શું તમે બજારૂ કોસ્મેટિક વાપરીને થાક્યા છો? શું તમને કોઈ કોસ્મેટિકથી કોઈ જ જાતનો ફેર નથી પડ્યો? આવા તો અનેક પ્રશ્નનો તમારી પાસે હશે એટલે જ આજનો લેખ એકદમ સ્પેશિયલ છે કારણ કે માત્ર રૂપિયા ૫૦ માં ચહેરાને એકદમ ચમકાવવા માટેની ટીપ્સ અહીં જણાવવામાં આવી છે.
ઘણા વ્યક્તિઓ એવા છે જે તેની બ્યુટીને લઈને સિરિયસ હોય છે. એમાં સ્ત્રી અને પુરૂષ બંને સામેલ છે. વાત બ્યુટીની હોય તો સીરીયસ રહેવું જ જોઈએ!!! આજના લેખમાં સરળ અને કારગર ટીપ્સ જણાવી છે જે તમારા ચહેરાને ચમકીલો(બ્રાઈટ) બનાવી દેશે.
ચહેરાનું તેજ પાછું લાવવા શું કરવું?
પહેલા તો ચહેરાને વારેવારે અડવાની ટેવને દૂર કરી નાખો અને ત્યારબાદ થોડા સમય માટે બધા જ પ્રકારના કોસ્મેટિક વાપરવાના બંધ કરી દો. ત્યારબાદ નીચે જણાવેલ ઘરગથ્થું ટીપ્સને ફોલો કરો. નીચેના પેરેગ્રાફમાં ત્રણ પ્રકારની અલગ-અલગ પેસ્ટ જણાવી છે, જે ચહેરા પરનું તેજ પાછું લાવવામાં અમે ચહેરાની સુંદરતા વધારવામાં તમારી મદદ કરશે.
મુલતાની માટી અને પાણી :
મુલતાની માટી અત્યારે તો પાઉડર પેકેટમાં મળવા લાગી છે તો મુલતાની માટીમાં જરૂર મુજબ પાણી ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૧૫ મિનીટ સુધી સુકાવા દો. આ પેસ્ટ લગાડ્યા પહેલા ખાસ યાદ રાખો કે ચહેરાને હુંફાળા પાણી વડે સાફ કરવો ત્યાર બાદ જ મુલતાની પેસ્ટ લગાવવી.
મુલતાની માટી / હળદર / લીંબુ :
મુલતાની માટી એક વાસણમાં લઈને તેમાં થોડા પ્રમાણમાં હળદર પાઉડર ઊમેરો. બંનેને વ્યવસ્થિત રીતે મિશ્રિત કરો ત્યારબાદ તેમાં ચાર-પાંચ લીંબુના ટીપા નાખો અને ઉપરથી પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. પાંચ મિનીટ સુધી આ પેસ્ટને વાસણમાં મિશ્રિત કરતા રહો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને ૨૦ મિનીટ સુધી રહેવા દો અને કોટનના કપડાથી ચહેરાને પલાળ્યા બાદ સાફ કરી નાખો. જે વ્યક્તિને ચહેરાની બ્રાઈટ જોઈતી હોય તેના માટે આ પેસ્ટ બેસ્ટ છે.
મુલતાની માટી / ચોખાની કણકી / બેકિંગ સોડા / એલોવેરા જેલ :
ઓઈલી સ્કીન હોય એવા લોકો માટે આ પેસ્ટ અતિ ઉતમ છે. સહેજ અમથા ચોખાની એકદમ બારીક કણકી કરી લો. મુલતાની માટીમાં તેને ઉમેરી તેમાં ઉપરથી સહેજ માત્રામાં બેકિંગ સોડા ઊમેરો. એલોવેરા જેલનું પ્રમાણ વધારે રાખવું અને સહેજ પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટ સારી રીતે મિશ્રિત થઇ જાય ત્યાર બાદ તેને ચહેરા પર લગાડીને હળવા હાથે મસાજ કરો. આ પેસ્ટ સ્ક્રબ જેવું કામ આપશે અને મસાજ પછી એ પેસ્ટને ચહેરા પર સુકાવા દો. ૨૦ મિનીટ બાદ ચહેરાને માત્ર પાણી વડે જ સાફ કરો.
આ ત્રણેય મુલતાની માટીના પેસ્ટ ઓપ્શન એકદમ બેસ્ટ છે. કોસ્મેટિક વાપરીને થાક્યા હોય અથવા ચહેરા પર કોઈ રીઝલ્ટ ન મળ્યું હોય તો આ ઘરગથ્થું ઉપચાર એકદમ બેસ્ટ છે. અહીં એક અગત્યની વાત તમને જણાવી દઈએ કે આ પેસ્ટ થોડા સમય માટે નિયમિત ઉપયોગ કરવી પડશે તો જ બેસ્ટ રીઝલ્ટ મળશે.
અવનવી બ્યુટી ટીપ્સ જાણવા માટે “ફક્ત ગુજરાતી” ફેસબુક પેજ સાથે જોડાયેલા રહેજો. અહીં તમને વિશેષ જાણકારીનો ખજાનો મળતો રહેશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Ravi Gohel