમારા હાથમાં લઇને ચેહરા અને ગરદન પર ખૂબ જ હળવા હાથે બે મિનિટ સુધી મસાજ કરો. તમારી ત્વચા આ તેલને શોષી લેશે.
તમે ઈચ્છો તો હવે કોઇપણ ક્રીમ લગાવી શકો છો. જોકે તેની જરૂર તમારી ત્વચાને નથી. પરંતુ જો તમે કોઈ પાર્ટીમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છો તો પહેલા ક્રીમ જરૂર લગાવો અને તેની ઉપર મેકઅપ લગાવવાનું ચાલુ કરો.
આ બીજી સરળ યુક્તિ છે:
જો તમારે કોઈ અન્ય પદ્ધતિ જોઈએ છે, તો આ પદ્ધતિ પણ તમારા કામ શકે છે. સામાન્ય રીતે ચેહરા પર ચંદન પાવડરની પેસ્ટ લગાવવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ જો તમારી પાસે ફેસ પેક લગાવવા માટે પૂરતો સમય નથી, તો પછી તમે ચંદન પાવડર લઇને તેમાં અડધી ચમચી કોફી પાવડર અને એક ચમચી ખાંડ મિક્સ કરો.
આ દરેક વસ્તુઓને નારિયેળ તેલ સાથે ભેળવી લો. જો નારિયેળ તેલ ન હોય તો કોઈપણ ફૂડ ગ્રેડ તેલને ભેળવીને સ્ક્રબ તૈયાર કરો. ચેહરો ધોયા પછી ત્રણથી ચાર મિનિટ મસાજ કરો અને નવશેકા પાણીથી ચેહરાને જોઈ લો. તમારી ત્વચા નીખરી ઉઠશે.
બસ તમે તૈયાર છો…
હવે ચેહરો સાફ કર્યા પછી ગુલાબ જળને ટોનરની જેમ અને પછી બદામ તેલને સિરમની જેમ ચેહરા પર લગાવો. તમારી ત્વચા મુજબ કોઈપણ ક્રીમ લગાવો અને તમે પાર્ટી માટે તૈયાર છો.
જો તમે કોઈ ફંકશન માટે તૈયાર થતી સમયે મેકઅપ પહેલા આ રીતે તમારી ત્વચાને સાફ કરશો તો તમારી ત્વચા પર મેકઅપ વધારે બ્રાઇટ તેમજ કોમળ દેખાશે. કારણકે સ્વચ્છ અને સુંદર ત્વચા પર મેકઅપ ખૂબ જ સારી રીતે ફેલાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.