પૂજા અને અનેક વિધિમા ઉપયોગમાં લેવાતું લાલ ચંદન ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ પૂજા સિવાય માથા પર તિલક કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. હિન્દુ માન્યતા અનુસાર લાલ ચંદન ઘરમાં ખુશીઓ લાવે છે. તેના ઉપયોગથી જીવનમાં અપાર સુખ મેળવી શકાય છે. ચાલો તમને જણાવી દઈએ કે લાલ ચંદન કેવીરીતે તમારી ખુશીઓના તાળાંને ખોલવાની ચાવી બની શકે છે.
શું તમે જાણો છો લાલ કહન્દનથી અમુક ઉપાય કરવામાં આવે છે. આ ઉપાય ખૂબ ચમત્કારિક હોય છે. તરત જ અસર દેખાડે છે. પણ નિયમ અનુસાર આઆ ઉપાય કરવા જોઈએ તો અને તો જ આનો ફાયદો તમને મળશે. જો તમે આ નિયમ તોડો છો તો તેનું પરિણામ તમારે ભોગવવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આ ઉપાય કોઈ તાંત્રિક ઉપાય નથી. આનાથી સકારાત્મક અસર થાય છે અને નકારાત્મક અસર થતી નથી. આ ઉપાય કરવાથી તમારા જીવનની બધી સમસ્યા દૂર થઈ જશે.
1. મંગળવારના દિવસે લાલ ચંદન, લાલ ગુલાબના ફૂલ અને નાડાછડી લેવી. હવે આ બધી વસ્તુઓને લાલ કપડાંમાં બાંધીને તિજોરી અથવા તો પૈસા રાખવાની જગ્યાએ મૂકી દેવી. ધન લાભ થવાની શરૂઆત થઈ જશે. આ ઉપાય દર છ મહિને ફરીથી કરવાનો છે.
2. ઘરમાં અવારનવાર મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે તો આ સમસ્યાથી દૂર રહેવા માટે તમારે ગુરુ પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલા ચંદનના ઝાડના મૂળ પર પીળા ચોખા, જળ ચઢાવી ધૂપ કરવું જોઈએ. પછી બીજા દિવસે એ જ ઝાડની થોડી લાકડી લાવીને એક લાલ કપડાંમાં બાંધી ઘર કે દુકાનના મુખ્ય દ્વાર પર બાંધી દેવી. આ ઉપાય કરવાથી તમારી સમસ્યા દૂર થઈ જશે અને ખુશીઓનું આગમન થશે.
3. જો તમારા બાળકોને નજર લાગી રહી છે તો તરત જ આ ઉપાયથી સમસ્યાનું સમાધાન કરી શકો છો. આની માટે તમરે ચંદનની છાલનું ધૂપ કરવાનું રહશે. આમ કરવાથી નજર દોષ દૂર થાય છે. આ સિવાય દરરોજ ચંદન તિલક લગાવીને મનની શાંતિ મળે છે અને આજ્ઞા ચક્ર સક્રિય થઈને શુભ ફળ આપે છે.
4. ઘરનું વાસ્તુ દોષ દૂર કરવા માટે ચંદરના લાકડાનો ચૂરો, અશ્વગંધા અને ગોખરુચૂરણમાં કપૂર મિક્સ કરી સતત 40 દિવસ સુધી તેનું હવન કરવું જોઈએ. આમ કરવાથી ઘરનું વાસ્તુદોષ દૂર થાય છે આ આસથે સકારાત્મક ઉર્જા વધે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “લાલ ચંદનના આ ઉપાય તમને બનાવશે માલામાલ, ઉપાય અપનાવતા રાખો આ ખાસ વાતનું ધ્યાન.”