આજે અમે તમને અમુક એવી તસ્વીરો દેખાડવા જઈ રહ્યા છીએ જેને જોઈ તમારું દિલ તૂટી જશે. આ ફોટો છે ઓડીસા ના મયુરભંજ જીલ્લાના કનિકા ગામના. જેમાં એક વૃદ્ધ મહિલા શૌચાલયમાં તેનું જીવન ગુજારો કરતી જોવા મળી હતી. આ ફોટોઓ જોઇને ઘણા લોકોની આંખમાં આંસુ આવી ગયા. આ મહિલા 72 વર્ષની છે. તેણી આ શૌચાલયમાં પાછલા ૩ વર્ષથી રહે છે. હેરાન કરી મુકે એ વાત તો એ છે કે ફક્ત દાદી જ નહી પરંતુ તેનો પૂરો પરિવાર દીકરો, પુત્ર વગેરે અહી જ રહે છે. દાદી આ શૌચાલયમાં જ ખાવાનું બનાવે છે અને તેની અંદર જ સુઈ જાય છે.
કનિકા ગામમાં બનેલું આ શૌચાલય પ્રશાસન તરફથી બનાવવામાં આવ્યું છે. દ્રોપદી બહેરા નામની દાદી અને તેના પરિવારનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી તેને ઘર ઓફર થયું ન હતું જેના લીધે તે ત્રણ વર્ષથી આ શૌચાલયમાં જ રહે છે. બીજી બાજુ ગામના સરપંચ બુધુરામ પૂતીથી જયારે લોકો એ આ વિષય પર વાત કરી તો તેને સફાઈ આપતા કહ્યું કે ‘મારી એટલી હેસિયત નથી કે હું આ લોકોને ઘર અપાવી શકું. જો સરકારી યોજના માટે વધુ મકાન બનાવવા નો આદેશ આવશે તો હું ચોક્કસથી આ લોકોને ઘર બનાવી આપીશ.’
દાદીએ એ પણ જણાવ્યું કે ઘર મેળવવા અમે બધા જ સંબંધિત વિભાગોનો સંપર્ક કરી ચુક્યા છીએ. તે લોકોએ અમને ઘર ઓફર કરવા માટેનું વચન પણ આપેલું હતું પરંતુ આજ સુધી તેની રાહ જોઈ રહ્યા છીએ.
મહિલાની આવી હાલત જોઈ લોકો ઘણા ભાવુક થઈ ગયા. કોઈને આ વાતનું દુખ છે તો કોઈને સરકાર પર ગુસ્સો છે અને સવાલ પૂછી રહ્યા છે. શૌચાલય એક એવી જગ્યા છે જ્યાં કોઈ પણ માણસ વધુ સમય સુધી રહી નથી શકતો. એવામાં આ વૃદ્ધ મહિલા અને તેનો પરિવાર ત્રણ વર્ષથી અહી રહે છે. તમે વિચારી શકો છો તેને કેટલી તકલીફ પડતી હશે. શૌચાલયમાં જ ખાવું તેમાં જ સુવું જેવી વાતો સાંભળતા જ આપણને ગમતું નથી. આપણી બસ એક જ પ્રાર્થના છે કે પ્રશાસન આ પરિવારની મદદ જલ્દી કરે અને આ વૃદ્ધ મહિલાને તેના અંતિમ દિવસો શૌચાલયમાં જ ના કાઢવા પડે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team