5 સ્ટાર હોટલથી ઓછું નથી રાજકોટનું આ આધુનિક બસ સ્ટેન્ડ- ક્લીક કરી જુઓ તેના ફોટાઓ

રાજ્ય સરકાર દ્વારા 150 કરોડના ખર્ચે અત્યાધુનિક બસ સ્ટેન્ડનું શનિવારે સીએમ વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જામનગર અને ભાવનગરમાં પણ આવા જ બસ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી છે.  રાજકોટ બીઆરટીએસ યોજના એ રાજકોટ શહેરમાં ઝડપી માર્ગ પરિવહન પૂરું પાડવા માટે વિક્સાવાઈ છે. તેનું પ્રથમ તબક્કાનું લોકાર્પણ ઓક્ટોબર ૧, ૨૦૧૨માં થયું. તેનું સંચાલન રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રાજકોટ રાજપથ લિ. દ્વારા કરાય છે.  નવા અત્યાધુનિક બસ સ્ટેન્ડને સામાન્ય લોકો માટે એક મહિના પછી ખુલ્લો મૂકવામાં આવશે.

એરપોર્ટ જેવું છે બસ સ્ટેન્ડ –

રાજકોટ શહેરમાં એરપોર્ટ જેવી અત્યાધુનિક બસ સ્ટેન્ડનું શનિવારે  સીએમ વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ બસ સ્ટેન્ડમાં, મુસાફરો માટે ટિકિટ કાઉન્ટરો અને પૂછપરછ કેન્દ્રો, ડિજિટલ ડિસ્પ્લે તેમજ બસ આવાગમનની માહિતી, મુસાફરીની માહિતી, વેરિયેબલ સાઇન બોર્ડ, સીસીટીવી કેમેરા, વોલ્વો વેઈટિંગ રૂમ, વ્હીલ ખુરશી, સામાન ટ્રોલી, કેન્ટીન અને રેસ્ટોરન્ટ, છાત્રાલય, બે માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, છૂટક સુપર માર્કેટ, શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, ગેમ ઝોન અને સિનેમા સહિત અનેક સુવિધાઓ છે.


દરેક બસનો રૂટ ડિસ્પ્લે ડિજિટલ બોર્ડ પર –

આ બસ પોર્ટમાં 350 દુકાનો પણ છે. મુસાફરોના મનોરંજન માટે ઘણી સુવિધાઓ છે. ગ્રાઉન્ડ ફ્લોર પર 20 પ્લેટફોર્મ બનાવવામાં આવશે. અહીંથી રવાના થતી દરેક બસની માહિતી ડિજિટલ બોર્ડ પર જણાવવામાં આવશે. 1000 બાઇક અને 300 કાર પાર્કિંગ માટે પણ જગ્યા બનાવવામાં આવી છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment