સંબંધને સફળ બનાવવા કોઈ જાદુ કામ નથી આવતો. ઘણી નાની નાની વાતોને લઈ ઘણા કપલ્સ વચ્ચે દુરીઓ આવવા લાગે છે. સંબંધ બનાવવા ઘણી મહેનત, જિમ્મેદારી અને પ્રયત્નો કરવા પડે છે. સંબંધની ખુબસુરતી બનાવી રાખવા માટે દરેક કપલ્સે આ 6 કામ જરૂરથી કરવા જોઈએ.
એકબીજાને હસાવો –
એકબીજા સાથે દિલ ખોલીને હસો કેમકે હસવાથી શરીરમાં ઓક્સીટોસીન હાર્મોન બને છે જે મુડ સારો રાખે છે. હંમેશા હસતા કપલ્સ એકસાથે ખુબ જ ખુશ રહે છે. આ લોકો હસતા હસતા તેના જીવનની ઘણી મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી લે છે. જો તમે પણ તમારા સંબંધને સફળ બનાવવા માંગો છો તો એક બીજાને હસાવતા રહો. તેનાથી સંબંધનો જાદુ જળવાઈ રહે છે.
મનમાં દુર્ભાવના ના રાખો –
જે કપલ હંમેશા ખુશ રહે છે તે એક બીજા પ્રત્યે કોઈ દુર્ભાવ નથી રાખતા. દરેક સંબંધમાં થોડા ઘણા તો જગડાઓ થાય જ છે પરંતુ કોશિશ કરો કે સુતા પહેલા તમારા મુદ્દાઓને સુલજાવી શકો જેથી આગળના દિવસની શરૂવાત સારી થાય. તમારી ભાવનાઓ ને ખુલ્લીને એક બીજા સામે રાખો જેથી તમારો પાર્ટનર આગળ જતા તેને ધ્યાનમાં રાખી શકે.
એકબીજા પ્રત્યે સંવેદનશીલ બનો –
સંબંધનો આનંદ ઉઠાવવા માટે એક બીજા પ્રત્યે સંવેદનશીલ બનો અને દરેક પળનો સાથે લાભ ઉઠાવો. તમે સંબંધના ઊંડાણમાં ત્યાં સુધી નહી જઈ શકો જ્યાં સુધી તમે તમારા પાર્ટનર સાથે ખુલીને જિંદગી નહી જીવો. એકબીજાથી પોતાનો ડર, ખુશી અને તણાવ બધી જ વસ્તુ વિષે વાત કરો. તેનાથી તમારો સંબંધ વધુ મજબુત થશે.
કોઈ રાજ ના રાખો –
કોઈ પણ વસ્તુને તમારા પાર્ટનરથી છુપાવીને રાખવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરી કોઈ એવી વાત જે તમારા પાર્ટનરને ના જણાવી હોઈ અને તે તેને બીજા પાસેથી ખબર પડે.
તમારા પાર્ટનરને તેની વાત કહેવાનો મોકો આપવો –
દરેક એવું ઈચ્છે છે કે તે તેની વાત ખુલીને કહે. તેના સાથીને તેની વાત રાખવાનો પૂરો મોકો આપો અને જયારે તે તેની વાત કહે ત્યારે વચ્ચે કોઈ પણ રોક ટોક વિના તેની વાત સાંભળો. એકબીજાની વાત કાપવાથી વાત પૂરી નથી થતી અને કડવાહત આવવા લાગે છે.
એકબીજા ને સ્પેસ આપો –
સંબંધને સફળ બનાવવા માટે એકબીજા ને સ્પેસ આપો. જરૂરી નથી કે બંનેના વિચાર એક્જેવા જ હોઈ. એકબીજા ની અસહેમતીને પણ સન્માન કરો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
1 thought on “સંબંધને મજબુત બનાવશે આ 6 રાઝ, મળશે પાર્ટનરનો ભરપુર પ્યાર”