કેરી આપણા સ્વાસ્થ્ય ઉપરાંત આપણી ત્વચાને સુધારવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ત્વચા સબંધિત સમસ્યાઓથી રાહત મેળવવા માટે કેરીનો ઉપયોગ ફેસપેક તરીકે કરી શકાય છે. ખરેખર, કેરીમાં બીટા કેરોટિન, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે, જે સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્ય સારવારમાં પણ મદદરૂપ છે.
કેરી એક એવું ફળ છે જે દરેક લોકોને પસંદ હોય છે. ઘણા લોકો ઉનાળાની રાહ કેરી ખાવા માટે જુએ છે, તેથી જ તો કેરીને ફળોનો રાજા કહેવાય છે. બજારમાં અલગ અલગ પ્રકારની કેરી મળે છે. આ ફળ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કેરી આપણા સ્વાસ્થ્ય ઉપરાંત આપણી ત્વચાને સુધારવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ત્વચા સંબંધિત સમસ્યાઓમાં રાહત મેળવવા માટે કેરીનો ઉપયોગ ફેસપેક તરીકે કરી શકાય છે. ખરેખર, કેરીમાં બીટા કેરોટિન, એન્ટી ઓક્સિડન્ટ, વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે જે સ્વાસ્થ્યની સાથે સૌંદર્ય સારવારમાં પણ મદદરૂપ છે. તેને ચેહરા પર લગાવવાથી ખીલ, ટેનિંગ,કરચલીઓની સાથે દાગ ધબ્બા પણ દૂર થવા લાગશે. તો ચાલો જાણીએ કેરીનો ઉપયોગ ત્વચાની સમસ્યાથી રાહત મેળવવા માટે કેવી રીતે કરી શકો છો.
કેરીનું ફેસપેક:
કેરી ખાવી દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ ઉનાળાની ઋતુમાં મળતા આ ફળનો તમે ચેહરા પર પણ ઉપયોગ કરી શકો છો. એક વાટકીમાં કેરીનો તાજો પલ્પ લો. તેમાં એક ચમચી કોલ્ડ ક્રીમ અને એક ચમચી ઠંડું દૂધ યોગ્ય રીતે ઉમેરો. આ બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી એક ઘાટું પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચેહરા પર લગાવો અને સુકાવા દો. પછી તેને ધોઈ નાખો. કેરીનું ફેસપેક ઉનાળાની ઋતુમાં ત્વચાને મોઈશ્ચરાઈઝર કરવાનું કામ કરે છે.
કેરી ચેહરા પર કરચલીઓ દૂર કરે છે:
જો તમારા ચેહરા પર કરચલીઓ થવાની શરૂઆત થઇ ગઇ છે તો કેરીથી બનેલું ફેસપેક લગાવો. તેને તૈયાર કરવા માટે કેરીનો પલ્પ અને ઇંડાનો સફેદ ભાગ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેકને ચેહરા પર લગાવીને ૩૦ મિનિટ માટે રહેવા દો. આ પેકમાં રહેલ એન્ટી ઓક્સિડન્ટ અને કોલેજન તમારી ત્વચાને સજ્જડ બનાવે છે. અઠવાડિયામાં એક વખત આ ફેસપેકનો જરૂર ઉપયોગ કરો જેથી તમારી ત્વચા સ્વસ્થ અને સુંદર દેખાશે.
સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે:
કેરીમાં બીટા કેરોટિન અને વિટામિન એ હોય છે જે તમારી ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે. તેના માટે તમારે એક ચમચી કેરીના પલ્પ મા બે ચમચી ઘઉંનો લોટ અને એક ચમચી મધ ઉમેરવાનું છે. પછી આ ત્રણેય વસ્તુને ઉમેરીને એક પેસ્ટ તૈયાર કરી લો. આ પેકને ચહેરા પર લગાવો અને ૧૫ મિનિટ પછી પાણીથી ધોઈ લો. તેનાથી તમારી ત્વચા સુંદર અને ચમકદાર જોવા મળશે.
કુદરતી ફેસવોશ રૂપે:
તમે કેરીનો ઉપયોગ કુદરતી ફેસવોશ રૂપે પણ કરી શકો છો. તેના માટે ૧ ચમચી કેરીનો પલ્પ લો અને તેમાં ૧ ચમચી દૂધ તેમજ બદામનો પાવડર ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો.
સન ટૈન દૂર કરે છે:
ઉનાળામાં મોટાભાગના લોકો ટૈનિંગ ની સમસ્યાથી પરેશાન રહે છે. ટૈનિંગ દૂર કરવા માટે એક ચમચી કેરીનો પલ્પ, એક ચમચી ચણાનો લોટ અને બે ચમચી મધ લો. આ દરેક વસ્તુને સરખી રીતે ઉમેરો અને એક પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ચેહરા પર લગાવો અને લગભગ ૧૫ મિનિટ પછી આ પેસ્ટને ધોઈ લો. તમે આ ઉપાયને અઠવાડિયામાં બે થી ત્રણ વખત અજમાવો. એક અઠવાડિયામાં તમને તેની અસર જોવા મળશે.
ખીલ દૂર કરે છે:
ઉનાળામાં ત્વચા વધારે તૈલીય થઈ જાય છે. તૈલીય ત્વચા થવાને કારણે ચેહરા પર ખીલ થવા લાગે છે. તેનાથી રાહત મેળવવા માટે કેરી એકદમ ઉતમ છે. કેરી ત્વચામાંથી વધારાનુ તેલ કાઢવામાં મદદ કરે છે. તમે મધ, દહીં અને કેરીને ઉમેરીને ફેસપેક બનાવો. આ પેસ્ટને લગાવીને લગભગ ૨૦ મિનિટ પછી પાણીથી ધોઈ લો.
એક્સફોલિએટ કરો:
મૃત ત્વચાને દૂર કરવા માટે એક્સફોલિએટ કરવુ ખૂબ જરૂરી છે. ત્વચાને એક્સફોલિએટ કરવા માટે કેરીનું સ્ક્રબ બનાવો. તેના માટે કેરીનો પલ્પ, એક ચમચી મધ, એક ચમચી ચોખાનો લોટ અને એક ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ તૈયાર કરી લો. આ મિશ્રણને હળવા હાથથી ચેહરા પર લગાવો અને લગભગ ૧૦ મિનિટ પછી હાથથી ઘસો અને પાણીથી ધોઈ લો.
બ્રાઉન શુગર, મધ, દૂધ અને કરીનું ફેસપેક:
આ પેક તમને મુલાયમ ત્વચા આપશે. પાકેલી કેરીના પલ્પમાં બે ચમચી દૂધ અને મધ મિક્સ કરી અને તેમાં બ્રાઉન શુગર નાખીને આ દરેકને સરખી રીતે ભેળવો. બ્રાઉન શુગર શરીરની મૃત કોશિકાઓને દૂર કરવાનું કામ કરે છે. આ મિશ્રણથી ચેહરાને સરખી રીતે સ્ક્રબ કરી લો અને પછી પાણીથી મોઢું ધોઈ લો.
કેરી અને ઈંડાના સફેદ ભાગનું ફેસપેક:
સુંદર અને ચમકતો ચેહરો મેળવવા માટે આ પેક ઘણો ફાયદાકારક છે. ઈંડાના સફેદ ભાગને કાપીને કેરીના પલ્પ સાથે મિક્સ કરી લો અને જો તમે ઈચ્છો તો તેમાં મધના થોડા ટીપા પણ નાખી શકો છો. તેનો ઉપયોગ ચેહરા અને ગળા પર કરો અને ૧૫ મિનિટ માટે લગાવેલું રેહવા દો. તમારા ચેહરા પરથી ઈંડાની દુર્ગંધ ન આવે તેના માટે તમે કોઈ સારા ફેસ વોશનો ઉપયોગ કરી શકો છો.
કેરીના પલ્પનું ફેસપેક:
જો તમારી ત્વચા એક જ રંગની નથી. તો તમે કેરીનું ફેસપેક અજમાવી શકો છો. આ સમસ્યાથી રાહત મેળવવા માટે કેરીનો પલ્પ લઈને તેનું ફેસપેક બનાવવું પડશે. તમારે ફક્ત કેરીનો પલ્પ કાઢીને તમારા ચેહરા પર બે થી ત્રણ મિનિટ સુધી ઘસવાનું છે. આ કામ હળવા હાથેથી કરો. થોડીવાર સુધી ઘસ્યા પછી તેને પાંચ થી સાત મિનિટ માટે ચેહરા પર રેહવા દો અને પછી ઠંડા પાણીથી ચેહરો સાફ કરી લો. તેમ કરવાથી તમારી ત્વચા પર ચમક આવશે અને તમારો રંગ સુધરશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team