દેશમાં એવા ઘણા બધા મંદિરો છે જ્યાં હનુમાનજીની અલગ અલગ સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દેશમાં એક એવું અનોખું મંદિર પણ છે જ્યાં હનુમાનજીની પૂજા પુરુષ નહીં પરંતુ સ્ત્રી સ્વરૂપે કરવામાં આવે છે. છત્તીસગઢના ગિરિજા બંધ મંદિરમાં હનુમાનજીના સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અને તે એકમાત્ર એવું મંદિર છે જ્યાં સંકટ મોચન હનુમાન પુરુષ નહીં પરંતુ સ્ત્રીના વેશમાં બિરાજમાન છે. માનવામાં આવે છે કે આ મંદિર ઘણા હજારો વર્ષ જૂનું છે અને આ મંદિર પ્રત્યે ભક્તોને ખૂબ જ આસ્થા છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ અહીં દર્શન કરવા માટે આવે છે હનુમાનજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આવો જાણીએ હનુમાનજીના આ અનોખા મંદિર વિશે.
રતનપુરમાં છે ગીરજાબંધ મંદિર
હનુમાનજીનું આ અનોખું ગિરિજાબંધ મંદિર બિલાસપુર શહેર થી લગભગ 25 કિલોમીટર દૂર રતનપુરમાં આવેલ છે. આ જગ્યા ઉપર માતા મહામાયાદેવીનું મંદિર અને હનુમાનજીનું મંદિર છે તેના કારણે રતનપુર ને મહામાયા નગરી પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આ મંદિર દસ હજાર વર્ષથી પણ વધુ જૂનું છે અને અહીં હનુમાનજીની પૂજા પુરુષ નહીં પરંતુ સ્ત્રી રૂપે કરવામાં આવે છે. એવું કરવામાં આવે છે કે આ મંદિરના નિર્માણ પાછળ એક ખૂબ જ રોચક અને પૌરાણિક કથા જોડાયેલી છે.
આ મંદિર નિર્માણથી જોડાયેલી પૌરાણિક કથા
પૌરાણિક કથા અનુસાર લગભગ 10000 વર્ષ પહેલા રતનપુર ના રાજા પૃથ્વી દેવજુએ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. રાજા હનુમાનજીના ઘણા બધા ભક્ત હતા પરંતુ તે રાજાને કોઢની બીમારી હતી. તેના કારણે તે ખૂબ જ પરેશાન રહેતા હતા. એક દિવસ રાજાએ વિચાર્યું કે પોતાની આ અવસ્થાના કારણે હું કોઈને અડકી શકતો નથી અને કોઈ સાથે વિવાહ પણ કરી શકતો નથી. તે વિચારતા જ તેમને ઊંઘ આવી ગઈ, અને તેમને સપનામાં હનુમાનજીએ દર્શન આપ્યા. પરંતુ રાજાના સપનામાં હનુમાનજી સ્ત્રી સ્વરૂપમાં હતા. હનુમાનજીનું રૂપ દેવી જેવું હતું પરંતુ લંગુર જેવી પૂંછ પણ હતી. તેમના કાનમાં કુંડળ અને માથા ઉપર મુકટ પહેરેલો હતો. અને તેમના હાથમાં રામ મુદ્રા અંકિત કરેલી હતી. સપનામાં હનુમાનજીએ રાજાને કહ્યું કે હું તારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું, તારો કષ્ટ અવશ્ય દૂર થશે અને સપનામાં હનુમાનજીએ રાજાને એક મંદિર બનાવવાનો આદેશ આપ્યો તથા મંદિરની પાછળ એક તળાવનું નિર્માણ કરાવવા માટે પણ કહ્યું. સપનામાં હનુમાનજીએ રાજાને કહ્યું કે મંદિરની પાછળ તળાવ ખોદાવીને તેમાં સ્નાન કરવાથી તારો રોગ દૂર થઈ જશે.
આ સપનું જોયા પછી રાજાએ મંદિરનું નિર્માણ શરૂ કરાવડાવ્યું. જ્યારે મંદિરનું કામ પૂરું થવાનું હતું ત્યારે રાજાએ વિચાર્યું કે મંદિરમાં સ્થાપના માટે મૂર્તિને ક્યાંથી લાવવામાં આવે. તે રાત્રે રાજાના સપનામાં ફરીથી હનુમાનજી આવ્યા અને કહ્યું કે મહામાયા કુંડમાં અમારી મૂર્તિ મૂકેલી છે, તું કુંડમાંથી મૂર્તિ બહાર કાઢીને મંદિરમાં સ્થાપિત કરી દે. રાજાએ હનુમાનજીના નિર્દેષનું પાલન કર્યું. અને મહામાયા કુંડમાંથી મૂર્તિ બહાર કાઢવામાં આવી તે મૂર્તિ બિલકુલ એવી જ હતી જેવી રાજાએ સપનામાં જોઈ હતી. કુંડમાંથી બહાર કાઢેલી મૂર્તિમાં હનુમાનજીનું સ્વરૂપ સ્ત્રી જેવું હતું. રાજાએ સંપૂર્ણ વિધિ વિધાનથી આ મંદિરની મૂર્તિની સ્થાપના કરી ત્યારબાદ રાજાની બીમારી સંપૂર્ણ રીતે ઠીક થઈ ગઈ. તે દિવસ પછી આ મંદિરમાં હનુમાનજીની સ્ત્રી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, અને આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિનો શૃંગાર મહિલાઓ જેવો જ કરવામાં આવે છે અને તેમને ઘરેણા પણ પહેરાવવામાં આવે છે.
દક્ષિણામુખી હનુમાનજીની મૂર્તિ
આ મૂર્તિમાં હનુમાનજીનું મુખ દક્ષિણની તરફ છે અને પાતાળ લોકનું ચિત્ર છે. હનુમાનજીના ડાબા ખભા ઉપર ભગવાન રામ અને જમણા ખભા ઉપર લખમણજી બિરાજમાન છે, તથા તેમના ડાબા પગની નીચે અહિરાવણ અને જમણા પગની નીચે કસાઈ દબાયેલો છે. ત્યાં જ મૂર્તિમાં હનુમાનજીના એક હાથમાં માળા અને બીજા હાથમાં લાડુ થી ભરેલ થાળી છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team