અત્યારના જમાનામાં પણ દુનિયામાં અંધવિશ્વાસ ખૂબ જ લોકોમાં જોવા મળે છે, અને ભલે આ દુનિયા ચાંદ તથા મંગળ પર પહોંચી ગઈ હોય અને ત્યાં રહેવા જવાની તૈયારી પણ કરતી હોય પરંતુ આજે પણ નાની નાની વસ્તુઓમાં લોકો અંધવિશ્વાસ ની ઝલક જોવા મળી જ જાય છે. કોઈપણ વ્યક્તિ છીંક ખાય તો પણ તેને અપશુકન માનવામાં આવે છે.લોકો આજની તારીખમાં પણ સુકન અને અપશુકનની વાતો કરતા હોય છે અને જો બિલાડી આપણા રસ્તે આડી આવી જાય તો પણ તેને અપશુકન માનવામાં આવે છે. અને આ બધી જ બાબતોના કારણે ઘણી બધી વખત તકલીફ ઊભી થાય છે.
ઇન્ડોનેશિયામાં રહેનાર એક વ્યક્તિએ આ જ અપશુકનના કારણે લગભગ 42 મર્ડર કર્યા છે, અને આ સીરીયલ કિલરને આજથી ચૌદ વર્ષ પહેલા એટલે કે 10 જૂન 2008માં મૃત્યુની સજા પણ આપવામાં આવી હતી. અને આ વ્યક્તિએ પોતાનો ગુનો પણ કબુલ કર્યો હતો અને તેમને કહ્યું હતું કે 1986 થી 1997 વચ્ચે લગભગ તેમને 42 છોકરીઓ તથા મહિલાઓનું મર્ડર કર્યું છે. અને આ દરેક હત્યા પાછળ તે વ્યક્તિને અંધવિશ્વાસ હતો અને તેને એવું લાગતું હતું કે કોઈપણ મહિલાના મોઢામાંથી થૂંક કાઢીને પીવાથી તેમાંથી તેને સુપર પાવર મળશે.
આ ખતરનાક ઘટના વિશે જણાવવામાં આવ્યું હતું કે આ હત્યારો ઘેટા બકરા ચરાવનાર હતો. અને તે પોતાના ઘરની નજીક જ એક ખેતરમાં દરેક મહિલાઓની તથા છોકરીઓની હત્યા કરીને તેમાં દાટી દેતો હતો. આમ આ વ્યક્તિની ઓળખ 59 વર્ષના અહમદ સુરાડજી રૂપે થઈ હતી. મૃત પામનાર છોકરીઓમાં અમુક તો માત્ર 11 વર્ષની જ છોકરીઓ હતી. જ્યારે આ હત્યારા ને પકડી લેવામાં આવ્યો ત્યારે તેને જણાવ્યું હતું કે તેને આ મર્ડર ત્યારે શરૂ કર્યું જ્યારે તેના પિતાનું ભૂત તેમની પાસે આવ્યું હતું અને તેને સપનામાં કહ્યું હતું કે તારે 70 મહિલાઓનું થૂંક પીવાનું છે.
મહાશક્તિશાળી બનવા માટે 70 મહિલાઓનું થૂંક પીવાનું છે તેવું તેમના પિતાએ ભૂત બનીને તેમને જણાવ્યું હતું, અને પોતાના પિતાની આત્માની આ વાત સાંભળીને તે વ્યક્તિએ મહિલાઓને તથા બાળકીઓને મારી નાખીને તેમનું થૂંક પીવાનું શરૂ કર્યું હતું. આમ તેમને આગળ કહ્યું હતું કે તેમના પિતાની આત્મા તેમને 70 મહિલાઓનું માત્ર થૂંક પીવાનું કહ્યું હતું તેમની હત્યા કરવાની વાત કહી ન હતી, પરંતુ તેમને પોતે જ વિચાર્યું કે આમ તો ઘણા બધા વર્ષો લાગી જશે તેથી તેમને સામેથી જ છોકરીઓનું મર્ડર કરવાનું શરૂ કરી દીધું, અને જ્યારે તે પકડાઈ ગયા ત્યારે લગભગ તેમને 42 મર્ડર કરી નાખ્યા હતા.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “મહાશક્તિશાળી બનવાની અપેક્ષાએ આ વ્યક્તિએ કર્યું એવું કામ કે તમને વિશ્વાસ નહીં કરો.”